________________
પ્રથમ પદ : પ્રશાપના
૨૯
સિદ્ધ, અસંખ્યાત સમયના સિદ્ધ અને અનંત સમયના સિદ્ધ. આ પરંપરસિદ્ધ અસંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપના છે. આ અસંસાર સમાપન્ન જીવોની પ્રરૂપણા પૂર્ણ થઈ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અસંસાર સમાપન્ન એટલે સિદ્ધ જીવોના ભેદ-પ્રભેદનું નિરૂપણ છે. સિદ્ધ થવાના સમયની અપેક્ષાએ તેના મુખ્ય બે ભેદ છે– (૧) અનંતર સિદ્ધ અને (૨) પરંપર સિદ્ધ.
=
અનંતર અસંસાર સમાપન્ન જીવ :- જે સિદ્ધ જીવોને સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ પછી સમયમાત્રનું અંતર(વ્યવધાન) થયું નથી અર્થાત્ જે સિદ્ધ અવસ્થાના પ્રથમ સમયમાં વર્તી રહ્યા છે, તે સિદ્ધ જીવો અનંતર સિદ્ધ કહેવાય છે. સિદ્ધના જીવો પૂર્ણ શુદ્ધ છે, અનંત સિદ્ધો એક સમાન છે, તેમાં કોઈપણ ભેદ સંભવિત નથી. તેમ છતાં અનંતર સિદ્ધોની પૂર્વાવસ્થા(મનુષ્યભવ)ની બાહ્ય-આત્યંતર વિવિધ વિશિષ્ટતાઓના આધારે તેના પંદર પ્રકાર કહ્યા છે.
(૧) તીર્થસિદ્ધ :– જેના આધારે સંસાર સાગરને તરી શકાય તેને તીર્થ કહે છે. નિર્મૂથ પ્રવચન તીર્થ છે. તીર્થંકરોને કેવળજ્ઞાન, કેવળદર્શનની પ્રાપ્તિ થાય ત્યાર પછી ઉપદેશ આપે છે અને પ્રથમ દેશનામાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચાર તીર્થની સ્થાપના કરે છે. તીર્થની સ્થાપના પછી તીર્થ પ્રવર્તનકાળ દરમ્યાન જે સિદ્ધ થાય, તેને તીર્થ સિદ્ધ કહે છે. યથા- ગૌતમાદિ ગણધર,
(૨) અતીર્થસિદ્ધ :– તીર્થના અભાવને અતીર્થ કહે છે. તીર્થનો અભાવ બે પ્રકારે થાય છે– (૧) તીર્થની સ્થાપના જ ન થઈ હોય તે કાળ અને (ર) તીર્થ વિચ્છેદનો કાળ. આવા અતીર્થકાળમાં જે જીવ સિદ્ધ થાય તે અતીર્થસિદ્ધ છે. યથા
(૧) ઋષભદેવ ભગવાને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પ્રથમ દેશનામાં તીર્થની સ્થાપના કરી. આ તીર્થસ્થાપના પૂર્વે જ મરુદેવામાતા મોઢે પધાર્યા હતા તેથી મરુદેવામાતા અતીર્થ સિદ્ધ કહેવાય છે.
(ર) તીર્થની સ્થાપના થયા પછી કાલાન્તરમાં તીર્થનો વિચ્છેદ થાય છે. નવમા સુવિધિનાથ ભગવાનથી પંદરમા ધર્મનાથ ભગવાન સુધીના સાત તીર્થંકરોનું શાસન સમયાંતરે વિચ્છેદ ગયું હતું, શ્રુતજ્ઞાનનો વિચ્છેદ થાય ત્યારે જ શાસન વિચ્છેદ ગયું ગણાય. આ કાળ પણ અતીર્થ કહેવાય છે. અતીર્થમાં સ્વયંબુદ્ધ અને પ્રત્યેકબુદ્ધ સિદ્ધ થઈ શકે છે. (શ્રી ભગવતી સૂત્ર, શતક–૨૫, ઉદ્દેશક–૬, દ્વાર–૮)
(૩) તીર્થંકર સિદ્ધ :– તીર્થંકરની પદવીને પ્રાપ્ત કરીને જે સિદ્ધ થાય છે, તે તીર્થંકર સિદ્ધ કહેવાય છે. જેમ કે ચોવીસ તીર્થંકરો.
(૪) અતીર્થંકર સિદ્ઘ :– સામાન્ય કેવળી રૂપે જે સિદ્ધ થાય તે અતીર્થંકર સિદ્ધ કહેવાય છે. તીર્થંકર સિવાયના સિદ્ધ થયેલા ગૌતમાદિ સર્વ જીવો અતીર્થંકર સિદ્ધ છે.
(પ) સ્વયંબુદ્ધ સિદ્ધ :- જાતિસ્મરાજ્ઞાન અથવા અવધિજ્ઞાન આદિના નિમિત્તથી બીજાના ઉપદેશ વિના સ્વતઃ ધર્મબોધ પામીને જે સિદ્ધ થાય છે, તેને સ્વયંબુદ્ધ સિદ્ધ કહે છે, જેમ કે તીર્થંકર. તીર્થંકરો નિયમા સ્વયંબુદ્ધ જ હોય છે. તે સિવાયના જીવો પણ સ્વયંબુદ્ધ થઈ શકે છે.
(5) પ્રત્યેકબુદ્ધ સિદ્ધ :– કોઈ પદાર્થ, પ્રાણી, તેની અવસ્થા અથવા કોઈ પણ બાહ્ય પ્રસંગોના નિમિત્તે બૌધ પામીને સિદ્ધ થાય, તેને પ્રત્યેક બુદ્ધ કહે છે. જેમકે કરડૂ વગેરે ચારે ય પ્રત્યેકબુદ્ધ સિદ્ધ થયા.