________________
[ ૪૫૪ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
ગૌતમ! અનંત પર્યાયો છે. પ્રશ્ન-હે ભગવન્! તેનું શું કારણ છે કે જઘન્ય ગુણ શીત પરમાણુ યુગલોના અનંત પર્યાયો છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય ગુણ શીત સ્પર્શવાળો એક પરમાણુ પુદ્ગલ, જઘન્યગુણ શીત સ્પર્શવાળા બીજા પરમાણુ પુદ્ગલથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે, પ્રદેશની અપેક્ષાએ તુલ્ય; અવગાહનાની અપેક્ષાએ તુલ્ય સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા; વર્ણ, ગંધ અને રસની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા; શીત સ્પર્શ પર્યાયોથી તુલ્ય છે; શીત સ્પર્શ હોય ત્યાં ઉષ્ણ સ્પર્શ હોતો નથી, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શ પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે.
આ જ રીતે ઉત્કૃષ્ટ ગુણ શીત પરમાણુ પુદ્ગલોના વિષયમાં કહેવું જોઈએ. આ જ રીતે મધ્યમગુણ શીત પરમાણુ પુદ્ગલોના સંબંધમાં પણ કહેવું જોઈએ. વિશેષતા એ છે કે સ્વસ્થાનમાં છઠ્ઠાણવડિયા છે. ७५ जहण्णगुणसीयाणं दुपएसियाणं खंधाणं केवइया पज्जवा पण्णत्ता ? गोयमा ! अणंता । से केणटेणं भंते ! एवं वुच्चइ ? ___ गोयमा ! जहण्णगुणसीए दुपएसिए जहण्णगुणसीयस्स दुपएसियस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्ठयाए सिय हीणे, सिय तुल्ले, सिय अब्भहिए, जइ हीणे पएसहीणे, अह अब्भहिए पएसमब्भहिए,ठिईए चउट्ठाणवडिए, वण्णगंधरसपज्जवेहि छट्ठाणवडिए, सीयफासपज्जवेहिं तुल्ले, उसिणणिद्धलुक्खफासपज्जवेहिं छट्ठाणवडिए।
एवं उक्कोसगुणसीए वि । अजहण्णमणुक्कोसगुणसीए वि एवं चेव, णवरं सट्ठाणे छट्ठाणवडिए । एवं जाव दसपएसिए । णवरं ओगाहणट्ठयाए पएसपरिवड्डी कायव्वा जाव दसपएसियस्स णव पएसा वड्डिजति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જઘન્ય ગુણ શીત દ્વિપ્રદેશી ઢંધોના કેટલા પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ! અનંત પર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે, જઘન્ય ગુણ શીત ક્રિપ્રદેશ સ્કંધોના અનંત પર્યાયો છે?
ઉત્તરગૌતમ! જઘન્ય ગુણ શીત સ્પર્શવાળો એક ક્રિપ્રદેશ સ્કંધ, જઘન્ય ગુણ શીત સ્પર્શવાળા બીજા દ્ધિપ્રદેશી ઢંધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય; અવગાહનાની અપેક્ષાએ કદાચિત્ હીન, કદાચિત્ તુલ્ય અને કદાચિત્ અધિક હોય છે. જો હીન હોય તો એક પ્રદેશ હીન હોય છે, જો અધિક હોય તો એક પ્રદેશ અધિક હોય છે. સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા; વર્ણ, ગંધ, અને રસપર્યાયની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે; શીત સ્પર્શપર્યાયોની અપેક્ષાએ તુલ્ય અને ઉષ્ણ, સ્નિગ્ધ તથા રૂક્ષ સ્પર્શના પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે.
આ જ રીતે ઉત્કૃષ્ટ ગુણ શીત સ્પર્શવાળા દ્વિપ્રદેશી ઢંધોના પર્યાયો સંબંધી વક્તવ્યતા જાણવી જોઈએ. આ જ રીતે મધ્યમ ગુણ શીત ક્રિપ્રદેશ સ્કંધોના પર્યાય સંબંધી કથન કરવું જોઈએ.
આ રીતે દશપ્રદેશી સુધીના સ્કંધોની વક્તવ્યતા સમજી લેવી જોઈએ. વિશેષતા એ છે કે અવગાહનાની અપેક્ષાએ એક-એક પ્રદેશની વૃદ્ધિ કરવી જોઈએ. આ રીતે દશ પ્રદેશી ઢંધ સુધી નવ પ્રદેશ વધે છે.
બાલા છે.