________________
| ચોથું પદ: સ્થિતિ
[ ૩૧ ]
જઘન્ય અને ઉત્કૃષ્ટ બને ય અંતર્મુહૂર્તની છે. २४८ लंतए पज्जत्तयाणं पुच्छा ? गोयमा ! जहण्णेणं दस सागरोवमाइं अंतोमुहुत्तूणाई, उक्कोसेणं चोइस सागरोवमाइं अंतोमुहुत्तूणाई।। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! લાંતક કલ્પના પર્યાપ્તા દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત ન્યૂન દશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ચૌદ સાગરોપમની છે. २४९ महासुक्के देवाणं पुच्छा ? गोयमा ! जहण्णेणं चोद्दस सागरोवमाई, उक्कोसेणं सत्तरस सागरोवमाई। ભાવાર્થ –પ્રશ્ન–હે ભગવન્! મહાશુક્ર કલ્પના(સાતમા દેવલોકના) દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તરહે ગૌતમ! જઘન્ય ચૌદ સાગરોપમ અને ઉત્કૃષ્ટ સત્તર સાગરોપમની છે. २५० महासुक्के अपज्जत्ताणं पुच्छा ? गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं। ભાવાર્થ - પ્રશ્ન– હે ભગવન્! મહાશુક્રકલ્પના અપર્યાપ્તા દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને ય અંતર્મુહૂર્તની છે. २५१ महासुक्के पज्जत्तयाणं पुच्छा ? गोयमा ! जहण्णेण चोद्दस सागरोवमाई अंतोमुहुत्तूणाई, उक्कोसेणं सत्तरस सागरोवमाइं अंतोमुहुत्तूणाई। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! મહાશુક્રકલ્પના પર્યાપ્તા દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહુર્ત ચુન ચૌદ સાગરોપમ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન સત્તર સાગરોપમની છે. २५२ सहस्सारे देवाणं पुच्छा ? गोयमा ! जहण्णेणं सत्तरस सागरोवमाई, उक्कोसेणं अट्ठारस सागरोवमाई। ભાવાર્થ – પ્રશ્ન – હે ભગવન્! સહસાર કલ્પના(આઠમા દેવલોકમાં) દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય સત્તર સાગરોપમ અને ઉત્કૃષ્ટ અઢાર સાગરોપમની છે. २५३ सहस्सारे अपज्जत्ताणं पुच्छा ? गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સહસારકલ્પના અપર્યાપ્તા દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને ય અંતર્મુહૂર્તની છે. २५४ सहस्सारे पज्जत्तयाणपुच्छा? गोयमा !जहण्णेणं सत्तरससागरोवमाइं अंतोमुहुत्तूणाई उक्कोसेणं अट्ठारस सागरोवमाइं अंतोमुहुत्तूणाई । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સહસાર કલ્પના પર્યાપ્તા દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત ન્યૂન સત્તર સાગરોપમ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન અઢાર સાગરોપમની છે. २५५ आणए देवाणं पुच्छा ? गोयमा ! जहण्णेणं अट्ठारस सागरोवमाइं, उक्कोसेणं एगूणवीसं सागरोवमाई।