________________
[૪૮]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
અને ૮ વ્યંતર દેવ. આ સર્વ મળીને ૧+૪૮+૫+૧૮ = ૭ર ભેદ થાય છે.
પ્રસ્તુત પ્રસંગમાં સમુચ્ચય તિર્યંચ પંચેન્દ્રિયની ગતિનું કથન છે. જળચર આદિ પાંચ ભેદોની અપેક્ષાએ સ્પષ્ટીકરણ નથી. પૂર્વ સૂત્રોમાં નરકની આગતિના કથનમાં તેનું સ્પષ્ટીકરણ છે. તદનુસાર જલચર તિર્યંચમાં પુરુષવેદી અને નપુંસકવેદી જલચર તિર્યંચ મરીને સાતે નરકમાં જાય છે. સ્ત્રીવેદી જલચર તિર્યંચ મરીને છ નરકમાં જાય છે. ઉરપરિસર્પ તિર્યંચ પંચેન્દ્રિય મરીને પાંચ નરકમાં જાય છે. ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય મરીને ચાર નરકમાં જાય છે. ખેચર તિર્યંચ મરીને ત્રણ નરકમાં અને ભુજપરિસર્પ તિર્યંચ મરીને બે નરકમાં જાય છે.
ગતાગતના થોકડામાં પણ જળચરાદિ પાંચે સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની ગતિનું જીવના પ૩ ભેદોની અપેક્ષાએ અલગ-અલગ કથન છે. મનુષ્યોની ગતિ:१५५ मणुस्सा णं भंते ! अणंतरं उव्वद्वित्ता कहिं गच्छंति ? कहिं उववज्जंति? किं णेरइएसु उववज्जति जावदेवेसु उववज्जति ? गोयमा ! णेरइएसु वि उववज्जति जाव देवेसु वि उववति । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! મનુષ્યો મૃત્યુ પામીને તુરંત ક્યાં જાય છે? ક્યાં ઉત્પન્ન થાય છે? શું તેઓ નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે કે યાવતું દેવોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! મનુષ્યો મૃત્યુ પામીને નૈરયિકોમાં પણ ઉત્પન્ન થાય છે યાવતુ દેવોમાં પણ ઉત્પન્ન થાય છે. १५६ एवं णिरंतरं सव्वेसु ठाणेसु पुच्छा ? गोयमा ! सव्वेसु ठाणेसु उववज्जंति, ण कहिंचि पडिसेहो कायव्वो जाव सव्वट्ठसिद्धदेवेसु वि उववति, अत्थेगइया सिझंति बुज्झति मुच्चंति परिणिव्वायंति सव्वदुक्खाणं अंतं करेति । ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! શું મનુષ્યો મૃત્યુ પામીને નૈરયિકાદિ સર્વ સ્થાનોમાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! મનુષ્યો સર્વ સ્થાનોમાં ઉત્પન્ન થાય છે, ક્યાંય પણ તેની ઉત્પત્તિનો નિષેધ નથી યાવતુ સર્વાર્થસિદ્ધ દેવો સુધી મનુષ્ય ઉત્પન્ન થાય છે અને કેટલાક મનુષ્યો સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે મુક્ત થાય છે, પરિનિર્વાણને પ્રાપ્ત કરે છે અને સર્વ દુઃખોનો અંત કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મનુષ્યોની ગતિનું પ્રતિપાદન છે. મનુષ્યો મૃત્યુ પામીને ચારે ય ગતિના ૨૪ દંડકના દરેક સ્થાનમાં ઉત્પન્ન થાય છે. તે ઉપરાંત કેટલાક કર્મભૂમિના ગર્ભજ મનુષ્યો સર્વ કર્મોનો ક્ષય કરીને સિદ્ધગતિને પણ પ્રાપ્ત કરે છે. સંસી મનુષ્યોની ગતિ ૧૧૦+૧સિદ્ધ-૧૧૧ ભેદની– ચારે ય ગતિના ૧૧૦ ભેદ અને સંજ્ઞી મનુષ્ય સિદ્ધ પણ થઈ શકે છે, તેથી સિદ્ધગતિ સહિત ૧૧૧ ભેદની ગતિ છે.
પ્રસ્તુત સૂત્રમાં સમુચ્ચય રીતે મનુષ્યોની ગતિનું નિરૂપણ છે છતાં અન્ય જીવોની આગતિને જોતાં સંમૂર્છાિમ મનુષ્યોની અને યુગલિક મનુષ્યોની ગતિ આ પ્રમાણે સમજવી