________________
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૨
'
पुमआणमणी जाईइ णपुंसगाणमणी पण्णवणी णं एसा भासा, ण एसा भासा मोसा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જે ભાષા જાતિરૂપે સ્ત્રી આજ્ઞાપની, જાતિરૂપે પુરુષ આજ્ઞાપની અને જાતિરૂપે નપુંસક આજ્ઞાપની ભાષા, શું પ્રજ્ઞાપની ભાષા છે? શું તે ભાષા મૃષા નથી ? ઉત્તર– હા, ગૌતમ! ભાષા જાતિરૂપે સ્ત્રી આજ્ઞાપની, જાતિરૂપે પુરુષ આજ્ઞાપની અને જાતિરૂપે નપુંસક આજ્ઞાપની છે, તે ભાષા પ્રજ્ઞાપની ભાષા છે, તે ભાષા મૃષા નથી.
૧૩૮
९ अह भंते ! जाईइ इत्थिपण्णवणी, जाईइ पुमपण्णवणी, जाईइ णपुंसगपण्णवणी, पण्णवणी णं एसा भासा ? ण एसा भासा मोसा ? हंता गोयमा ! जाईइ इत्थिपण्णवणी, जाई पुमपण्णवणी जाईइ णपुंसगपण्णवणी पण्णवणी णं एसा भासा, ण एसा भासा मोसा । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! જાતિરૂપે સ્ત્રી પ્રજ્ઞાપની, જાતિરૂપે પુરુષ પ્રજ્ઞાપની અને જાતિરૂપે નપુંસક પ્રજ્ઞાપની ભાષા શું પ્રજ્ઞાપની ભાષા છે ? શું તે ભાષા મૃષા નથી ? ઉત્તર- હા ગૌતમ ! જાતિરૂપે સ્ત્રી પ્રજ્ઞાપની, જાતિરૂપે પુરુષ પ્રજ્ઞાપની અને જાતિરૂપે નપુંસક પ્રજ્ઞાપની ભાષા, પ્રજ્ઞાપની ભાષા છે; તે ભાષા મૃષા નથી.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ઉદાહરણ સાથે વિવિધ રીતે પ્રજ્ઞાપની ભાષાઓનું નિરૂપણ છે.
પ્રજ્ઞાપની ભાષા :– જેનાથી પદાર્થનું પ્રજ્ઞાપન-પ્રરૂપણ કે પ્રતિપાદન કરવામાં આવે, તેને પ્રજ્ઞાપની ભાષા કહે છે. આ ભાષાને પ્રરૂપણીય અર્થપ્રતિપાદિની પણ કહી શકાય. પ્રજ્ઞાપની ભાષાથી વસ્તુનો યથાર્થ બોધ થતો હોવાથી તે સત્ય છે, અસત્ય નથી.
(૧) ગાઓ મિયા પન્નુ... ગાય, પશુ, પક્ષી આદિ જાતિવાચક શબ્દો વ્યાકરણશાસ્ત્રના નિયમાનુસાર પુલિંગના શબ્દો છે. તેમ છતાં જાતિવાચક શબ્દો ત્રણે લિંગનો બોધ કરાવે છે. જેમ કે કાગડો, કોયલ અને કોયલનું બચ્ચું, આ ત્રણે શબ્દો ક્રમશઃ પુલિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગના શબ્દ છે, તે ત્રણે માટે પક્ષી શબ્દનો પ્રયોગ થઈ શકે છે. આ રીતે ગાય, પશુ, પક્ષી આદિ જાતિવાચક શબ્દોથી વસ્તુનો યથાર્થ બોધ થાય છે. તેમ જ આ ભાષા પરપીડાકારી કે દુષ્ટ આશયવાળી નથી, તેથી તે પ્રજ્ઞાપની ભાષા છે. તેમજ તે ભાષા અસત્ય નથી.
(૨) ના ય સ્થિવા.. શાળા, માળા વગેરે સ્ત્રીલિંગના શબ્દોમાં, ઘટ, પટ આદિ પુલિંગના શબ્દોમાં અને વન, જલ આદિ નપુંસકલિંગના શબ્દોમાં સ્ત્રી, પુરુષ કે નપુંસકના કોઈપણ લક્ષણો નથી, તેમ છતાં વ્યાકરણશાસ્ત્રના નિયમાનુસાર અથવા ગુરુ પરંપરા અનુસાર શબ્દોનું ત્રણે લિંગમાં વિભાજન થયેલું છે અને આ પ્રકારના વચન વ્યવહારથી વસ્તુનો યથાર્થ બોધ થાય છે, તેથી તે પ્રજ્ઞાપની ભાષા છે.
(૩) ના ૫ રૂસ્થિ આળવળી... હે સીતા ! ધર્મની આરાધના કરો. આ રીતે સ્ત્રીને આજ્ઞા કરનારી ભાષા સ્ત્રી આજ્ઞાપની ભાષા છે. પુરુષને આજ્ઞા કરનારી ભાષા પુરુષ આજ્ઞાપની અને નપુંસકને આજ્ઞા કરનારી ભાષા નપુંસક આજ્ઞાપની ભાષા છે અને તે પ્રજ્ઞાપની ભાષા છે. આજ્ઞાપની ભાષા અનુસાર કદાચ કાર્ય નિષ્પન્ન ન પણ થાય, તેમ છતાં આજ્ઞાપની ભાષા પર પીડાકારી કે પરલોકનો પ્રતિઘાત કરનારી ન હોવાથી તે પ્રજ્ઞાપની ભાષા છે.