________________
ચોથું પદ : સ્થિતિ
[ ૩૫૭]
ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્તધૂન એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તન પચાસ પલ્યોપમની છે. २१९ सोहम्मे कप्पे परिग्गहियाणं देवीणं पुच्छा । गोयमा ! जहण्णेणं पलिओवमं, उक्कोसेणं सत्त पलिओवमाई । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મકલ્પની(પ્રથમ દેવલોકની) સમુચ્ચય પરિગૃહીતા દેવીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ સાત પલ્યોપમની છે. २२० सोहम्मे कप्पे परिग्गहियाणं अपजत्तियाणं देवीणं पुच्छा ? गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । ભાવાર્થ- પ્રશ્ન – હે ભગવન્! સૌધર્મકલ્પની અપર્યાપ્તા પરિગૃહીતા દેવીની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને ય અંતર્મુહૂર્તની છે. २२१ सोहम्मे कप्पे परिग्गहियाणं पज्जत्तियाणं देवीणं पुच्छा? गोयमा ! जहण्णेणं पलिओवमं अंतोमुहुत्तूणं, उक्कोसेणं सत्त पलिओवमाइं अंतोमुहुत्तूणाई । ભાવાર્થ - પ્રશ્ન– હે ભગવન્! સૌધર્મકલ્પની પર્યાપ્તા પરિગૃહીતા દેવીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્તધૂન એક પલ્યોપમની અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન સાત પલ્યોપમની છે. २२२ सोहम्मे कप्पे अपरिग्गहियाणं पुच्छा ? गोयमा ! जहण्णेणं पलिओवमं उक्कोसेणं पण्णासंपलिओवमाई। ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન્! સૌધર્મકલ્પની(પ્રથમ દેવલોકની) અપરિગૃહિતા દેવીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ પચાસ પલ્યોપમની છે. २२३ सोहम्मे कप्पे अपरिग्गहियाणं अपज्जत्तियाणं देवीणं पुच्छा? गोयमा ! जहण्णेणं वि उक्कोसेणं वि अंतोमुहुत्तं । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! સૌધર્મ કલ્પની અપર્યાપ્તા અપરિગૃહીતા દેવીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બને ય અંતર્મુહૂર્તની છે. २२४ सोहम्मे कप्पे अपरिग्गहियाणं पज्जत्तियाणं देवीणं पुच्छा ? गोयमा ! जहण्णेणं पलिओवमं अंतोमुहुत्तूणं, उक्कोसेणं पण्णासं पलिओवमाइं अंतोमुहुत्तूणाई। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મકલ્પની પર્યાપ્તા અપરિગૃહીતા દેવીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્તવ્ન એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તધૂન પચાસ પલ્યોપમની છે. २२५ ईसाणे कप्पे देवाणं पुच्छा ? गोयमा ! जहण्णेणं साइरेगं पलिओवमं, उक्कोसेणं साइरेगाई दो सागरोवमाई। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ઈશાનકલ્પના(બીજા દેવલોકના) દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય સાધિક એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ સાધિક બે સાગરોપમની છે.