________________
| છઠ્ઠ પદ : વ્યુત્ક્રાંતિ
[૪૭] उववजंति ? गोयमा ! सव्वेसु चेव उववति । एवं वाणमंतर-जोइसिय-वेमाणिएसु णिरंतरं उववज्जति जाव सहस्सारो कप्पो त्ति । ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! તિર્યંચ પંચેન્દ્રિય જો ભવનપતિ દેવોમાં ઉત્પન્ન થાય છે, તો શું અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે કે વાવત સ્વનિતકુમારોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! સર્વ ભવનપતિઓમાં ઉત્પન્ન થાય છે. આ રીતે વાણવ્યંતર, જ્યોતિષી અને સહસારકલ્પ સુધીના વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં તિર્યંચ પંચેન્દ્રિય જીવોની ગતિનું કથન છે.
તિર્યંચ પંચેન્દ્રિય મૃત્યુ પામીને ચારે ગતિમાં જઈ શકે છે. સૂત્રકારે સંજ્ઞી અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયના ભેદ કર્યા વિના સમુચ્ચય તિર્યંચ પંચેન્દ્રિયની ગતિનું નિરૂપણ કર્યું છે.
નારક અને દેવોના ઉપપાતને જોતાં સ્પષ્ટ થાય છે કે અસલી તિર્યંચ પંચેન્દ્રિય પહેલી નરકમાં અને ભવનપતિ અને વ્યતર જાતિના દેવોમાં ઉત્પન્ન થાય છે, ત્યાર પછીની નરકમાં અને દેવોમાં ઉત્પન્ન થતા નથી.
સંજી તિર્યંચ સાતે નરકમાં અને ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને આઠદેવલોક સુધીના વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે પરંતુ નવમા દેવલોકથી ઉપરના દેવલોકમાં તે ઉત્પન્ન થતાં નથી. ત્યાં કર્મભૂમિના ગર્ભજ મનુષ્યો જ જઈ શકે છે.
આ રીતે તિર્યંચ પંચેન્દ્રિયની ઉત્પત્તિ અનુસાર તેની ગતિ સર્વત્થાનમાં થાય છે. તેની વિશેષતા સૂત્રકારે નવાં. શબ્દથી પ્રગટ કરી છે. નવરં અણેનવાસી પતિ પતે સવવનંતિ – તિર્યંચ પંચેન્દ્રિયની આગતિમાં યુગલિક તિર્યંચ અને યુગલિક મનુષ્યોનો નિષેધ કર્યો છે કારણ કે યુગલિકો મરીને દેવગતિમાં જ જાય છે. તિર્યંચ પંચેન્દ્રિયો મરીને યુગલિક તિર્યંચ અને યુગલિક મનુષ્ય રૂપે ઉત્પન્ન થઈ શકે છે. તેમાં સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયો મરીને ૩૦ અકર્મભૂમિ અને પદઅંતરદ્વીપ, આ ક્ષેત્રના યુગલિક મનુષ્યપણે અને યુગલિક સ્થલચર, ખેચરપણે ઉત્પન્ન થાય છે તથા અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયો પ૬ અંતરદ્વીપના યુગલિક મનુષ્યપણે અને સ્થલચર તથા ખેચર તિર્યંચ યુગલિકપણે ઉત્પન્ન થાય છે. સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની ગતિ ૯૨ ભેદની નરકના ૭ ભેદ; તિર્યંચના ૪૮ ભેદ; મનુષ્યના ૬ ભેદસમૂર્છાિમ મનુષ્યોના અપર્યાપ્તા, સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ મનુષ્યોના પર્યાપ્તા અને અપર્યાપ્તા, અસંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ, અકર્મભૂમિ અને અંતદ્વીપૂંજ તે ત્રણ પ્રકારના યુગલિક મનુષ્યો ૧+૨+૩ = ૬ ભેદ. દેવના આઠમા દેવલોક પર્વતના(૧૦ ભવનપતિ+૮ વ્યંતર+૫ જ્યોતિષી+૮ દેવલોક) ૩૧ ભેદ; આ સર્વ મળીને ૭+૪૮++૩૧ = ૯૨ જીવના ભેદમાં સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની ગતિ થાય છે.
અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની ગતિનું અલગ કથન નથી, છતાં પણ તેમની ગતિ આ પ્રમાણે સમજવીઅસલી તિર્યંચ પચેજિયની ગતિ ૭૨ ભેદની- નરકનો ૧ ભેદ–પ્રથમ નરક, તિર્યંચના ૪૮ ભેદ, મનુષ્યના ૫ ભેદ– ૬ભેદમાંથી અકર્મભૂમિજ યુગલિકને વર્જીને શેષ ૫; દેવના ૧૮ ભેદ- ૧૦ ભવનપતિ