________________
The .
ય = યમ નિયમ જ ઉપરના ગુણસ્થાન સર કરાવે છે. તા = તારક તીર્થકર મળ્યા છે, તેની આજ્ઞાનો વિચારપૂર્વક સ્વીકાર કર.
આ અર્થ ઉકેલીને તેણે ચેતના સામું જોયું. ચેતનાએ કહ્યું શાબાશ, અક્ષરાર્થ બરાબર કર્યો. આખા શબ્દનો અર્થ હવે હું તને કહું છું, તે તું સાંભળ. બહુ = ઘણું, વક્તવ્યતા = પ્રગટ કરવું, ઘણી સંખ્યાનું પ્રગટ કરવું, ઘણી સંખ્યાને પ્રગટ કરીએ ત્યારે અલ્પ સંખ્યાનું પ્રગટ થઈ જવું, તે સહજ બને છે. તેથી તેનું બીજું નામ છે અલ્પબદુત્વ. આપણે જીવોનાં જે ભેદ-પ્રભેદ જોયા, તે જીવો ક્યાં કોનાથી વધુ છે અથવા અલ્પ છે તેનું ખાસ ગણિત આ ત્રીજા પદમાં છે.
બહુધા લોકોની મિથ્યા માન્યતા હોય છે કે આ જગત એક જ તત્ત્વનું પરિણામ છે અથવા જીવ અનેક છે અને અજીવ એક છે. તે બધી માન્યતાનું નિરસન કરી, ભ્રમ ભાંગી ભગવાને યથાર્થ સ્વરૂપ દર્શાવ્યું છે.
પ્રથમ કઈ દિશામાં જીવો અલ્પ છે અને કઈ દિશામાં વધારે છે, વધારે હોવાનું કારણ શું? તે વ્યવસ્થિત પદ્ધતિથી સમજાવી તેના ભેદ-પ્રભેદની ન્યૂનાધિકતા દર્શાવીને ચિત્ત ચમત્કૃત કર્યા છે. ઊંડાણપૂર્વકનું તત્ત્વ પીરસી દીધું છે. ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ
આદિથી જીવોના જેટલા પ્રકાર છે, તેની સંખ્યા જેટલા પ્રમાણમાં થાય છે, તે ભાવ દિશાને અવલંબી પ્રારંભ કર્યો છે. ત્યારબાદ ત્રણે ય લોકને અવલંબી લોકની દષ્ટિથી સમગ્ર જીવોના ભેદોનો સંખ્યાગત વિચાર કરતાં કરતાં સ્વના પર્યાપ્તા-અપર્યાપ્તા કોણ કોનાથી અલ્પાધિક છે, તેનું નિરૂપણ કર્યું છે. આ રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી જૂનાધિકતા દર્શાવતા છેવટે અઠ્ઠાણું બોલ મહાદંડકના રૂપમાં લઈ જઈને બહુવ્યક્તવ્યતા પૂર્ણ કરી છે. - હે રાજહંસ વીરા! તેમાં અલ્પમાં અલ્પ આપણા ગર્ભજ મનુષ્યને દર્શાવ્યા છે અને વધારેમાં વધારે સર્વ સંસારી જીવો દર્શાવ્યા છે. કેટલું પુણ્ય કર્યું હોય ત્યારે આવો ભવ મળે છે. એક જીવનું જ દર્શન કરાવી આચાર્ય દેવેશ સ્થિર થયા નથી પરંતુ અજીવની વ્યાખ્યામાં પણ ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોની પરસ્પર તારતમ્યતા દર્શાવી છે. તે તારતમ્યતા દ્રવ્ય દૃષ્ટિથી અને પ્રદેશ દષ્ટિથી દર્શાવી છે અને પુગલોની સંખ્યાનું અલ્પબદુત્વ જીવોની જેમ જ દર્શાવ્યું છે. તે સિવાય દ્રવ્ય, પ્રદેશ અને દ્રવ્યપ્રદેશની દષ્ટિઓથી પરમાણુઓની સંખ્યાનો વિચાર કર્યો છે. ત્યારબાદ પુદ્ગલોની અવગાહના, કાળ, સ્થિતિ અને તેના પર્યાયોની અપેક્ષાએ પણ સંખ્યાનું નિરૂપણ કર્યું છે. રાજહંસે આ વાત સાંભળી વધારે સાવધાન બનીને કહ્યું– વાહ બહેન ! વાહ, આ વાત એકાંતમાં
40