________________
પાંચમું પદ : પરિચય
પાંચમું પદ
****************
393
આ પાંચમા પદનું નામ ‘વિશેષપદ' છે. છતાં વિષય વર્ણનની અપેક્ષાએ ૫જ્જવાપદ કે પર્યાયપદ નામ પણ પ્રચલિત છે.
‘વિશેષ’શબ્દના બે પ્રકારે અર્થ થાય છે– (૧) જીવાદિ દ્રવ્યોના વિશેષ અર્થાત્ પ્રકાર અને (૨) જીવાદિ દ્રવ્યોના વિશેષ અર્થાત્ તેની પર્યાયો—અવસ્થાઓ.
પર્યાય– જૈન દર્શનાનુસાર પ્રત્યેક દ્રવ્ય ધ્રુવ, નિત્ય હોવા છતાં તેમાં પ્રતિક્ષણ ઉત્પાદ્, વ્યયરૂપ અવસ્થાઓનું પરિવર્તન થયા જ કરે છે. પ્રત્યેક દ્રવ્યમાં થનારા આ પરિવર્તનને જ પર્યાય કહે છે. જેમ એક વ્યક્તિ જન્મ ધારણ કરી મૃત્યુ પામે ત્યાં સુધી તેની શારીરિક રચના, માનસિક સ્થિતિ આદિ દરેકમાં પરિવર્તન થતું જ રહે છે, પરિવર્તન પામતી તે સર્વ અવસ્થાઓને પર્યાય કહે છે.
આ પ્રકારનું પરિવર્તન જીવ અને અજીવ બંને દ્રવ્યમાં થાય છે. તેથી પર્યાયના પણ બે પ્રકાર થાય છે. જીવ પર્યાય અને અવપર્યાય
પ્રસ્તુત પદમાં સૂત્રકારે પર્યાય શબ્દનો બે અર્થમાં પ્રયોગ કર્યો છે– (૧) પર્યાય— પ્રકાર. જેમ કે જીવ દ્રવ્યના અનંતા પર્યાય છે. અસંખ્ય નૈરયિકો, અસંખ્ય મનુષ્યો, અસંખ્ય દેવો, અનંતા તિર્યંચો અને અનંતા સિદ્ધો. અહીં અનંત પર્યાયની ગણના જીવના અનંત પ્રકારથી કરી છે. (૨) પર્યાય— અવસ્થા. એક જ દ્રવ્યની ભિન્ન ભિન્ન અવસ્થાઓને પર્યાય કહે છે. જેમ કે એક નારકની દ્રવ્યથી, પ્રદેશથી, અવગાહનાથી, સ્થિતિથી, જ્ઞાનાદિથી ભિન્ન-ભિન્ન અવસ્થાઓ થાય છે. તે વિવિધ અવસ્થાઓ નારકની પર્યાય કહેવાય છે, તે પણ અનંત છે. આ રીતે એક જીવની પણ અનંત પર્યાય છે. પ્રસ્તુત પદમાં જીવપર્યાય અને અજીવ પર્યાયનું વિસ્તૃત વર્ણન છે.
જીવ પર્યાય :– એક એક જીવના અનંત પર્યાયો સમજાવવા માટે સૂત્રકારે દ્રવ્યાદિ અનેક દષ્ટિકોણથી કથન કર્યું છે. તેમાં એક જીવની અન્ય જીવ સાથે વિવિધ પ્રકારે તુલના કરીને તેની વિશેષતાને પ્રગટ કરી છે. દ્રવ્યાર્થ દૃષ્ટિએ—દ્રવ્ય દષ્ટિએ સર્વ જીવો પરસ્પર તુલ્ય છે. કારણ કે બધાનું જીવ દ્રવ્ય એક સમાન છે. તેથી દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતા નૈરયિકો એક સમાન છે. પ્રદેશની દષ્ટિએ– પ્રદેશોની અપેક્ષાએ સર્વ નારકી તુલ્ય છે, એક નૈરયિકના આત્મપ્રદેશો અસંખ્યાતા છે, તેમ બધા જ નારકીના પ્રદેશો પણ અસંખ્યાત છે, ન્યુનાધિક નથી. અવગાહનાની દૃષ્ટિએ–અવગાહના (શરીરની ઊંચાઈ)ની દષ્ટિએ એક નારકી અન્ય નારકીથી હીન, તુલ્ય કે અધિક પણ હોય છે અને તે હીનાધિકતા સંખ્યાત-અસંખ્યાત ભાગ હીનાધિક હોય છે અને સંખ્યાત-અસંખ્યાત ગુણ હીનાધિક પણ હોય છે. આ રીતે તેમાં ચાર પ્રકારે હીનાધિકતા થાય છે. સ્થિતિની અપેક્ષાએ– સ્થિતિની દૃષ્ટિએ પણ તેના અસંખ્યાત પર્યાયો છે. તેમાં ચઉઠાણવડિયા એટલે ચાર બોલોની હીનાધિકતા હોય છે. વર્ણાદિની અપેક્ષાએ– નારકીના અનંત-અનંત પર્યાય છે, કારણ કે નૈયિકોના શરીરમાં એક ગુણ કાળા આદિ વર્ણ, ગંધ, તથા રસ અને સ્પર્શથી લઈને અનંતગુણ કાળા આદિ વર્ણ તથા ગંધ, રસ અને સ્પર્શ હોય શકે છે. તેથી તેમાં સંખ્યાતમા, અસંખ્યાતમા અને અનંતમા ભાગની હીનાધિકતા તથા સંખ્યાત, અસંખ્યાત અને અનંતગુણ હીનાધિકતા; તેમ છ પ્રકારની હીનાધિકતા