________________
દશમ પદ: ચરમ
.
વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં રત્નપ્રભા પૃથ્વી આદિ લોકના વિવિધ વિભાગો અને લોક-અલોકમાં પ્રાપ્ત થતાં ચરમ આદિ ચારે ભંગના અલ્પબદુત્વનું કથન છે. દ્રવ્યની અપેક્ષાએ અલ્પબહત્વ :- (૧) રત્નપ્રભા પૃથ્વીનો અચરમ ખંડ એકજ છે અને તે સૌથી અલ્પ છે. (૨) તેનાથી અનેક ચરમ અસંખ્યાતગુણા છે, કારણ કે ચરમખંડો(લોકાંત નિષ્ફટો) અસંખ્યાતા છે. (૩) તેનાથી એક અચરમ અને અનેક ચરમ, આ બંને મળીને અનેક ચરમથી વિશેષાધિક થાય છે. એક અચરમ દ્રવ્યને ચરમ દ્રવ્યોમાં ભેળવતાં અનેક ચરમોમાં એક સંખ્યાનો વધારો થાય છે, તેથી બંનેનો સમુદાય વિશેષાધિક કહેવાય છે. પ્રદેશોની અપેક્ષાએ – પ્રદેશોની દષ્ટિએ (૧) સર્વથી અલ્પ ચરમાંતપ્રદેશો છે, કારણ કે મધ્યનો અચરમખંડ વિસ્તત છે અને તેની અપેક્ષાએ ચરમખંડો નાના છે, તેથી તેના ચરમાંત પ્રદેશો અલ્પ છે. (૨) તેનાથી અચરમાંત પ્રદેશો અસંખ્યાતગુણા છે, કારણ કે તે ક્ષેત્ર અસંખ્યાતગુણું છે. (૩) તેનાથી ચરમાંતપ્રદેશો અને અચરમાંત પ્રદેશો બંને મળીને વિશેષાધિક છે, કારણ કે ચરમાંતપ્રદેશો અચરમાંતપ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે. તેથી અચરમાંતપ્રદેશોમાં ચરમાંતપ્રદેશો ઉમેરતાં તે અચરમાંત પ્રદેશોથી વિશેષાધિક જ થાય છે. દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએઃ- (૧) રત્નપ્રભા પૃથ્વીનો અચરમ એક હોવાથી સૌથી અલ્પ છે. (૨) તેનાથી અનેક ચરમ અસંખ્યાતગુણા અધિક છે. (૩) તેનાથી અચરમ અને અનેકચરમ બંને મળીને વિશેષાધિક છે. (૪) તેનાથી ચરમાન્ત પ્રદેશો અસંખ્યાતગુણા છે, કારણ કે દરેક ચરમખંડો અસંખ્ય પ્રદેશાત્મ હોય છે. તેથી ચરમાંત ખંડોથી ચરમાંતપ્રદેશો અસંખ્યાતગુણા થાય છે. તેનાથી અચરમાંતપ્રદેશો અસંખ્ય ગુણા છે (૬) તેનાથી ચરમાંત પ્રદેશો અને અચરમાંત પ્રદેશો બંને મળીને વિશેષાધિક છે.
રત્નપ્રભાપૃથ્વીના ચરાચરમાદિ સંબંધી અલ્પબદુત્વની પ્રરૂપણા સમાન જ શર્કરા પ્રભાથી લોક સુધીના સૂત્રોક્ત સ્થળોમાં પ્રાપ્ત ચરાચરમાદિ ભંગોનું અલ્પબદુત્વ સમજી લેવું જોઈએ. રત્નપ્રભા આદિમાં ચરમ-અચરમનું દ્રવ્યની અપેક્ષાએ અલ્પબહુત :વિકલ્પ પ્રમાણ
કારણ (૧) અચરમ
સર્વથી અલ્પ મધ્યવર્તી ખંડ એક જ છે.. (૨) અનેક ચરમ
અસંખ્યાત ગુણા | | પર્યતવર્તી નિષ્ફટો(ખૂણાઓ) અસંખ્યાત છે. (૩) અચરમ અને અનેક ચરમ | વિશેષાધિક
| ચરમ અને અચરમ બંને મળતાં એકનો વધારો થાય છે.
રત્નપ્રભા આદિમાં ચરમ-અચરમનું પ્રદેશની અપેક્ષાએ અલ્પબહત્વ :વિકલ્પ | પ્રમાણ
કારણ (૧) ચરમાંત પ્રદેશો
સર્વથી અલ્પ ખંડો નાના છે (૨) અચરમાંત પ્રદેશો
અસંખ્યાતગુણા ક્ષેત્ર અસંખ્યાતગણું મોટું છે. (૩) ચરમાંત-અચરમાંત પ્રદેશો વિશેષાધિક
બંને પ્રકારના પ્રદેશોની સાથે ગણના છે.