________________
[ ૧૪૪ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
આજ્ઞાપની ભાષા છે અને ધાન્ય શબ્દ રૂ૫ ભાષા નપુંસક આજ્ઞાપની ભાષા છે? શું આ ભાષા પ્રજ્ઞાપની છે? આ ભાષા મૃષા નથી? ઉત્તર- હા, ગૌતમ! “પૃથ્વી” શબ્દરૂપ ભાષા સ્ત્રી આજ્ઞાપની ભાષા છે, પાણી શબ્દરૂપ ભાષા પુરુષ આજ્ઞાપની ભાષા છે અને ધાન્ય શબ્દરૂપ ભાષા નપુંસક આજ્ઞાપની ભાષા છે ઇત્યાદિ ભાષા પ્રજ્ઞાપની ભાષા છે, આ ભાષા મૃષા નથી. २७ अह भंते ! पुढवीति इत्थिपण्णवणी, आउ त्ति पुमपण्णवणी, धण्णे त्ति णपुंसगपण्णवणी आराहणी णं एसा भासा?ण एसा भासा मोसा? हंता गोयमा !पुढवीति इत्थि पण्णवणी, आउ त्ति पुमपण्णवणी, धण्णे त्ति णपुंसगपण्णवणी; आराहणी णं एसा भासा, ण एसा भासा मोसा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! “પૃથ્વી' શબ્દરૂપ ભાષા સ્ત્રી પ્રજ્ઞાપની ભાષા છે, પાણી શબ્દરૂપ ભાષા પુરુષ પ્રજ્ઞાપની ભાષા છે અને ધાન્ય શબ્દરૂપ ભાષા નપુંસક પ્રજ્ઞાપની ભાષા છે, શું આ પ્રકારની ભાષા આરાધની ભાષા છે? શું આ ભાષા મૃષા નથી ?
ઉત્તર- હા, ગૌતમ! પૃથ્વી રૂપ ભાષા સ્ત્રી પ્રજ્ઞાપની ભાષા છે, અપૂ રૂ૫ ભાષા પુરુષ પ્રજ્ઞાપની ભાષા છે અને ધાન્ય રૂ૫ ભાષા નપુંસક પ્રજ્ઞાપની ભાષા છે; આ પ્રકારની ભાષા આરાધની છે, પરંતુ આ ભાષા મૃષા નથી. २८ इच्चेवं भंते ! इत्थिवयणं वा पुमवयणं वा णपुंसगवयणं वा वयमाणे पण्णवणी णं एसा भासा?ण एसा भासा मोसा ? हंता गोयमा ! इच्चेवं इत्थिवयणं वा पुमवयणं वा णपुंसगवयणं वा वयमाणे पण्णवणी णं एसा भासा । ण एसा भासा मोसा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આ પ્રમાણે સ્ત્રીવચન, પુરુષવચન કે નપુંસકવચન(નપુંસકલિંગી શબ્દ) બોલનાર વ્યકિતની ભાષા શું પ્રજ્ઞાપની છે? શું તે મૃષાભાષા નથી? ઉત્તર-હા, ગૌતમ! સ્ત્રીવચન, પુરુષવચન અથવા નપુંસકવચન બોલનાર વ્યકિતની આ ભાષા પ્રજ્ઞાપની છે, આ ભાષા મૃષા નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પ્રજ્ઞાપની ભાષાના વિષયમાં વચન, લિંગ, આજ્ઞાપન, પ્રજ્ઞાપન આદિની અપેક્ષાએ વિચારણા છે. નિર્ણયાત્મક વિચાર કરવામાં આવ્યા છે, તેમજ જાતિવાચક શબ્દોમાં ત્રણ લિંગવાચી શબ્દોવાળી ભાષાનું પ્રતિપાદન છે.
ભાષાપ્રયોગમાં ક્યારેક સ્ત્રી, પુરુષ અને નપુંસકના ગુણધર્મ અનુસાર સ્ત્રીવાચી, પુરુષવાચી અને નપુંસકવાચી શબ્દોનો પ્રયોગ થાય છે. ક્યારેક સ્ત્રી, પુરુષ અને નપુંસકના ગુણધર્મ ન હોય તોપણ વ્યાકરણની અપેક્ષાએ તે-તે શબ્દો સ્ત્રીલિંગવાચી, પુરુષલિંગવાચી અને નપુંસકલિંગવાચી હોય છે.
કોઈપણ લિંગમાં પ્રયુક્ત ભાષાથી વસ્તુનો બોધ થાય છે, તેથી તે ભાષા પ્રજ્ઞાપની ભાષા છે, તે ભાષા અસત્ય નથી. પુવતિ ત્થિામણી...૫થ્વી શબ્દ સ્ત્રીલિંગી શબ્દછે, 'અપુ–પાણી શબ્દ પ્રાકૃત ભાષામાં પુલિંગી શબ્દ અને ધાન્ય શબ્દ નપુંસક લિંગી શબ્દ છે. કોઈપણ લિંગવાચી શબ્દોથી આજ્ઞા કરનારી ભાષાથી