________________
[ ૪૫૦ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए तुल्ले, ओगाहणट्ठयाए तुल्ले, ठिईए चउट्ठाणवडिए, कालवण्णपज्जवेहिं तुल्ले, अवसेसा वण्णा णत्थिगंधरसफासपज्जवेहिं य छट्ठाणवडिए।
एवं उक्कोसगुणकालए वि । एवमजहण्णमणुक्कोसगुणकालए वि, णवरं सट्ठाणे छट्ठाणवडिए । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! જઘન્યગુણ કાળા પરમાણુ પુલોના કેટલા પર્યાયો છે? ઉત્તર– હે ગૌતમ! અનંત પર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જઘન્ય ગુણ કાળા પરમાણુ પુદ્ગલોના અનંત પર્યાયો છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય ગુણ કાળો એક પરમાણુ પુદ્ગલ, જઘન્ય ગુણ કાળા અન્ય પરમાણુ પુદ્ગલથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય; પ્રદેશની અપેક્ષાએ તુલ્ય; અવગાહનાની અપેક્ષાએ તુલ્ય; સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે; કાળા વર્ણના પર્યાયોની અપેક્ષાએ તુલ્ય છે, તેમાં શેષ વર્ણ નથી તથા ગંધ, રસ અને એ સ્પર્શોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે. આ જ રીતે ઉત્કૃષ્ટ ગુણ કાળા પરમાણુ, પુલોની પ્રરૂપણા સમજવી જોઈએ.
આ જ રીતે મધ્યમગુણ કાળા પરમાણુ-પુદ્ગલની પ્રરૂપણા સમજી લેવી જોઈએ. વિશેષતા એ છે કે તે સ્વસ્થાનમાં છઠ્ઠાણવડિયા છે. ६९ जहण्णगुणकालगाणं भंते ! दुपएसियाणं खंधाणं केवइया पज्जवा पण्णत्ता ? गोयमा ! अणंता । से केणटेणं भंते ! एवं वुच्चइ ?
___ गोयमा !जहण्णगुणकालए दुपएसिए खंधे जहण्णगुणकालगस्सदुपएसियस्सखंधस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए तुल्ले; ओगाहणट्ठयाए सिय हीणे, सिय तुल्ले, सिय अब्भहि। जइहीणे पएसहीणे, अह अब्भहिए पएसमब्भहिए; ठिईए चउट्ठाणवडिए, कालवण्णपज्जवेहि तुल्ले, अवसेसवण्णादि-उवरिल्लचउफासेहि य छट्ठाणवडिए । से तेणद्वेणं गोयमा एवं
__एवं उक्कोसगुणकालए वि । अजहण्णमणुक्कोसगुणकालए वि एवं चेव, णवरं सट्ठाणे छट्ठाणवडिए । एवं जाव दसपएसिए, णवरं पएसपरिवुड्डी, ओगाहणा तहेव । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જઘન્યગુણ કાળા દ્વિપ્રદેશી સ્કંધોના કેટલા પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ! અનંત પર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જઘન્યગુણ કાળા દ્ધિપ્રદેશી ઢંધોના અનંત પર્યાયો છે?
ઉત્તર- હે ગૌતમ ! જઘન્યણ કાળો એક દ્ધિપ્રદેશી સ્કંધ, જઘન્યગુણ કાળા બીજા દ્ધિપ્રદેશી સ્કંધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય; પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય; અવગાહનાની અપેક્ષાએ કદાચિત્ હીન છે, કદાચિતુ તુલ્ય છે, કદાચિત અધિક છે. જો હીન હોય તો એક પ્રદેશ હીન હોય, જો અધિક હોય તો એક પ્રદેશ અધિક હોય; સ્થિતિની અપેક્ષાએ ચૌહાણવડિયા; કાળા વર્ણ પર્યાયોની અપેક્ષાએ તુલ્ય અને શેષ વર્ણ તથા ચાર સ્પર્શોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયો છે.