________________
[
૨
]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
અસંસાર સમાપન્નક જીવો', શબ્દનો પ્રયોગ કર્યો છે. તે બધા જીવો એક સમાન છે. તેમ છતાં તેના સિદ્ધ થવાના સમયની અપેક્ષાએ બે ભેદ થાય છે. અનંતર સિદ્ધ અને પરંપર સિદ્ધ. સિદ્ધિ પ્રાપ્તિના પ્રથમ સમયવર્તી જીવોને અનંતર સિદ્ધ અને બીજા, ત્રીજા આદિ સમયવર્તી જીવોને પરંપર સિદ્ધ કહે છે. અનંતર સિદ્ધના પણ પૂર્વ પ્રજ્ઞાપન નયની અપેક્ષાએ પંદર ભેદ થાય છે.
સંસારી જીવો-ચાર ગતિરૂપી સંસારમાં પરિભ્રમણ કરતાં કર્મયુક્ત જીવો, સંસારી જીવ કહેવાય છે. તેના ભેદ-પ્રભેદ વિવિધ પ્રકારે થઈ શકે છે. પ્રસ્તુત પદમાં સૂત્રકારે પાંચ ઇન્દ્રિયની અપેક્ષાએ સંસારી જીવોના પાંચ ભેદ કર્યા છે.
જે જીવોને એક સ્પર્શેન્દ્રિય અર્થાતુ કાયા જ હોય છે, તે એકેન્દ્રિય જીવ કહેવાય છે. તે જીવો સ્થાવર છે, તે સ્વયં ગતિ કરી શકતા નથી. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના જીવો એકેન્દ્રિય
જે જીવોને સ્પર્શેન્દ્રિય અને જિહેન્દ્રિય, આ બે ઇન્દ્રિય હોય છે, તે બેઇન્દ્રિય જીવ કહેવાય છે. યથા– કૃમિ, ઇયળ, અળસિયા, પોરા આદિ જીવો.
જે જીવોને સ્પર્શેન્દ્રિય, જિહેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય, આ ત્રણ ઇન્દ્રિય હોય છે, તે તે ઇન્દ્રિય જીવ કહેવાય છે. યથા– કીડી, મંકોડા, કંથવા, જૂ, લીખ આદિ જીવો.
જે જીવોને સ્પર્શેન્દ્રિય, જિહેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય, આ ચાર ઇન્દ્રિય હોય તે ચૌરેન્દ્રિય જીવ કહેવાય છે. યથા– માખી, મચ્છર, ભ્રમર આદિ.
જે જીવોને સ્પર્શેન્દ્રિય, જિહેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોતેન્દ્રિય, આ પાંચ ઇન્દ્રિય હોય તે પંચેન્દ્રિય જીવ કહેવાય છે. યથા- નારકી, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય અને દેવતા.
એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવોની એક તિર્યંચગતિ હોય છે. પંચેન્દ્રિય જીવો ચારે ય ગતિમાં હોય છે. બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય પર્યતના જીવો સ્વયં ગતિ કરી શકે છે તેથી તે જીવો ત્રસ કહેવાય છે. આ રીતે જીવોના કર્માનુસાર તેમાં અનેક પ્રકારની વિવિધતા જોઈ શકાય છે. સૂત્રકારે તેનું વિસ્તૃત વર્ણન કર્યું છે.
જીવની આ પ્રકારની વિવિધતાનું સ્પષ્ટ દર્શન, તેના ચોક્કસ કારણો અને તેનાથી મુક્ત થઈને સિદ્ધદશાની પ્રાપ્તિ પર્યતનું વર્ણન તે જૈન દર્શનની મૌલિકતા છે. જીવ સ્વયં પોતાના પુરુષાર્થથી જ વિકાસ પામીને મુકત થઈ શકે છે અને જીવનો જ અવળો પુરુષાર્થ તેને ભવભ્રમણ કરાવે છે. જીવને સુખી કે દુઃખી કરનાર અન્ય કોઈ નથી.
સુક્ષ્મ કે સ્થૂલ પ્રત્યેક જીવનું સ્વતંત્ર અસ્તિત્વ છે અને તે જીવ પોતાની સ્વતંત્ર શક્તિથી પોતાનું ભાવિ નિર્માણ કરે છે. આ રીતે વિશ્વના જીવ અને અજીવ, આ બે દ્રવ્યોની વાસ્તવિકતાનું દર્શન કરાવીને પ્રથમ પદ પૂર્ણ થાય છે.