________________
અઢીદ્વીપમાં ચર જ્યોતિષીઓનું અને અઢીદ્વીપ બહાર અચર(સ્થિર) જ્યોતિષીઓનું નિવાસસ્થાન છે. (૪) વૈમાનિક– બાર દેવલોક, નવ લોકાંતિક, ત્રણ કિલ્વિષી, નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાન, આ ઊર્ધ્વલોકના ક્ષેત્રો માનિક દેવોના સ્વસ્થાન છે.
પુણ્યયોગે આ બધા દેવોના રહેવાના નિવાસ સ્થાનમાં દેવોના આભૂષણો હોય છે. તેઓ વક્ષ:સ્થળ પર હાર, હાથમાં કડા, બાજુબંધ, અંગદ, કુંડળ, વિવિધ હસ્તાભરણ પુષ્પમાળા, મસ્તક પર મુગુટ, ઉત્તમ વસ્ત્ર, શ્રેષ્ઠ અનુલેપ, લાંબી વનમાળાદિથી સુસજ્જિત થઈને સ્વયં દિવ્ય તેજથી શોભતા દશે દિશાઓને પ્રકાશમાન કરે છે. આ થઈ સંસારી જીવોના રહેવાના સ્થાનની વાર્તા. સિદ્ધ – ઊર્ધ્વ દિશાના લોકાંતમાં સિદ્ધશિલા ઉપર એક યોજનાના છેલ્લા એક ગાઉના છઠ્ઠા ભાગની ઊંચાઈના ક્ષેત્રમાં અઢીદ્વીપ પ્રમાણ વિસ્તારવાળા ક્ષેત્રમાં સિદ્ધોના સ્વસ્થાન છે. સિદ્ધોની અફસમાન ગતિ હોવાથી તેમનું ઉપપાત ક્ષેત્ર નથી અને શરીર નહીં હોવાથી કોઈ સમુદ્યાત નથી. સંસારી સર્વ જીવોને ત્રણ પ્રકારના નિવાસસ્થાન હોય છે.
આ રીતે વિવિધ પ્રકારના નિવાસ સ્થાન દર્શાવ્યા, તેમાંથી બોલો, મારા પ્યારા રાજહંસ ! તમને કયું સ્થાન ગમી ગયું? મારો રાજહંસ નાચી ઉઠીને બોલ્યો- બહેન ચેતના ! આપણને તો અફસમાન ગતિવાળું જ સ્થાન ગમેને? પણ આપણો પુરુષાર્થ એટલો ક્યાં છે? કે જે પામી શકીએ. પરંતુ આતમ ભાવના રોજ ભાવ્યા કરીશ. આ રીતે બીજા મુક્તાફળના રસાયણને જાણી લીધું.
તેમણે ત્રીજું મુક્તાફળ લાવીને ખોલવાની ઉત્સુકતા દર્શાવી, તે ગયો મઢુલીમાં, લાવ્યો ત્રીજું મુક્તાફળ, તેના ભાવ નિહાળવા રાજહંસે અજાયબીના રસાયણના રસનું એક બિન્દુ પણ નીચે ન ઢોળાય જાય, તેમ હળવેકથી ખોલ્યું અને જોયું તો તે પદનું નામ હતું– બહુ વક્તવ્યતા. તેના અક્ષરનું જ્ઞાન કરવા તેમણે એક-એક અક્ષરનો અર્થ નીચે પ્રમાણે વિચાર્યો.
બ = બળ, પરાક્રમ, વીર્ય ફોરવતો જા. હુ = હૂબહૂ તું શુદ્ધ, બુદ્ધ, આત્મા જ છો. વ = વર્ણ, ગંધ, રસ આદિમાં રાચતો નહીં. ૬ = ક્યારેક ઉદ્ધાર તારો થઈ જશે. ત = તરવું કે ડૂબવું તે તારા હાથમાં છે. ૧ = વ્યથા છોડ જગતની, ધર્મકથામાં મન જોડ.
39