________________
૪૫૬ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
સ્પર્શવાળા અન્ય અસંખ્યાત પ્રદેશી અંધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય; પ્રદેશોની અપેક્ષાએ ચૌહાણવડિયા છે; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા; સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા; વર્ણાદિની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા; શીત સ્પર્શની અપેક્ષાએ તુલ્ય અને ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ સ્પર્શની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે.
આ જ રીતે ઉત્કૃષ્ટગુણશીત સ્પર્શવાળા અસંખ્યાતપ્રદેશી સ્કંધો સંબંધી પ્રરૂપણા કરવી જોઈએ. મધ્યમગુણ શીત સ્પર્શવાળા અસંખ્યાતપ્રદેશી સ્કંધો વિષયક પ્રરૂપણા પણ આ જ રીતે કરવી જોઈએ. વિશેષતા એ છે કે તે સ્વસ્થાનમાં છઠ્ઠાણવડિયા હોય છે.
७८ जहण्णगुणसीयाणं भंते ! अणंतपएसियाणं खंधाणं केवइया पज्जवा पण्णता? गोयमा ! अणंता । से केणटेणं भंते ! एवं वुच्चइ ।
गोयमा ! जहण्णगुणसीए अणंतपएसिए खंधे जहण्णगुणसीयस्स अणंतपएसियस्स खंधस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए छट्ठाणवडिए, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए वण्णादिपज्जवेहिं छट्ठाणवडिए, सीयफासपज्जवेहिं तुल्ले, अवसेसेहि सत्तफासपज्जवेहिं छट्ठाणवडिए।।
एवं उक्कोसगुणसीए वि । अजहण्णमणुक्कोसगुणसीए वि एवं चेव । णवरं सट्ठाणे छट्ठाणवडिए।
एवं उसिणे णिद्धे लुक्खे जहा सीए । परमाणुपोग्गलस्स तहेव पडिवक्खो सव्वेसिं ण भण्णइ त्ति भाणियव्वं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જઘન્યગુણ શીત સ્પર્શવાળા અનંત પ્રદેશી ઔધોના કેટલા પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ! અનંત પર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે, જઘન્યગુણ શીત સ્પર્શવાળા અનંતપ્રદેશ સ્કંધોના અનંત પર્યાયો છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્યગુણ શીત સ્પર્શવાળો એક અનંત પ્રદેશ સ્કંધ, જઘન્યગુણ શીત સ્પર્શવાળા અન્ય અનંત પ્રદેશી અંધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય; પ્રદેશોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા; સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા; વર્ણાદિ પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે. શીત સ્પર્શની અપેક્ષાએ તુલ્ય છે, શેષ સાત સ્પર્શની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે.
આ જ રીતે ઉત્કૃષ્ટ ગુણ શીત સ્પર્શવાળા અનંતપ્રદેશી સ્કંધોના વિષયમાં કહેવું જોઈએ. મધ્યમગુણ શીત સ્પર્શવાળા અનંત પ્રદેશી ઢંધો સંબંધી પ્રરૂપણા પણ આ જ રીતે કરવી જોઈએ. વિશેષતા એ છે કે સ્વસ્થાનમાં છઠ્ઠાણવડિયા છે. અર્થાત્ આઠે સ્પર્શની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે.
જે રીતે (જઘન્યાદિ યુક્ત) શીતસ્પર્શવાળા પરમાણુથી અનંતપ્રદેશી ઢંધોના વિષયમાં કહ્યું, તે જ રીતે ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ સ્પર્શના પરમાણુ યાવતુ અનંત પ્રદેશી સ્કંધના વિષયમાં કહેવું. તેમાં પણ પરમાણુ પુદ્ગલના કથનમાં સર્વત્ર પ્રતિપક્ષી સ્પર્શ ન કહેવા અર્થાત્ પરમાણુમાં શીત સ્પર્શ હોય તો ઉષ્ણ સ્પર્શ ન હોય, ઉષ્ણ સ્પર્શ હોય તો શીત સ્પર્શ ન હોય, સ્નિગ્ધ સ્પર્શ હોય તો રૂક્ષ સ્પર્શ ન હોય અને રૂક્ષ સ્પર્શ હોય તો સ્નિગ્ધ સ્પર્શ હોતો નથી.