________________
[ ૩૯૮ ]
શ્રી પન્નવણા સત્ર: ભાગ-૧
વણદિની અપેક્ષાએ જઘન્યગુણ અને ઉત્કૃષ્ટગુણ કાળાવર્ણાદિમાં એક જ પર્યાય હોવાથી તે પરસ્પર તુલ્ય છે. કાળા વર્ણમાં કાળા વર્ણની તુલના કરવી તે સ્વસ્થાન છે. જઘન્ય, ઉત્કૃષ્ટ કાળાવર્ણમાં સ્વસ્થાનની અપેક્ષાએ તુલ્યતા હોય છે. કાળા વર્ણ માટે અન્ય વર્ણ, ગંધાદિ પરસ્થાન છે અને તેની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા ન્યૂનાધિકતા હોય છે. મધ્યમ ગુણ કાળા વર્ણાદિમાં અનેક પ્રકારની તરતમતા હોવાથી છઠ્ઠાણવડિયા હાનિવૃદ્ધિ સંભવે છે. જ્ઞાન-દર્શનની અપેક્ષાએ નૈરચિકોના પર્યાયો - १९ जहण्णाभिणिबोहियणाणीणं भंते ! णेरइयाणं केवइया पज्जवा पण्णता? गोयमा ! जहण्णाभिणिबोहियणाणीणं णेरइयाणं अणंता पज्जवा पण्णत्ता । से केणटेणं भंते! एवं वुच्चइ जहण्णाभिणिबोहियणाणीणं णेरइयाणं अणंता पज्जवा पण्णत्ता?
गोयमा ! जहण्णाभिणिबोहियणाणी णेरइए जहण्णाभिणिबोहियणाणिस्सणेरइयस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए तुल्ले, ओगाहणट्ठयाए चट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, वण्णगंधरसफासपज्जवेहिं छट्ठाणवडिए, आभिणिबोहियणाणपज्जवेहिं तुल्ले, सुयणाण ओहिणाणपज्जवेहिं छट्ठाणवडिए, तिहिं दंसणेहिं छट्ठाणवडिए।
एवं उक्कोसाभिणिबोहियणाणी वि । अजहण्णमणुक्कोसाभिणिबोहियणाणी वि एवं चेव, णवरं आभिणिबोहियणाणपज्जवेहिं सट्टाणे छट्ठाणवडिए।।
एवं सुयणाणी ओहिणाणी वि । णवरं जस्स णाणा तस्स अण्णाणा णत्थि । जहा णाणा तहा अण्णाणा वि भाणियव्वा । णवरं जस्स अण्णाणा तस्स णाणा ण भवति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જઘન્ય આભિનિબોધિક જ્ઞાનવાળા નૈરયિકોના કેટલા પર્યાયો છે? ઉત્તર– હે ગૌતમ! જઘન્ય આભિનિબોધિક જ્ઞાનવાળા નૈરયિકોના અનંત પર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જઘન્ય આભિનિબોધિક જ્ઞાનવાળા નૈરયિકોના અનંત પર્યાયો છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય આભિનિબોધિકજ્ઞાનવાળો એક નૈરયિક જઘન્ય આભિનિબોધિકજ્ઞાનવાળા બીજા નૈરયિકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય; પ્રદેશની અપેક્ષાએ તુલ્ય; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા; સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા; વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે; આભિનિબોધિક જ્ઞાનના પર્યાયોની અપેક્ષાએ તુલ્ય; શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનના પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા અને ત્રણ દર્શનની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે.
આ જ રીતે ઉત્કૃષ્ટ અભિનિબોધિકજ્ઞાનવાળા નૈરયિકોના વિષયમાં સમજી લેવું જોઈએ. આ પ્રમાણે અજઘન્ય અનુત્કૃષ્ટ-મધ્યમ આભિનિબોધિકજ્ઞાનવાળા નૈરયિકના પર્યાયોના વિષયમાં પણ જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તે આભિનિબોધિક જ્ઞાનના પર્યાયોની અપેક્ષાએ પણ સ્વસ્થાનમાં છઠ્ઠાણવડિયા છે.
શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાની નારકીના પર્યાયોના વિષયમાં પણ તે જ રીતે જાણવું. વિશેષતા એ છે કે જ્યાં જ્ઞાન હોય છે ત્યાં અજ્ઞાન હોતું નથી. જેવી રીતે ત્રણ જ્ઞાન પર્યાયોના વિષયમાં કહ્યું તેવી જ રીતે ત્રણ અજ્ઞાન પર્યાયોના વિષયમાં પણ કહેવું જોઈએ. વિશેષતા એ છે કે જ્યાં અજ્ઞાન હોય છે ત્યાં જ્ઞાન હોતું નથી.