________________
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૨
કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય સત્તર પખવાડિયે, ઉત્કૃષ્ટ અઢાર પખવાડિયે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે.
SS
| १५ आणयदेवा णं भंते ! केवइययकालस्स जाव णीससंति वा ? गोयमा ! जहण्णेणं अट्ठारसण्हं पक्खाणं उक्कोसेणं एगूणवीसाए पक्खाणं आणमंति वा जावणीससंति वा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! આનત કલ્પના દેવો કેટલા કાળે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે? ઉત્ત૨– હે ગૌતમ ! જઘન્ય અઢાર પખવાડિયે, ઉત્કૃષ્ટ ઓગણીસ પખવાડિયે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે.
१६ पाणयदेवा णं भंते ! केवइय कालस्स आणमंति वा जावणीससंति वा ? गोयमा ! जहण्णेणं एगूणवीसाए पक्खाणं, उक्कोसेणं वीसाए पक्खाणं आणमंति वा जाव णीससंति वा । ભાવાર્થ: :- પ્રશ્ન- હે ભગવન્ ! પ્રાણત કલ્પના દેવો કેટલા કાળે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય ઓગણીસ પખવાડિયે, ઉત્કૃષ્ટ વીસ પખવાડિયે આંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે.
१७ आरणदेवा णं भंते ! केवइय कालस्स आणमंति वा जावणीससंति वा ? गोयमा ! जहण्णेणं वीसाए पक्खाणं, उक्कोसेणं एगवीसाए पक्खाणं आणमंति वा जावणीससंति वा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! આરણ કલ્પના દેવો કેટલા કાળે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય વીસ પખવાડિયે, ઉત્કૃષ્ટ એકવીસ પખવાડિયે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે.
| १८ अच्चुयदेवा णं भंते! केवइयकालस्स आणमंति वा जाव णीससंति वा ? गोयमा ! जहणणं एगवीसाए पक्खाणं उक्कोसेणं बावीसाए पक्खाणं आणमंति जाव णीससंति वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અચ્યુતકલ્પના દેવો કેટલા કાળે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એકવીસ પખવાડિયે, ઉત્કૃષ્ટ બાવીસ પખવાડિયે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે
१९ हेट्ठिमट्ठिमगेवेज्जगदेवा णं भंते ! केवइयकालस्स आणमंति वा जावणीससंति वा ? गोयमा ! जहण्णेणं बावीसाए पक्खाणं उक्कोसेणं तेवीसाए पक्खाणं आमंति जावणीससंति वा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અધસ્તન-અધસ્તન ત્રૈવેયક વિમાનના દેવો કેટલા કાળે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે? ઉત્તર− હે ગૌતમ ! જઘન્ય બાવીસ પખવાડિયે, ઉત્કૃષ્ટ ત્રેવીસ પખવાડિયે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે.
२० हेट्टिम-मज्झिमवेज्जगदेवा णं भंते! केवइयकालस्स आणमंति वा जावणीस वा ? गोयमा ! जहण्णेणं तेवीसाए पक्खाणं, उक्कोसेणं चडवीसाए पक्खाणं आणमंति वा जावणीससंति वा ।