________________
રાખ્યા હોય, તે છોડવાની ઇચ્છા ન હોય તો પણ તે સ્થાન છોડી દેવાનું. અરેરે ! આ ભવભ્રમણનો અંત તો મુક્ત થયા વિના આવે જ નહીં. હા હા, આચાર્ય દેવો તેમજ જ્ઞાની પરમાત્માએ આશ્વાસન તો આપ્યું જ છે કે આયુષ્ય કર્મનો ક્ષય કરી દ્યો તો સિદ્ધ સાવિ-અપન્નવસિયા ના ભાંગે સ્થિત થવાય છે. સાદિ અનંતભાવે સિદ્ધ થયા પછી ક્યારેય ભવભ્રમણ કરવું પડતું નથી. આ વાક્યથી મુક્તાફળના રસાયણમાં રાજહંસને ખૂબ સ્વાદ આવ્યો અને સ્વાદ લીધા પછી પેલા કરુણાના કમલ નાલિકાનું દૂધ પીધું અને આચમન કર્યું.
આ રીતે ચોથા મુક્તાફળને તેની ચારિત્ર પાંખમાં ગોઠવી દીધું અને તે પાંચમું મુક્તાફળ લઈને ખોલવા તત્પર થયો. રાજહંસની ધગશ જાગી ઊઠી. તે મઢુલીનું પાંચમું મુક્તાફળ ચાંચમાં ઉપાડી લાવ્યો. ચંચૂપાત કરી તેને ખોલી નાંખ્યું. તેમાંથી પદનું નામ પ્રગટ થયું– વિશેષ પદ. તેનું અક્ષરશઃ મનન આ પ્રમાણે કર્યું.
કર.
=
વિરતિ ગ્રહણ કર્યા પછી તે મારગમાં અપ્રમત્તપણે વિચરવું શેઠ થવું હોય, વેઠ ઉતારવી ન હોય, તો શેષ ગુણોને પ્રગટ
મ
દ્વેષ; તેનાથી વેગળો રહે.
ષટ્ રિપુ તારા દુશ્મન છે– ક્રોધ, માન, માયા, લોભ, રાગ,
આ અક્ષરશઃ અર્થ જાણીને ભાવ નીતાર્યો અને શબ્દનો અર્થ જાણ્યો કે સર્વ પદાર્થોમાં બે સ્વાભાવિક ગુણ છે. સામાન્ય અને વિશેષ. વિશેષ પદ બોલતા સામાન્ય આવી જાય છે. સામાન્ય હંમેશાં દ્રવ્ય હોય છે, વિશેષ પર્યાય હોય છે. સામાન્ય-વિશેષ બંને તાદાત્મ્ય સંબંધથી જોડાયેલા રહે છે. ચોથા પદમાં વ્યંજનપર્યાયની સ્થિતિ વિષે વાત કરી હવે આ પદમાં અર્થપર્યાય જીવ-અજીવની કેમ પ્રગટ થાય છે ? તેનો વિચાર રાજહંસ ખૂબ જ પ્રજ્ઞાપ્રવીણ બનીને કરવા લાગ્યો. દ્રવ્યના અનંતાગુણોમાંથી ઊઠતા પર્યાયોને અર્થ પર્યાય કહેવાય છે. જીવ દ્રવ્યના જ્ઞાનાદિ ગુણોમાંથી ઊઠતા અર્થ પર્યાયોના અને અજીવ પુદ્ગલોમાંથી ઊઠતા વર્ણાદિ ગુણોની અર્થપર્યાયોમાં એકસ્થાનીય, બેસ્થાનીય, ત્રણ, ચાર, છ સ્થાનીય તરતમતા હોય છે, પરંતુ પાંચસ્થાનીય તરતમતા હોતી નથી, તે તેનો સ્વભાવ છે. આવા અધ્યવસાયના ભાવોનું માપ કાઢતાં આચાર્ય દેવેશે જીવોના ૫૬૩ ભેદને ૨૪ દંડકમાં અને સિદ્ધમાં કેવી રીતે ઘટક ઘડાય છે ? તે ઘટત્વને દ્રવ્યાર્થતારૂપે, પ્રદેશાર્થતારૂપે, અવગાહનાર્થતારૂપે, સ્થિતિરૂપે, કૃષ્ણાદિ વર્ણ, ગંધ, રસ, સ્પર્શરૂપે, જ્ઞાન, દર્શનરૂપે, આ વિવિધ દષ્ટિથી દર્શાવ્યા છે. તેનો ક્રમ આ પ્રમાણે છે– નારક જીવોના પર્યાય અનંત છે. છતાં એ તેમાં ઘટત્વ સંખ્યાત, અસંખ્યાત,