________________
આઠ પદ: સંજ્ઞા
૭૧ |
– આઠમું પદ: સંજ્ઞા
- RE/Zzzzzzzzzzz સંજ્ઞાઓના પ્રકાર:૨ જફ મેતે ! સો પત્તાશો ?
गोयमा !दस सण्णाओ पण्णत्ताओ, तंजहा- आहारसण्णा, भयसण्णा, मेहुणसण्णा, परिग्गहसण्णा, कोहसण्णा, माणसण्णा, मायासण्णा, लोभसण्णा, लोगसण्णा, ओघसण्णा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સંજ્ઞાઓના કેટલા પ્રકાર છે?
ઉત્તર-હે ગૌતમ! સંજ્ઞાઓના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) આહાર સંજ્ઞા (૨) ભય સંજ્ઞા (૩) મૈથુન સંજ્ઞા (૪) પરિગ્રહ સંજ્ઞા (૫) ક્રોધ સંજ્ઞા (૬) માન સંજ્ઞા (૭) માયા સંજ્ઞા (૮) લોભ સંજ્ઞા (૯) લોક સંજ્ઞા અને (૧૦) ઓઘ સંજ્ઞા. વિવેચન - સામો- (૧) સંજ્ઞાન સંજ્ઞા આમોઈ સંજ્ઞા એટલે આભોગ-ઇચ્છાપૂર્વકની, સંકલ્પપૂર્વકની પ્રવૃત્તિ. (૨) સંજ્ઞા નયા ગયે ગવતિ સંજ્ઞા જેના વડે “આ જીવ છે તેમ સંસારી જીવની ઓળખાણ થાય, તેને સંજ્ઞા કહે છે. (૩) વેદનીય અને મોહનીય કર્મના ઉદયથી તથા જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી આહારાદિ પ્રાપ્તિની અભિલાષા, રુચિ કે મનોવૃત્તિરૂપ વિવિધ પ્રકારની ક્રિયા થાય તેને સંજ્ઞા કહે છે. (૧) આહાર સંશા– સુધાવેદનીય કર્મના ઉદયથી આહારને માટે તથાવિધ પુદ્ગલોને ગ્રહણ કરવાની ઇચ્છા થવી, તે આહાર સંજ્ઞા છે. (૨) ભય સંજ્ઞા - ભય મોહનીય કર્મના ઉદયથી થતાં ભયના પરિણામ, તેમજ ભયાક્રાંત દષ્ટિ, મુખના વિકારો, રોમાંચ, કંપન આદિ જે ક્રિયા થાય, તે ભય સંજ્ઞા છે. (૩) મૈથુન સંજ્ઞા :- પુરુષવેદ મોહનીયકર્મના ઉદયથી સ્ત્રીની અભિલાષા, સ્ત્રીવેદ મોહનીય કર્મના ઉદયથી પુરુષની અભિલાષા અને નપુંસકવેદ મોહનીય કર્મના ઉદયથી બંનેની અભિલાષા, તે મૈથુન સંજ્ઞા છે તેમજ અંગસ્પર્શન, વદનની પ્રસન્નતા, દર્શનની ઝંખના આદિ દ્વારા મૈથુનેચ્છા પ્રગટ થાય, તે મૈથુનસંજ્ઞા છે. (૪) પરિગ્રહ સં:- લોભ મોહનીય કર્મના ઉદયથી સચિત્ત-અચિત્ત પદાર્થોને આસક્તિપૂર્વક સંચય કરવાની ક્રિયા, તે પરિગ્રહસંજ્ઞા છે. (૫) ક્રોધ સંશા - ક્રોધ મોહનીય કર્મના ઉદયથી પ્રાણીના મુખ કે શરીર આદિ વિકૃત થવા, નેત્ર લાલ થવા, હોઠ ફરકવા આદિ ક્રિયા, તે ક્રોધસંજ્ઞા. (ઈ માન સંસા:- માન મોહનીય કર્મના ઉદયથી અહંકાર, દર્પ, ગર્વ આદિના પરિણામ થાય, તે માન સંજ્ઞા. () માયા સંજ્ઞા - માયા મોહનીય કર્મના ઉદયથી અશુભ અધ્યવસાયપૂર્વક મિથ્યાભાષણ, કપટ આદિ ક્રિયા કરવાની વૃત્તિ, તે માયા સંજ્ઞા.