________________
[ ૭૦ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
આઠમું પદ પરિચય શિક થી ક ક ક ક ક ક ક વીક ડીડી
ડી ડી :
આ પદનું નામ “સંજ્ઞાપદ છે.
સંજ્ઞા શબ્દ જૈન દર્શનનો પારિભાષિક શબ્દ છે. વ્યુત્પત્તિ અનુસાર તેની ભિન્ન-ભિન્ન પરિભાષા થઈ શકે છે. સામાન્ય રીતે સંજ્ઞા એટલે જીવોની મનોવૃત્તિ અને તેનું પ્રગટીકરણ. સંજ્ઞા દ્વારા કોઈ પણ પ્રાણીના જીવનનું અધ્યયન થઈ શકે છે. વ્યક્તિ પોતાની સંજ્ઞાઓનું ઊંડાણપૂર્વક આત્મનિરીક્ષણ કરીને ક્રમશઃ આંતરિક પરિવર્તન પામી શકે છે. આ રીતે આધ્યાત્મિક સાધનામાં સંજ્ઞાઓનું જ્ઞાન, તેની તીવ્રતા-મંદતા વગેરે વિગતો ઉપયોગી સિદ્ધ થાય છે.
- આ પદમાં સર્વપ્રથમ આહારાદિ દશ સંજ્ઞાઓનો નામોલ્લેખ કરીને સમુચ્ચયરૂપે નૈરયિકોથી લઈને વૈમાનિકો સુધીના સર્વ સંસારી જીવોમાં આ દશે ય સંજ્ઞાઓનો ન્યૂનાધિકરૂપે સદભાવ દર્શાવ્યો છે. એકેન્દ્રિય જીવોમાં આ સંજ્ઞાઓ અવ્યક્તરૂપે હોય છે અને ઉત્તરોત્તર ઇન્દ્રિયોના વિકાસની સાથે જીવોમાં સંજ્ઞાઓ સ્પષ્ટરૂપે ઉપલબ્ધ થાય છે. ત્યાર પછી આ દશ સંજ્ઞાઓમાંથી આહારાદિ ચાર મુખ્ય સંજ્ઞાઓના અલ્પબદુત્વની ચાર ગતિના જીવોની અપેક્ષાએ વિચારણા કરવામાં આવી છે. નિષ્કર્ષ :- (૧) નારકીમાં પ્રાયઃ ભય સંજ્ઞા, અને ક્રોધ સંજ્ઞા અધિક હોય છે. (૨) તિયચોમાં પ્રાયઃ આહાર સંજ્ઞા અને માયા સંજ્ઞા અધિક હોય છે. (૩) મનુષ્યોમાં પ્રાયઃ મૈથુન સંજ્ઞા અને માન સંજ્ઞા અધિક હોય છે. (૪) દેવતાઓમાં પ્રાયઃ પરિગ્રહ સંજ્ઞા અને લોભ સંજ્ઞા અધિક હોય છે.
પ્રસ્તુત પદમાં આહારાદિ ચારે સંજ્ઞાની ઉત્પત્તિના કારણોનું કથન નથી પરંતુ શ્રી સ્થાનાંગ સૂત્ર સ્થાન-૪માં તેના કારણોનું નિરૂપણ છે. તે આ પ્રમાણે છેઆહાર સંશા ઉત્પન્ન થવાનાં ચાર કારણો– (૧) સુધાવેદનીયના ઉદયથી (૨) આહારનું ચિંતન કરવાથી, (૩) પેટ ખાલી થવાથી અને (૪) ખાદ્ય સામગ્રી જોવાથી. ભય સંશા ઉત્પન્ન થવાનાં ચાર કારણો– (૧) ભયમોહનીય કર્મના ઉદયથી (૨) ભયનું ચિંતન કરવાથી, (૩) અધીરાઈથી અને (૪) ભયોત્પાદક દશ્ય જોવાથી. મૈથન સંજ્ઞા ઉત્પન થવાનાં ચાર કારણો– (૧) વેદમોહનીય કર્મના ઉદયથી, (૨) સ્ત્રી, પુરુષનું ચિંતન કરવાથી, (૩) હાંડ માંસ પુષ્ટ થવાથી અને (૪) સ્ત્રી, પુરુષને જોવાથી. પરિગ્રહ સંશા ઉત્પન્ન થવાનાં ચાર કારણો– (૧) લોભ મોહનીય કર્મના ઉદયથી (૨) પરિગ્રહની સામગ્રીનું ચિંતન કરવાથી (૩) ગરીબાઈથી અને (૪) પરિગ્રહ યોગ્ય સામગ્રી જોવાથી.
- બાહ્ય અને આત્યંતર કારણોને લઈ ચાર સંજ્ઞાના ઉત્પન્ન થવાના આ ચાર-ચાર કારણો કહ્યા છે. તેમાં સામગ્રી અને વાતાવરણ, તે બાહ્ય કારણ છે તથા વૃત્તિ અને કર્મોદય, તે આત્યંતર કારણ છે.