________________
| ૧૨૮ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
३८ णेरइए णं भंते ! भासाचरिमेणं किं चरिमे अचरिमे? गोयमा ! सिय चरिमे सिय अचरिमे । एवं एगिदियवज्जा णिरंतरं जाव वेमाणिए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! એક નૈરયિક ભાષા ચરમની અપેક્ષાએ શું ચરમ છે કે અચરમ છે? ઉત્તર- હે ગૌતમ! એક નૈરયિક ભાષાચરમની અપેક્ષાએ કદાચિત્ ચરમ છે, કદાચિત્ અચરમ છે. આ જ રીતે એકેન્દ્રિયને વર્જીને વૈમાનિક દેવો પર્યત જાણવું જોઈએ. એકેન્દ્રિયમાં ભાષા નથી માટે તેનો અહીં નિષેધ કર્યો છે. |३९ णेरइया णं भंते भासाचरिमेणं किं चरिमा अचरिमा ? गोयमा ! चरिमा वि अचरिमा वि । एवं एगिदियवज्जा णिरंतरं जाव वेमाणिया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અનેક નૈરયિકો ભાષા ચરમની અપેક્ષાએ શું ચરમ છે કે અચરમ છે ? ઉત્તર- હે ગૌતમ! અનેક નૈરયિકો ભાષા ચરમની અપેક્ષાએ ચરમ પણ છે અને અચરમ પણ છે. આ જ રીતે એકેન્દ્રિય જીવોને છોડી વૈમાનિક દેવો સુધી જાણવું જોઈએ. ४० णेरइए णं भंते ! आणापाणुचरिमेणं किं चरिमे अचरिमे? गोयमा ! सिय चरिमे सिय अचरिमे । एवं णिरंतरं जाव वेमाणिए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! એક નૈરયિક શ્વાસોશ્વાસ ચરમની અપેક્ષાએ શું ચરમ છે કે અચરમ છે? ઉત્તર- હે ગૌતમ! એક નૈરયિક શ્વાસોશ્વાસ ચરમની અપેક્ષાએ કદાચિત્ ચરમ છે, કદાચિત્ અચરમ છે. આ જ રીતે વૈમાનિક દેવો પર્યત જાણવું જોઈએ. ४१ णेरइया णं भंते ! आणापाणुचरिमेणं किं चरिमा अचरिमा? गोयमा ! चरिमा वि अचरिमा वि । एवं णिरंतरं जाव वेमाणिया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અનેક નૈરયિકો શ્વાસોશ્વાસ ચરમની અપેક્ષાએ શું ચરમ છે કે અચરમ છે? ઉત્તર- હે ગૌતમ! અનેક નૈરયિકો શ્વાસોશ્વાસની અપેક્ષાએ ચરમ પણ છે અને અચરમ પણ છે. આ જ રીતે વૈમાનિક દેવો સુધી જાણવું જોઈએ. ४२ णेरइए णं भंते ! आहारचरिमेणं किं चरिमे अचरिमे ? गोयमा ! सिय चरिमे सिय अचरिमे । एवं णिरंतरं जाव वेमाणिए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! એક નૈરયિક આહાર ચરમની અપેક્ષાએ શું ચરમ છે કે અચરમ છે? ઉત્તર- હે ગૌતમ! એક નૈરયિક આહાર ચરમની અપેક્ષાએ કદાચિત્ ચરમ છે અને કદાચિત્ અચરમ છે. આ જ રીતે વૈમાનિક દેવો પર્યત જાણવું જોઈએ. ४३ णेरइया णं भंते ! आहारचरिमेणं किं चरिमा अचरिमा ? गोयमा ! चरिमा वि अचरिमा वि । एवं णिरंतरं जाव वेमाणिया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અનેક નૈરયિકો આહાર ચરમની અપેક્ષાએ શું ચરમ છે કે અચરમ છે? ઉત્તર- હે ગૌતમ! ચરમ પણ છે અને અચરમ પણ છે. આ જ રીતે વૈમાનિક સુધી જાણવું જોઈએ.