________________
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૨
ઉપરોક્ત લોકની આકૃતિમાં દેખાતા અંતિમ અનેક ખૂણાઓને મધ્યવર્તી ભાગની અપેક્ષાએ ચરમ કહેવાય છે. તે નિષ્ફટ ભાગો અનેક હોવાથી અનેક ચરમ રૂપ ત્રીજો ભંગ ઘટિત થાય છે. ચરમ ખંડો ઘણા જ હોવાથી તેમાં એક ચરમ રૂપ પ્રથમ ભંગ થતો નથી. તે નિખૂટ ભાગોને છોડીને શેષ ભાગ મધ્યભાગ કહેવાય છે, તે મધ્યભાગ એક જ છે અને નિષ્કુટ ભાગોની અપેક્ષાએ અચરમ હોવાથી એક અચરમરૂપ છે. તેથી તેમાં બીજો ભંગ ઘટિત થાય છે. તેમજ તે મધ્યભાગ(અચરમખંડ) પિંડરૂપે એક જ હોવાથી અનેક અચરમરૂપ ચોથો ભંગ ટિત થતો નથી.
૯૨
આ ઉપરોક્ત ઘટિત થતાં ભંગરૂપ અનેક ચરમ અને એક અચરમ વિભાગોના પ્રદેશોને ક્રમશઃ ચરમાંત પ્રદેશો અને અચરમાંત પ્રદેશો કહેવાય છે, તેથી તે બંનેમાં પાંચમો, છઠ્ઠો ભંગ ટિત થાય છે. આ રીતે રત્નપ્રભા આદિ લોકના કોઈ પણ સ્થાનમાં બીજો, ત્રીજો, પાંચમો અને છઠ્ઠો તે ચાર ભંગ ઘટિત થાય છે.
તે જ રીતે અલોકમાં પણ પૂર્વવત્ ચાર ભંગ જ થાય છે. કારણ કે લોકના નિષ્કૃટો અલોકના ખૂણાઓમાં પ્રવિષ્ટ છે, તેમજ અલોકના નિષ્કૃટો લોક ખૂણાઓમાં પ્રવિષ્ટ છે. તેથી અલોકમાં પણ ચાર ભંગ થાય છે. રત્નપ્રભા પૃથ્વી આદિમાં ચરમ-અચરમના વિકલ્પો :–[દ્રવ્યાપ્રેક્ષયા અને વિભાગાપેક્ષયા]
વિકલ્પો
દ્રવ્યાપેક્ષયા
વિભાગાપેક્ષયા
૧.
ર.
૩.
૪.
૫.
9.
ચરમ
અચરમ
અનેક ચરમ
અનેક અચરમ
ચરમાત પ્રદેશ
અચરમાંત પ્રદેશ
X
X
X
X
X
X
X
✓
✓
X
ચરમ આદિ છ વિકલ્પોનું અલ્પબહુત્વ :
३ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए अचरिमस्स य चरिमाण य चरिमंतपसाण य अचरिमंतपएसाण य दव्वट्टयाए, परसट्टयाए, दव्वट्ठ-परसट्टयाए कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ?
गोयमा ! सव्वत्थोवे इमीसे रयणप्पभाए पुढवीए दव्वट्टयाए- एगे अचरिमे, चरिमाइं असंखेज्जगुणाई, अचरिमं च चरिमाणि य दो वि विसेसाहियाई । पएसट्टयाएसव्वत्थोवा इमीसे रयणप्पभाए पुढवीए चरिमंतपरसा, अचरिमंतपएसा असंखेज्जगुणा, चरिमंतपएसा य अचरिमंतपएसा य दो वि विसेसाहिया । दव्वट्ठपएसट्टयाए - सव्वत्थोवा इमीसे रयणप्पभाए पुढवीए दव्वट्टयाए एगे अचरिमे, चरिमाइं असंखेज्जगुणाई, अचरिमं च चरिमाणि य दो वि विसेसाहियाई, चरिमंतपएसा असंखेज्जगुणा, अचरिमंत असंखेज्जगुणा, चरिमंत- पएसा य अचरिमंतपएसा य दो वि विसेसाहिया । एवं जाव असत्तमा । सोहम्मस । जाव लोगस्स य एवं चेव ।