________________
૩૦
સ્વંયબુદ્ધ અને પ્રત્યેક બુદ્ધનો તફાવત ઃ– સ્વયંબુદ્ધ
(૧) બાહ્ય નિમિત્ત વિના અંતરંગ નિમિત્ત (જાતિસ્મરણ આદિ)થી બોધિની પ્રાપ્તિ. (૨) એકાકી કે ગચ્છમાં, એમ બંને રૂપે વિચરે. (૩) તીર્થંકરો અને તીર્થંકર સિવાયના, એમ બંને પ્રકારના જીવો હોય.
(૪) પૂર્વજન્મનું ભણેલું શ્રુતજ્ઞાન ન હોય તો ગુરુ પાસે યુનિલિંગ સ્વીકારે અને ગચ્છમાં જ
હે..
। પૂર્વજન્મનું ભણેલું
શ્રુત જ્ઞાન હોય તો
દેવતા મુનિર્લિંગ આપે
અને એકાકી વિચરે
|
।
છે
અથવા ગુરુ પાસે મુનિર્લિંગ સ્વીકારે
|
|
| અને ગચ્છમાં રહે.
|(પ) પાત્રાદિ ૧૨ પ્રકારની ઉપધિ હોય. જઘન્યમાં યથેચ્છ ન્યૂનાધિક ઉપધિ હોય છે.
(૬) ત્રણે વેદવાળા હોય.
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૧
પ્રત્યેક બુદ્ધ
(૧) બાહ્ય પદાર્થોના નિમિત્તથી બોધિની પ્રાપ્તિ.
(૨) એકાકી રૂપે જ વિચરે
(૩) તીર્થંકર સિવાયના જીવો જ હોય છે.
(૪) જઘન્ય ૧૧ અંગ અને ઉત્કૃષ્ટ કાંઈક ન્યૂન ૧૦ પૂર્વનું શ્રુતજ્ઞાન પૂર્વજન્મનું ભળેલું હોય. દેવતા મુનિર્લિંગ આપે અથવા સ્વયં આવશ્યક ઉપકરણોની યાચના કરે.
(૫) જઘન્ય બે પ્રકારની અને ઉત્કૃષ્ટ નવ પ્રકારની ઉપધિ હોય.
(૬) પુરુષ અને પુરુષ નપુંસક બે લિંગવાળા હોય.
(૭) બુઢ્ઢબોધિત સિદ્ધ :— બુદ્ધ અર્થાત્ બોધને પ્રાપ્ત થયેલા. તીર્થંકર કે આચાર્યાદિ દ્વારા પ્રબુદ્ધ થઈને જે વો સિદ્ધ થાય, તેને બુદ્ધોધિત સિદ્ધ કહે છે, જેમ કે ગણધરો.
(૮) સ્ત્રીલિંગ સિદ્ધ :− લિંગ = ચિહ્ન. સ્ત્રીના ચિહ્ન હોય, તેને સ્ત્રીલિંગ કહેવાય છે. સ્ત્રીલિંગ ત્રણ પ્રકારે પ્રગટ થાય છે– (૧) સ્ત્રી વેદ, (ર) સ્ત્રી શરીરની રચના અને (૩) સ્ત્રીની વેશભૂષા. આ ત્રણેય પ્રકારના લિંગમાં અહીં સ્ત્રી શરીરરચનાથી પ્રયોજન છે. વેદ અને વેશભૂષાથી નહીં, કારણ કે સ્ત્રીવેદ મોહનીયકર્મના ઉદયજન્ય છે. તેની વિદ્યમાનતામાં સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. વેશભૂષા અને સિદ્ધિને કોઈ સંબંધ નથી. સ્ત્રી શરીરે સિદ્ધ થાય તેને જ અહીં સ્ત્રીલિંગ સિદ્ધ સમજવા, જેમ કે ચંદનબાળા આદિ.
સ્ત્રીલિંગ સિદ્ધ નામના ભેદ સહિત પંદર પ્રકારે સિદ્ધ થાય છે, તે વાત દિગંબર ગ્રંચોમાં પણ વર્ણિત છે. છતાં દિગંબર જૈનો સ્ત્રીઓને મુક્તિ-નિર્વાણની પ્રાપ્તિનો નિષેધ કરે છે. વાસ્તવમાં મોક્ષમાર્ગ સમ્યગ્ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ છે. આ રત્નત્રયની સાધના પુરુષોની જેમ સ્ત્રીઓ અને નપુંસકો પણ કરી શકે છે. રત્નત્રયની રુચિ, શ્રદ્ધા કે સાધનામાં લિંગ(સ્ત્રી કે નપુંસક) બાધક બનતું નથી. દિગંબર જૈનોની તે પ્રકારની વિચારધારાનું ખંડન પ્રસ્તૃત પાઠ્યી અને અનેક આગમ વર્ણનોથી થઈ જાય છે. પરંતુ તેઓ આ દ્વાદશાંગીરૂપ શાસ્ત્રોને જ માનતા નથી, ગ્રંથોને માને છે.
(૯) પુરુષલિંગ સિદ્ધ – પુરુષ શરીરે સિદ્ધ થાય તે પુરુષલિંગસિદ્ધ કહેવાય છે યથા– જંબુસ્વામી આદિ. (૧૦) નપુંસકલિંગ સિદ્ઘ ઃ- નપુંસક શરીરે જે સિદ્ધ થાય તે નપુંસકલિંગ સિદ્ધ કહેવાય છે. થયા ગાંગેય અણગાર. કોઈ જન્મથી નપુંસક હોય છે અને કોઈ કૃત્રિમ નપુંસક હોય છે. આ સર્વ નપુંસકોનો બે ભેદમાં સમાવેશ થાય છે, યથા- (૧) સ્ત્રી નપુંસક અને (૨) પુરુષ નપુંસક. સ્ત્રીના અવયવોની