________________
| દશમું પદ : ચરમ
૧૧૭]
બાવીસમો, આ નવ ભંગ વર્જીને શેષ સત્તર ભંગ જાણવા જોઈએ. આપણl
શેષ અષ્ટપ્રદેશથી લઈને શેષ સર્વ(સંખ્યાતપ્રદેશી, અસંખ્યાત પ્રદેશ અને અનંતપ્રદેશ) સ્કંધોમાં બીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, પંદરમો, સોળમો, સત્તરમો, અઢારમો, આ આઠ ભંગોને છોડીને શેષ અઢાર ભંગ જાણવા જોઈએ. I. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આઠ પ્રદેશીસ્કંધમાં અને સંખ્યાત પ્રદેશી આદિ સર્વ સ્કંધોના ૧૮ ભંગ (૧,૩,૭,૮,૯,૧૦,૧૧,૧૨,૧૩,૧૪,૧૯,૨૦,૨૧,૨૨, ૨૩,૨૪,૨૫,૨૬) નિરૂપણ છે. તેમજ ગાથાઓ દ્વારા સંક્ષિપ્તમાં સંપૂર્ણ વિષયનું પુનઃ કથન કર્યું છે. તેમાં ૧૭ ભંગ પૂર્વોક્ત યુક્તિ અનુસાર સમજવા, શેષ એક બાવીશમો ભંગ આ પ્રમાણે છે(રર) એક ચરમ અનેક અચરમ અને અનેક અવકતવ્ય :- આઠ પ્રદેશી સ્કંધ જ્યારે ત્રણ પ્રતરના આઠ આકાશ પ્રદેશ પર સ્થિત હોય અને તેમાં એક જ પ્રતરના આડી-ઊભી બે શ્રેણીમાં ચારે દિશામાં ચાર પ્રદેશો, મધ્યમાં બે પ્રદેશો તથા ઉપર અને નીચેના ભિન્ન ભિન્ન બે પ્રતરોમાં બે પ્રદેશો સ્થિત હોય, ત્યારે ચાર દિશાના ચાર પ્રદેશ તથાવિધ એકત્વ પરિણામી હોવાથી એક ચરમ છે. મધ્યના બે પ્રદેશ તથાવિધ ભિન્ન પરિણામે પરિણત હોવાથી અનેક અચરમ છે અને ઉપર અને નીચે ભિન્ન-ભિન્ન પ્રતરમાં એક-એક આકાશ પ્રદેશાવગાઢ એક-એક પ્રદેશ, તે અનેક અવક્તવ્ય છે તેથી આઠ પ્રદેશ સ્કંધમાં આ બાવીસમો ભંગ ઘટિત થાય છે. આ રીતે આઠપ્રદેશી સ્કંધમાં કુલ ૧૭+ ૧ = ૧૮ ભંગ ઘટિત થાય છે. શેષ આઠ ભંગ ઘટિત થતા નથી.
આ જ રીતે સંખ્યાત, અસંખ્યાત અને અનંતપ્રદેશી ઢંધોમાં પણ છવ્વીસ ભંગમાંથી અઢાર ભંગ ઘટિત થાય છે. શેષ આઠ ભંગ (૨,૪,૫,૬,૧૫,૧૬,૧૭,૧૮) હોતા નથી, કારણ કે તે ભંગ શૂન્ય છે અર્થાત્ તે ભંગ પરમાણુથી લઈને અનંત પ્રદેશીસુધી કોઈપણ સ્કંધમાં થતા નથી. તે આઠ ભંગમાંથી ૨,૫,૧૫,૧૬,૧૭, ૧૮ આ છ ભંગ અચરમના અથવા અચરમ-અવકતવ્યના છે અને ચરમ વિના કેવલ અચરમ કદાપિ સંભવિત નથી. તેથી તે ભંગો ઘટી શકતા નથી. પાંચમો ભંગ અનેક ચરમનો છે. અનેક ચરમ પણ વચ્ચે અચરમ આવ્યા વિના થઈ શકતા નથી તેથી તે ભંગ પણ શૂન્ય છે. છઠ્ઠો ભંગ અનેક અવકતવ્યનો છે અને ચરમ વિના માત્ર અનેક અવકતવ્ય થઈ શકતા નથી. તેથી આ ભંગ પણ શૂન્ય છે. કોઈપણ યુગલમાં ઘટિત ન થતા આઠ શન્ય ભંગ - કમ| ભગાંક | ભંગ નામ
શૂન્યતાનું કારણ ૧ | બીજો | એક અચરમ |ચરમ વિના અચરમ(મધ્યમ) થતા નથી | ચોથો | અનેક ચરમ
મધ્યના અચરમ વિના કેવળ અનેક ચરમ થતા નથી ૩ | પાંચમો | અનેક અચરમ ચરમ વિના અચરમ થતા નથી ૪ | છઠ્ઠો | અનેક અવક્તવ્ય ચરમ કે અચરમ વિના કેવળ અનેક અવ્યક્તવ્ય શક્ય નથી. ૫–૮ ૧૫ થી ૧૮ | અચરમ અને અવક્તવ્યના ચરમ વિના અચરમ(મધ્યમ) ન હોય, તેથી ચરમ રહિત કેવળ
સંયોગવાળા ચાર ભંગ | અચરમ અને અવક્તવ્યના સંયોગવાળા ભંગ થતા નથી.