________________
અનંતના ભેદ કરી ભિન્ન ભિન્ન દષ્ટિકોણથી પ્રરૂપ્યા છે. જેમ કે દ્રવ્ય દૃષ્ટિથી નારક અસંખ્યાત છે. પ્રદેશ દષ્ટિથી પ્રત્યેક નારકીના અસંખ્યાત પ્રદેશ હોવાથી અસંખ્યાત છે અને વર્ણાદિ ગુણોથી યુક્ત તથા જ્ઞાન, દર્શનાદિ ગુણોની દૃષ્ટિથી તેના પર્યાય અનંત છે. આ પ્રમાણે સર્વ દંડકોમાં અને સિદ્ધોના પર્યાયોમાં પરસ્પરના ગણિતનું સાફ સુથરું નિરૂપણ કર્યું છે.
જીવ દ્રવ્ય પોતાના સ્વભાવમાં રહી પર્યાયની અપેક્ષાએ વિભાવવાળો બની નારકાદિ ચોવીસ દંડકના રૂપે ઓળખાય છે.
વાસ્તવિકતાએ દરેક દ્રવ્યના અનંત પર્યાય છે. સમગ્ર જીવોના પર્યાય પણ અનંત થાય છે. માટે નિર્ણય થયો કે જીવ દ્રવ્ય કટસ્થ નિત્ય નથી પરંતુ પરિણામી નિત્ય છે. એમ દર્શાવી વિશેષ પદનું નામ સાર્થક કર્યું. આ રીતે રાજહંસે પોતાના મનનું સમાધાન કરી વિશેષ મનન કરી વિચાર્યું કે હવે આ મુક્તાફળનું સંપૂર્ણ રહસ્ય આચાર્ય મલયગિરિજીએ સંક્ષેપમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, એ ચાર દષ્ટિમાં સમાવેશ કર્યો છે. દ્રવ્યાર્થતા, પ્રદેશાર્થતાનો દ્રવ્યમાં સમાવેશ કર્યો, અવગાહનાનો સમાવેશ ક્ષેત્રમાં કર્યો, સ્થિતિનો સમાવેશ કાળમાં અને વર્ણાદિ તથા જ્ઞાન દર્શનાદિનો સમાવેશ ભાવમાં કર્યો છે. વીતરાગ વાણીના તે પરમાર્થ રહસ્યને હું અનુવાદમાં વાંચી લઈશ.
આ પાંચે ય મુક્તાફળને મારી ચારિત્ર પાંખમાં લઈને હવે હું પાછો ફરું મારા દ્રવ્ય સમાચારી રૂપે સરોવરમાં. મને જ્યારે જરૂર પડશે ત્યારે અહીં આવીને મુક્તાફળને લઈ જઈશ. એમ વિચારી મારા ઉપયોગરૂપ રાજહંસ ચેતના બહેન સહિત જ્ઞાન ગગનમાં ઉડ્ડયન કરતો મારી પાસે આવીને મારા યોગમાં જોડાઈ ગયો. એમણે સંપાદન તો ચારસો સિત્તેર પાનાનું કરેલ છે. તેને અહીં અલ્પતમ પાનામાં ઉલ્લેખિત કર્યું છે. શેષ ઉલ્લેખ વાચક વર્ગે ગ્રંથમાં સાવૅત વાંચવાનો તીવ્ર પ્રયાસ કરવો.
રાજહંસ અને મુક્તાફળનું રૂપક એટલા માટે દેવામાં આવ્યું છે કે દરેક જીવોની પ્રજ્ઞા અનંત છે પણ તે કર્મના આવરણથી આવૃત્ત હોવાથી તેના ખોલવાનો પ્રયત્ન હંસની જેમ કરે, જડ-ચેતનને જુદા પાડવાનો ક્ષયોપશમ ભાવ ઉપાડે તો કર્મક્ષય કરી બંધનથી મુક્ત થવાનું ફળ પ્રાપ્ત કરે, તેવી ઉત્કૃષ્ટ ભાવનાએ ગુરુ કૃપાએ આ રૂ૫ક આલેખાયું છે.
એક એક પદ જટિલ છે. ખોલી ખોલીને વાંચીએ તો જેમ નાળીયેરમાંથી ટોપરું પ્રાપ્ત થાય છે તેમ આ પદમાં પણ આત્માનો સહજ આનંદ પ્રાપ્ત થાય છે. અસ્તુ મારું, તમારું સર્વેનું શ્રેય થાઓ.
43