________________
[ ૩૩૮ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્તા બાદર વનસ્પતિકાયિકોની સ્થિતિ કેટલી છે? ઉત્તર– હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. ९४ पज्जत्तबादरवणस्सइयाणं पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं दस वाससहस्साइं अंतोमुत्तूणाई। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! પર્યાપ્તા બાદર વનસ્પતિકાયિકોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન દશ હજાર વર્ષની છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં પાંચ સ્થાવર જીવોના ઔધિક, સૂક્ષ્મ અને બાદરની તથા તેના અપર્યાપ્તા અને પર્યાપ્તાની સ્થિતિનું પૃથક પૃથક્ વર્ણન છે. તે કથન ભાવાર્થથી સ્પષ્ટ છે. અંતમુહુરં:-અહીં સૂત્રોમાં સ્થિતિરૂપે અંતર્મુહૂર્ત સમયનું કથન અનેકવાર થયું છે. તે સર્વત્ર ઉચ્ચારણની અપેક્ષાએ સમાન હોવા છતાં સમય પ્રમાણમાં સર્વત્ર સમાન નથી. તે જઘન્ય બે સમયનું અને ઉત્કૃષ્ટ ૪૮ મિનિટમાં કિંચિત્ જૂન પણ હોય છે. અંતર્મુહૂર્તના અનેક ભેદ હોવાથી અંતર્મુહૂર્તની સ્થિતિમાં તરતમતા થાય છે. એકેન્દ્રિયની સ્થિતિના અંતર્મુહૂર્તથી પંચેન્દ્રિયની સ્થિતિનો અંતર્મુહૂર્ત મોટું હોય છે. આ જ રીતે અપર્યાપ્તા અને પર્યાપ્તાનું; પૃથ્વીકાય અને વનસ્પતિકાયનું તેમજ બાદર કે સૂક્ષ્મ વનસ્પતિકાયનુંઅંતર્મુહૂર્ત પરસ્પર નાનું-મોટું હોય છે.
પ્રસ્તુત સૂત્રોમાં વનસ્પતિકાયના સૂકમ બાદર બે ભેદોની જ વિવક્ષા કરી છે; પ્રત્યેક અને સાધારણ આ ભેદો કર્યા નથી. છતાં સાધારણ વનસ્પતિની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ એકમાત્ર અંતર્મુહૂર્તની જાણવી. વિકલેન્દ્રિય જીવોની સ્થિતિ:
९५ बेइंदियाणं भंते ! केवइयं कालं ठिई पण्णता ? गोयमा ! जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं बारस संवच्छराई। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! બેઇન્દ્રિય જીવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાર વર્ષની છે. ९६ अपज्जत्तयबेइंदियाणं पुच्छा । गोयमा ! जहण्णेण वि उक्कोसेणं वि अंतोमुहुत्तं । ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! અપર્યાપ્ત બેઈન્દ્રિયની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. ९७ पज्जत्तयबेइंदियाणं पुच्छा । गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं बारस संवच्छराई अंतोमुहुत्तूणाई। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્તા બેઇન્દ્રિયની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન બાર વર્ષની છે. ९८ तेइंदियाणं भंते ! केवइयं कालं ठिई पण्णता ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं,