________________
૪૩૪
શ્રી પન્નવણા સુa: ભાગ-૧
અનંતપર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે સંખ્યાત પ્રદેશાવગાઢ સ્કંધોના અનંત પર્યાયો છે?
ઉત્તર-હે ગૌતમ! સંખ્યાત પ્રદેશાવગાઢ એક પુદ્ગલ સ્કંધ, સંખ્યાત પ્રદેશાવગાઢ બીજા પુલ સ્કંધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય પ્રદેશોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા; અવગાહનાની અપેક્ષાએ દટ્ટાણવડિયા(બે પ્રકારે) હીનાધિકતા છે; સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે તથા વર્ણાદિ અને અંતિમ ચાર સ્પર્શોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે. ५३ असंखेज्जपएसोगाढाणं भंते ! पोग्गलाणं केवइया पज्जवा पण्णत्ता । गोयमा ! अणंता । से केणटेणं भंते ! एवं वुच्चइ ?
गोयमा ! असंखेज्जपएसोगाढे पोग्गले असंखेज्जपएसोगाढस्सपोग्गलस्सदव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए छट्ठाणवडिए, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, वण्णादि-अट्ठफासेहिं छट्ठाणवडिए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અસંખ્યાત પ્રદેશાવગાઢ પગલોના કેટલા પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ ! અનંત પર્યાય છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે અસંખ્યાત પ્રદેશાવગાઢ પગલોના અનંત પર્યાયો છે?
ઉત્તર- હે ગૌતમ! અસંખ્યાત પ્રદેશાવગાઢ એક પુદ્ગલ, અસંખ્યાત પ્રદેશાવગાઢ બીજા પુદ્ગલથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય; પ્રદેશોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા; સ્થિતિની અપેક્ષાએ ચૌહાણવડિયા અને વર્ણાદિ તથા આઠ સ્પર્શોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ક્ષેત્રની અપેક્ષાએ અર્થાત્ અવગાહનાની અપેક્ષાએ પરમાણુ અને સ્કંધોના પર્યાયોનું નિરૂપણ છે. ક્ષેત્રની અપેક્ષાએ પુદ્ગલો એક પ્રદેશાવગાઢથી લઈને અસંખ્યાત પ્રદેશાવગાઢ સુધી હોય છે. એક પ્રદેશવગાઢ પગલોના પર્યાયો - તે દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે. એક પ્રદેશાવગાઢ પગલો પ્રદેશોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે.કારણ કે પરમાણુ પણ એક પ્રદેશાવગાઢ હોય છે યાવત અનંતપ્રદેશી સ્કંધ પણ એક પ્રદેશાવગાઢ હોય છે. તેથી એક પ્રદેશાવગાઢ પુદ્ગલોમાં પ્રદેશની અપેક્ષાએ છ પ્રકારની ન્યુનાધિકતા થઈ શકે છે. અવગાહનાથી તે તુલ્ય છે કારણ કે તે દરેકની અવગાહના એક આકાશપ્રદેશની હોવાથી તે સમાન છે. સ્થિતિની અપેક્ષાએ પૂર્વવત ચૌહાણવડિયા અને વર્ણાદિ ૧૬ બોલની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે. તે જ રીતે દશ પ્રદેશાવગાઢ પુદ્ગલોના પર્યાયો થાય છે. સંખ્યાત પ્રદેશાવગાઢ પગલોના પર્યાયો - તે દ્રવ્યથી તુલ્ય, પ્રદેશોથી પૂર્વવત્ છઠ્ઠાણવડિયા હોય છે. અવગાહનાથી તેમાં બે પ્રકારે હીનાધિકતા હોય છે કારણ કે સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલોની અવગાહના સંખ્યાત પ્રદેશની હોય છે. સંખ્યાત પ્રદેશોના સંખ્યાત ભેદ છે. તેથી સંખ્યાત ભાગ અને સંખ્યાતગુણ, તેમ બે પ્રકારે જૂનાધિકતા થવાથી તે દુકાણવડિયા ન્યૂનાધિક થાય છે. દરેક સંખ્યાત પ્રદેશ સ્કંધમાંસ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા અને વર્ણાદિ ૧૬ બોલની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા ન્યૂનાધિકતા હોય છે. અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલોના પર્યાયો - તે સ્કંધો દ્રવ્યથી તુલ્ય અને પ્રદેશથી છઠ્ઠાણવડિયા છે; અવગાહનાથી ચૌઠાણવડિયા હોય છે, કારણ કે અસંખ્યાત પ્રદેશોની અવગાહનામાં ચાર પ્રકારે