________________
[ ૧૪૬ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
ભાષાન પર્યવસાન - ભાષાનો અંત લોકાંતે થાય છે.અલોકમાં ધર્માસ્તિકાય દ્રવ્ય ન હોવાથી ભાષાના પગલોની ત્યાં ગતિ થતી નથી, તેથી જ્યાં લોકનો અંત થાય છે ત્યાં જ ભાષાનો અંત થાય છે. ભાષાનો ઉદ્ભવ યોગ:- સરીર પહવા- ભાષા શરીરથી ઉત્પન્ન થાય છે. વૃત્તિકારે તેનું સ્પષ્ટીકરણ કરતા કહ્યું છે કે શરીર પ્રહન શરીરયોગ: પરિપ્રદ્યારે શરીરના ગ્રહણથી શરીરયોગ એટલે કાયયોગનું ગ્રહણ થાય છે. જીવ કાયયોગથી ભાષાને યોગ્ય પુગલો ગ્રહણ કરીને, તેને ભાષારૂપે પરિણમાવી પછી વચનયોગથી તેનો ત્યાગ કરે છે અર્થાત્ ભાષાનું ઉચ્ચારણ કરે છે.
જીવ વચનયોગથી ભાષા બોલે છે તોપણ ભાષાવર્ગણાને છોડવા માટે તેને શરીરનું જ (મુખાદિનું) આલંબન હોય છે ભાષાનો કાળ :- જીવ એ સમયમાં ભાષા બોલે છે, પ્રથમ સમયે ભાષા યોગ્ય પગલોને ગ્રહણ કરે છે અને બીજા સમયમાં તેને ભાષારૂપે પરિણત કરીને બોલે છે. ભાષાના પ્રકાર - ભાષાના ચાર પ્રકાર છે – સત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહાર ભાષા. અનમત ભાષા:- ઉપરોક્ત ચાર પ્રકારની ભાષામાંથી સાધક જીવોને સત્ય અને વ્યવહાર, આ બે પ્રકારની ભાષા બોલવા યોગ્ય છે. અસત્ય અને મિશ્ર, આ બે ભાષા બોલવા યોગ્ય નથી, કારણ કે તે બંને ભાષાઓ યથાર્થ વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન કરતી નથી, આ બંને ભાષાઓ મોક્ષની વિરોધિની છે. ભાષાનું સ્વરૂપ:કમ દ્વાર
વિગત ૧ | ભાષાનું મૂળભૂત કારણ | જીવ છે. ઉત્પત્તિ સ્થાન
ઔદારિક, વૈક્રિય, આહારક, આ ત્રણ સ્થલ શરીર છે. ૩ | સંસ્થાન
વજ જેવું છે. અંત
લોકાંતે - તીવ્ર પ્રયત્ન સાથે ઉચ્ચારિત શબ્દો લોકાંતે પહોંચે છે. ૫ | ઉદ્ભવ યોગ
કાયયોગથી ભાષા વર્ગણાને ગ્રહણ કરે છે. | નિસરણ યોગ વચનયોગથી ભાષાપણે પરિણમન કરીને છોડે છે. ભાષણ કાલ
બે સમય. પ્રથમ સમયે ભાષા વર્ગણા–દ્રવ્ય ગ્રહણ કરે, બીજા સમયે ભાષા રૂપે
પરિણમન કરીને ભાષા પુદ્ગલોનું નિઃસરણ થાય છે. ભાષાના પ્રકાર
૪- સત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહાર ભાષા. ૯ | અનુમત ભાષા ૨–સત્ય અને વ્યવહાર. ભાષા અને તેના ભેદ પ્રભેદોઃ|३० कइविहा णं भंते ! भासा पण्णत्ता ? गोयमा ! दुविहा भासा पण्णता । तं जहापज्जत्तिया य अपज्जत्तिया य । ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! ભાષાના કેટલા પ્રકાર છે? ઉત્તરહે ગૌતમ! ભાષાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– પર્યાપ્તિકા ભાષા. અને અપર્યાપ્તિકા ભાષા.
૮
| ભાષાના ૧૫