________________
| પાંચમું પદ વિશેષ (પર્યાય પદ).
[ ૪૨૭ ]
અરૂપી અજીવ પર્યાયો - ४३ अरूविअजीवपज्जवा णं भंते ! कइविहा पण्णत्ता? गोयमा ! दसविहा पण्णत्ता । तं जहा- धम्मत्थिकाए, धम्मत्थिकायस्स देसे, धम्मत्थिकायस्स पएसा, अधम्मत्थिकाए, अधम्मत्थिकायस्स देसे, अधम्मत्थिकायस्स पएसा, आगासत्थिकाए, आगासत्थिकायस्सदेसे, आगासत्थिकायस्स पएसा, अद्धासमए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અરૂપી અજીવ પર્યાયોના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! તેના દશ પ્રકાર છે, જેમ કે– (૧) ધર્માસ્તિકાય (૨) ધર્માસ્તિકાયનો દેશ (૩) ધર્માસ્તિકાયનો પ્રદેશ (૪) અધર્માસ્તિકાય (૫) અધર્માસ્તિકાયનો દેશ (૬) અધર્માસ્તિકાયનો પ્રદેશ (૭) આકાશાસ્તિકાય (૮) આકાશાસ્તિકાયનો દેશ (૯) આકાશાસ્તિકાયનો પ્રદેશ અને (૧૦) અદ્ધા સમય. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અરૂપી અજીવ પર્યાયોનું કથન કરવામાં આવ્યું છે. અરૂપી અજીવ પર્યાયોના દશ પ્રકાર છે. રૂપી–અરૂપી - વર્ણ, ગંધ, રસ અને સ્પર્શયુક્ત દ્રવ્યને રૂપી કહે છે અને વર્ણાદિથી રહિત દ્રવ્યને અરૂપી કહે છે. છ દ્રવ્યોમાંથી જીવને છોડી પાંચ અજીવ દ્રવ્યોમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને અદ્ધાસમયકાલ તે ચાર દ્રવ્યો અરૂપી અજીવ છે. પાવા-પર્યાય :- પર્યાય શબ્દના બે અર્થ છે (૧) વિભાગ-પ્રકાર (૨) અવસ્થા. પ્રસ્તુત અરૂપી અજીવમાં પર્યાય શબ્દ પ્રકાર અર્થમાં છે. તેથી સૂત્રમાં તેના ધર્માસ્તિકાય આદિ દશ ભેદને દશ પર્યાય કહ્યા છે. આ રીતે ધર્માસ્તિકાયાદિ ત્રણે દ્રવ્યો અને તેના દેશ અને પ્રદેશને ગણતાં ૩ X ૩ = ૯ ભેદ થાય અને તેમાં અદ્ધા સમય મળીને દશ ભેદ થાય છે.
દેશ- દ્રવ્યના કલ્પિત વિભાગને તેનો દેશ કહે છે. પ્રદેશ– દ્રવ્યના અત્યંત સૂક્ષ્મ અંતિમ વિભાગ રૂપ અંશને તેનો પ્રદેશ કહે છે. રૂપી અજીવ પર્યાયો - ४४ रूविअजीवपज्जवा णं भंते ! कइविहा पण्णत्ता ? गोयमा ! चउविहा पण्णत्ता । तं जहा- खंधा, खंधदेसा, खंधपएसा, परमाणुपोग्गले । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! રૂપી અજીવના કેટલા પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ ! તેના ચાર પ્રકાર છે. જેમ કે- (૧) સ્કંધ, (૨) સ્કંધદેશ, (૩) સ્કંધપ્રદેશ અને (૪) પરમાણુ પુલ. ४५ तेणंभंते ! किं संखेज्जा असंखेज्जा अणता? गोयमा !णो संखेज्जा, णो असंखेज्जा, अणंता । से केणटेणं भंते ! एवं वुच्चइ णो संखेज्जा, णो असंखेज्जा, अणंता ?
__गोयमा ! अणंता परमाणुपोग्गला, अणंता दुपएसिया खंधा जाव अणंता दसपए सिया खंधा, अणंता संखेज्जपएसिया खंधा, अणंता असंखेज्जपएसिया खंधा, अणंता