________________
પ્રથમ પદ:પ્રજ્ઞાપના
.
– પ્રથમ પદ: પ્રજ્ઞાપના – zzzzzzzzzzzzz પ્રારંભિક
ववगयजर-मरणभए, सिद्धे अभिवंदिऊण तिविहेणं । वंदामि जिणवरिंद, तेलोक्कगुरुं महावीरं ॥१॥ सुयरयणणिहाणं, जिणवरेण भवियजणणिव्वुइकरेणं । उवदंसिया भगवया, पण्णवणा सव्वभावाणं ॥२॥ अज्झयणमिणं चित्तं, सुयरयणं दिट्ठिवायणीसंदं ।
जह वण्णियं भगवया, अहमवि तह वण्णइस्सामि ॥३॥ ભાવાર્થ:- (ગાથાર્થ) જરા, મૃત્યુ અને ભયથી રહિત સિદ્ધોને ત્રિવિધ વંદન કરીને સૈલોક્ય ગુરુ જિનેશ્વર શ્રી મહાવીર સ્વામીને વંદન કરું છું.. ૧
ભવી જીવોને નિર્વાણનો ઉપદેશ આપનારા જિનેશ્વર ભગવાને કૂતરત્નનિધિરૂપ સર્વભાવોની પ્રજ્ઞાપનાનો ઉપદેશ આપ્યો છે. ૨.
દષ્ટિવાદના સારભૂત, વિવિધતાઓથી યુક્ત, શ્રુતરત્નસમ આ અધ્યયનનું-પ્રજ્ઞાપના સૂત્રનું શ્રી તીર્થકર ભગવાને જેવું વર્ણન કર્યું છે, તેવું જ વર્ણન હું પણ(શ્યામાચાર્ય) કરીશ.|| ૩ | વિવેચન :
પ્રસ્તુત ત્રણ ગાથામાંથી પ્રથમ ગાથામાં સૂત્રકારે મંગલાચરણરૂપે સિદ્ધ ભગવંતોને અને શાસનપતિ ભગવાન મહાવીર સ્વામીને વંદન કર્યા છે. ત્યાર પછી બે ગાથામાં પ્રસ્તુત સૂત્ર રચનાની અને દષ્ટિવાદથી નિહણ(ઉદ્ધરણ) કરવાની પ્રતિજ્ઞા કરી છે. મંગલાચરણ - વ્યાખ્યાકારોએ મંગલના ત્રણ પ્રકાર બતાવ્યા છે. આદિ, મધ્ય અને અંતિમ મંગલ. શાસ્ત્રના પ્રારંભમાં જે મંગલાચરણ કરવામાં આવે, તે આદિ મંગલ કહેવાય છે. તેના ત્રણ કારણ છે– (૧) વિઘ્નોના ઉપશમ માટે (ર) અશુભ કર્મોના ક્ષય માટે અને (૩) શિષ્ટજનોની પરંપરાના પાલન માટે, આદિ મંગલ કરાય છે. વ્યાખ્યાકારના કથન પ્રમાણે શાસ્ત્રીય જ્ઞાનને સ્થિર કરવા માટે મધ્ય મંગલ હોય છે.
શિષ્ય પરંપરાએ શાસ્ત્રની વિચારધારાને અક્ષણ બનાત્રવવી તે અંતિમ મંગલનું પ્રયોજન છે. પ્રસ્તુત સૂત્રમાં વવાય નરમરમા આ વાક્ય આદિ મંગલ, ઓગણત્રીસમાં ઉપયોગપદમાં વિહે ૩વોને પuત્તે તે વાક્ય મધ્ય મંગલ અને છત્રીસમા પદના અંતે જુદી જુદું પત્તા આ વાક્ય અંતિમ મંગલરૂપે છે, તેમ પ્રજ્ઞાપના સૂત્રના ટીકાકાર આચાર્યશ્રી મલયાગિરીજી એ સૂચિત કર્યું છે.
અનેક શાસ્ત્રોના પ્રારંભ વગેરેમાં મંગલાચરણ જોવા મળતું નથી, જેમ કે– આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ વગેરે, સૂત્રોમાં મંગલાચરણ વિના જ વિષયનો પ્રારંભ છે. ત્યાં એમ સમજવું કે શ્રુતજ્ઞાન અને જિનવાણી સ્વયં મંગલરૂપ જ છે.