________________
પાંચમું પદઃ વિશેષ(પર્યાય પદ)
૩૯૯
२० जहण्णचक्खुदंसणीणं भंते ! णेरइयाणं केवइया पज्जवा पण्णत्ता ? गोयमा ! अणंता पज्जवा पण्णत्ता । से केणटेणं भंते ! एवं वुच्चइ जहण्णचक्खुदंसणीणं णेरइयाणं अणंता पज्जवा पण्णत्ता ?
गोयमा ! जहण्णचक्खुदसणीणं णेरइए जहण्णचक्खुदंसणिस्स णेरइयस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, वण्णगंधरस फासपज्जवेहि, तिहिं णाणेहिं, तिहिं अण्णाणेहिं छट्ठाणवडिए, चक्खुदंसणपज्जवेहिं तुल्ले, अचक्खुदंसणपज्जवेहि, ओहिदसण-पज्जवेहि य छट्ठाणवडिए।
एवं उक्कोसचक्खुदंसणी वि । अजहण्णमणुक्कोसचक्खुदंसणी वि एवं चेव । णवरं सट्ठाणे छट्ठाणवडिए । एवं अचक्खुदंसणी वि ओहिदसणी वि । ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવન્! જઘન્ય ચક્ષુદર્શનની અપેક્ષાએ નૈરયિકોના કેટલા પર્યાયો છે? ઉત્તરહે ગૌતમ! અનંતપર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જઘન્ય ચક્ષુદર્શનવાળા નૈરયિકોના અનંતપર્યાય છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય ચક્ષુદર્શની એક નૈરયિક, જઘન્ય ચક્ષુદર્શની બીજા નૈરયિકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા; સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા; વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પર્યાયોની અપેક્ષાએ તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાનની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે; ચક્ષુદર્શનના પર્યાયોની અપેક્ષાએ તુલ્ય છે, અચક્ષુદર્શન અને અવધિદર્શનના પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે.
આ પ્રમાણે ઉત્કૃષ્ટ ચક્ષુદર્શની નૈરયિકના વિષયમાં પણ જાણવું જોઈએ. અજઘન્ય-અનુત્કૃષ્ટ (મધ્યમ) ચક્ષુદર્શની નૈરયિકોના પર્યાયોના વિષયમાં પણ આ પ્રમાણે જ જાણવું જોઈએ પરંતુ વિશેષતા એ છે કે સ્વસ્થાનમાં એટલે ચક્ષુદર્શન પર્યાયોમાં પણ છઠ્ઠાણવડિયા થાય છે. ચક્ષુદર્શની નૈરયિકોના પર્યાયોની જેમ જ અચક્ષુદર્શની અને અવધિદર્શની નૈરયિકોના પર્યાયોના વિષયમાં પણ જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ-દર્શન, આ નવ ઉપયોગની અપેક્ષાએ નૈરયિકોના અનંત પર્યાયોનું કથન કરવામાં આવ્યું છે. જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ જ્ઞાની, અજ્ઞાની કે દર્શનીના પર્યાયો સમુચ્ચય નારકીની જેમ જ થાય છે. અવગાહના અને સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા અને વર્ણાદિ ૨૦ બોલોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા ન્યૂનાધિકતા હોય છે. જ્ઞાન-દર્શનની અપેક્ષાએ જઘન્ય કે ઉત્કૃષ્ટ જ્ઞાની પરસ્પર તુલ્ય હોય છે કારણ કે બે જઘન્ય જ્ઞાની કે બે ઉત્કૃષ્ટ જ્ઞાનીના જ્ઞાન પર્યવસ્થાન એક જ છે તેથી તે બંને સમાન હોય છે. મધ્યમ જ્ઞાનીમાં ક્ષયોપશમના આધારે અનંત પ્રકારની તરતમતા હોય છે. તેથી તેમાં છઠ્ઠાણવડિયા ન્યૂનાધિકતા હોય છે. જ્ઞાન હોય તેને અજ્ઞાન હોતું નથી અને અજ્ઞાન હોય તેને જ્ઞાન હોતું નથી. કારણ કે જ્ઞાન અને અજ્ઞાન બંને પરસ્પર પ્રતિપક્ષી છે. સમ્યગ્દષ્ટિને જ્ઞાન અને મિથ્યાદષ્ટિને અજ્ઞાન હોય છે.