________________
| દશમું પદ : ચરમ
ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન! આ રત્નપ્રભા પૃથ્વીના એક અચરમ અને અનેક ચરમ, ચરમાંતપ્રદેશો તથા અચરમાન્ત પ્રદેશોમાં દ્રવ્યની અપેક્ષાએ, પ્રદેશોની અપેક્ષાએ અને દ્રવ્ય-પ્રદેશ (બંને)ની અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર– હે ગૌતમ! દ્રવ્યની અપેક્ષાએ- (૧) સર્વથી અલ્પ રત્નપ્રભા પૃથ્વીનો એક અચરમ છે. (૨) તેનાથી અનેક ચરમ અસંખ્યાત ગુણા છે. (૩) તેનાથી એક અચરમ અને અનેક ચરમ; આ બંને મળીને વિશેષાધિક છે. પ્રદેશોની અપેક્ષાએ (૧) સર્વથી થોડા રત્નપ્રભા પૃથ્વીના ચરમાન્ત પ્રદેશો છે. (૨) તેનાથી અચરમાન્ત પ્રદેશો અસંખ્યાતગુણા છે. (૩) તેનાથી ચરમાન્ત-અચરમાન્ત પ્રદેશો વિશેષાધિક છે. દ્રવ્ય–પ્રદેશની અપેક્ષાએ (૧) સર્વથી અલ્પ રત્નપ્રભા પૃથ્વીનો એક અચરમ છે. (૨) તેનાથી અનેક ચરમ અસંખ્યાતગુણા છે. (૩) તેનાથી એક અચરમ, અનેક ચરમ વિશેષાધિક છે. (૪) તેનાથી ચરમાન્ત પ્રદેશો અસંખ્યાત ગુણા છે. (૫) તેનાથી અચરમાન્ત પ્રદેશો અસંખ્યાત ગુણા છે. (૬) ચરમાન્ત-અચરમાન્ત પ્રદેશો વિશેષાધિક છે.
આ રીતે શર્કરાપ્રભાથી લઈને નીચે સાતમી તમસમાપુથ્વી સુધી તથા સૌધર્મ દેવલોકથી લઈને અય્યત દેવલોક, નવ રૈવેયક, પાંચ અનુત્તર વિમાન, ઈષ~ાભારાપૃથ્વી અને લોક સુધીના પ્રત્યેક સ્થાનમાં પૂર્વોક્ત રીતે અલ્પબદુત્વની પ્રરૂપણા કરવી જોઈએ. |४ अलोगस्सणं भंते ! अचरिमस्स य चरिमाण य चरिमंतपएसाण य अचरिमंतपए साण य दव्वट्ठयाए पएसट्ठयाए दव्वट्ठ-पएसट्ठयाए कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ?
गोयमा !सव्वत्थोवे अलोगस्स दव्वट्ठयाए-एगे अचरिमे, चरिमाइं असंखेज्जगुणाई, अचरिमंचचरिमाणि यदो वि विसेसाहियाई । पएसट्ठयाए- सव्वत्थोवा अलोगस्स चरिमंतपएसा, अचरिमंतपएसा अणंतगुणा, चरिमंतपएसा य अचरिमंतपएसा य दो वि विसेसाहिया। दव्वठ्ठपएसट्ठयाए- सव्वत्थोवे अलोगस्स दव्वट्ठयाए एगे अचरिमे, चरिमाइं असंखेज्जगुणाई, अचरिमंचचरिमाणि यदो वि विसेसाहियाई, चरिमंतपएसा असंखेज्जगुणा, अचरिमंतपए सा अणंतगुणा, चरिमंतपएसा य अचरिमंतपएसा य दो वि विसेसाहिया । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અલોકનો એક અચરમ, અનેક ચરમ, ચરમાંતપ્રદેશ અને અચરમાંત પ્રદેશોમાંથી દ્રવ્યની અપેક્ષાએ, પ્રદેશોની અપેક્ષાએ અને દ્રવ્ય-પ્રદેશોની અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર– હે ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાએ (૧) સર્વથી અલ્પ અલોકનો એક અચરમ છે. (૨) તેનાથી અનેક ચરમ અસંખ્યાતગુણા છે. (૩) તેનાથી એક અચરમ અને અનેક ચરમ, આ બંને મળીને વિશેષાધિક છે. પ્રદેશોની અપેક્ષાએ-(૧) સર્વથી અલ્પ અલોકના ચરમાંત પ્રદેશો છે, (૩) તેનાથી અચરમાંતપ્રદેશો અનંતગુણા છે. (૩) તેનાથી ચરમાંત પ્રદેશો અને અચરમાંત પ્રદેશો, આ બંને મળીને વિશેષાધિક છે. દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ- (૧) સર્વથી અલ્પ અલોકનો એક અચરમ છે, (૨) તેનાથી અનેક ચરમ અસંખ્યાતગુણા છે. (૩) તેનાથી એક અચરમ અને અનેક ચરમ, આ બંને વિશેષાધિક