________________
[૧૪]
શ્રી પન્નવણા સુa: ભાગ-૧
આ રીતે પુદ્ગલાસ્તિકાયના પાંચ વર્ણ + બે ગંધ + પાંચ રસ + આઠ સ્પર્શ + પાંચ સંસ્થાન = ૨૫ પ્રભેદ થાય છે. તેમાં વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ તે મૂળગુણ નિત્ય છે અને કૃષ્ણ, નીલ આદિ પર્યાયો અનિત્ય છે તેથી તેમાં પરિવર્તન થયા જ કરે છે. પરમાણુ યુદગલમાં વણદિ:- પરમાણુ નિરંશ અપ્રદેશી હોવાથી તેમાં કોઈ પણ એક વર્ણ, એક ગંધ. એક રસ અને બે સ્પર્શ હોય છે. આઠ સ્પર્શમાંથી શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ આ ચાર મૂળ સ્પર્શ છે. તે ચાર સ્પર્શમાંથી પરમાણુમાં શીત-ઉષ્ણમાંથી કોઈ પણ એક અને સ્નિગ્ધ-રૂક્ષમાંથી કોઈ પણ એક સ્પર્શ હોય છે. આ રીતે પરમાણુમાં કોઈ પણ બે સ્પર્શ હોય છે. શેષ ચાર સ્પર્શ કર્કશ, સુંવાળો, ભારે અને હલકો તે સાંયોગિક સ્પર્શ છે. જ્યારે અનેક સ્નિગ્ધ પરમાણુ ભેગા થાય ત્યારે તેનો સ્પર્શ સુંવાળો લાગે છે તે જ રીતે રૂક્ષ પરમાણુ ભેગા થાય ત્યારે તેનો સ્પર્શ કર્કશ લાગે છે. આ સાંયોગિક સ્પર્શી અનેક પરમાણુઓથી બનેલા અનંતપ્રદેશી ચૂલ સ્કંધોમાં જ હોય છે. એક પરમાણમાં હોતા નથી.
સ્કંધ અનેક પરમાણુના સમૂહરૂપ હોવાથી તેમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન હોય શકે છે.
રૂપી અજીવ(પુગલાસ્તિકાય)ના ચાર ભેદ અને તેના ર૫ ગુણ
સ્કંધ
દેશ
પ્રદેશ
પરમાણુ
વર્ણ ગંધ રસ (૧) (૧) (૧)
સ્પર્શ સંસ્થાન (૨) (૧)
વર્ણ બંધ રસ સ્પર્શ સંસ્થાન (૫) (૨) (૫) (૮) (૫) કાળો સુરભિ તીખો કર્કશ-મૃદુ પરિમંડલ નીલો દુરભિ કડવો લઘુ-ગુરુ વૃત્ત લાલ
કષાયેલો શીત–ઉષ્ણ ત્રિકોણ પીળો
ખાટો સ્નિગ્ધ-રૂક્ષ ચોરસ મીઠો
આયત ૫+ ૨+૫ +૮+ ૫ = ૨૫
શ્વેત
રૂપી અજીવના પ૩૦ ભંગો:| ९ जेवण्णओ कालवण्णपरिणया-से गंधओ सुब्भिगंधपरिणया विदुब्भिगंधपरिणया वि, रसओ तित्तरसपरिणया वि कडुयरसपरिणया वि कसायरसपरिणया वि अंबिलरसपरिणया वि महुररसपरिणया वि, फासओकक्खडफासपरिणया विमउयफासपरिणया विगरुयफासपरिणया