________________
૪ર
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
સૂક્ષ્મ અને સ્કૂલ બંને પ્રકારના સ્કંધોનો સમાવેશ થાય છે. તેથી આઠ સ્પર્શ સહિત વર્ણાદિ ૨૦ બોલ ત્રણે પ્રકારની સ્થિતિમાં કહ્યા છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ગુણ વર્ણાદિ યુક્ત સ્કંધોના પર્યાયો - ८५ जहण्णगुणकालगाणं भंते ! पोग्गलाणं केवइया पज्जवा पण्णता ? गोयमा ! अंणता । से केणटेणं भंते ! एवं वुच्चइ ? ____ गोयमा ! जहण्णगुणकालए पोग्गले जहण्णगुणकालगस्स पोग्गलस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए छट्ठाणवडिए, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चट्ठाणवडिए, कालवण्णपज्जवेहिं तुल्ले, अवसेसेहिं वण्णगंधरस-फासपज्जवेहिं य छट्ठाणवडिए, से एएणटेणंगोयमा ! एवं वुच्चइ जहण्णगुणकालगाणं पोग्गलाणं अणंता पज्जवा पण्णत्ता ।
एवं उक्कोसगुणकालए वि । अजहण्णमणुक्कोसगुणकालए वि एवं चेव, णवरं सट्ठाणे छट्ठाणवडिए।
एवं जहा कालवण्णपज्जवाणं वत्तव्वया भणिया तहा सेसाण वि वण्णगंध-रस फासपज्जवाणं वक्तव्वया भाणियव्वा जाव अजहण्णमणुक्कोसगुणलुक्खे सट्ठाणे छट्ठाणवडिए। से तं रूविअजीवपज्जवा । से तं अजीवपज्जवा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જઘન્યગુણ કાળા પુદ્ગલ સ્કંધોના કેટલા પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ! અનંતપર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જઘન્ય ગુણકાળા પુદ્ગલના અનંત પર્યાયો છે?
ઉત્તર-હે ગૌતમ! જઘન્યગુણ કાળો એક પુદ્ગલ સ્કંધ, જઘન્યગુણ કાળા બીજા પુદ્ગલ સ્કંધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય; પ્રદેશોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા; સ્થિતિની અપેક્ષાએ ચૌહાણવડિયા છે, કાળા વર્ણપર્યાયોની અપેક્ષાએ તુલ્ય; શેષ વર્ણ, ગંધ, રસ અને
સ્પર્શના પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે જઘન્યગુણ કાળા પુલ સ્કંધોના અનંત પર્યાયો છે.
તે જ રીતે ઉત્કૃષ્ટ ગુણ કાળા પુદ્ગલોના પર્યાયોનું કથન છે.મધ્યમગુણ કાળા પુદ્ગલ સ્કંધોના પર્યાયોનું કથન પણ આ જ રીતે છે. તેમાં વિશેષતા એ છે કે સ્વસ્થાનમાં છઠ્ઠાણવડિયા હીનાધિકતા હોય છે.
જે રીતે કાળાવર્ણ પર્યાયોની વક્તવ્યતા કહી છે. તે જ રીતે શેષ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પર્યાયોની વકતવ્યતા, “અજઘન્ય-અનુત્કૃષ્ટ(મધ્યમ)ગુણ રૂક્ષ સ્પર્શ સ્વસ્થાનમાં છઠ્ઠાણવડિયા છે,” અહીં સુધી કહેવી જોઈએ. આ રૂપી અજીવ પર્યાયોની પ્રરૂપણા છે અને આ રીતે અજીવ પર્યાય સંબંધી નિરૂપણ પણ પૂર્ણ થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પર્યાયોનું પૂર્વવત્ નિરૂપણ કરવામાં આવ્યું છે.