________________
ચોણ પદ : પરિચય
||
૩ર૩
ચોથું પદ એક
! પરિચય
કે છોક છે. થી છ ક છે શ્રી પ્રજ્ઞાપના સૂત્રનું આ ચોથું સ્થિતિ પદ . તેમાં સંસારી જીવ જન્મથી મૃત્યુ પર્યત નારક આદિ પર્યાયોમાં નિરંતર કેટલો કાળ રહે છે, તે કાલ મર્યાદાની વિચારણા છે.
જીવ દ્રવ્ય નિત્ય છે, પરંતુ તેની પર્યાયો– અવસ્થાઓ પરિવર્તન પામે છે, તેમાં પણ કર્મયુક્ત સંસારી જીવો પોતાના કર્માનુસાર આ સૃષ્ટિના શુભાશુભ કર્માનુસાર વિવિધ સ્થાનોમાં જન્મ ધારણ કરે છે, પોતાના આયુષ્ય કર્મની કાલમર્યાદા અનુસાર રહે છે અને ત્યાર પછી તે સ્થાન છોડી અન્યત્ર જન્મ ધારણ કરે છે. આ રીતે જન્મ-મરણનું ચક્ર ચાલ્યા કરે છે. જન્મ-મરણ વચ્ચેનો જીવનકાલ કયા સ્થાનમાં કેટલો હોઈ શકે? તેની કાલ મર્યાદાને જ સૂત્રકારે “સ્થિતિ' કહી છે.
“સ્થિતિ’ શબ્દની વ્યુત્પત્તિલભ્ય અર્થ આ પ્રમાણે છે- સ્થીયતે સવથી તે નથી આવક વામનુભૂતિસ્થિતિઃ | આયુષ્યકર્મની અનુભૂતિ કરતો જીવ જે પર્યાયમાં જેટલો કાલ અવસ્થિત રહે છે તેટલા કાલને તે પર્યાયની સ્થિતિ કહે છે. તેથી સ્થિતિ, આયુષ્ય કર્મોની અનુભૂતિ અને જીવન, આ સર્વ શબ્દો પર્યાયવાચી છે.
જ્ઞાનાવરણીયાદિ કર્મપગલોના અવસ્થાનને પણ ‘સ્થિતિ' કહે છે, તેમ છતાં આ પદમાં નારક આદિ જીવોની “આયુષ્યકર્માનુભૂતિ'ને જ ‘સ્થિતિ’ શબ્દથી ગ્રહણ કરી છે. આયુષ્ય કર્મની અનુભૂતિ માત્ર સંસારી જીવોને હોય છે, તેથી આ પદમાં સંસારી જીવોની સ્થિતિનો વિચાર કર્યો છે. સિદ્ધોનીસ્થિતિ સાદિ અનંતકાલની હોય છે; તેને આયુનો અભાવ હોવાથી અહીં તેનું વર્ણન કર્યું નથી.
સ્થિતિ(આયુ)ના બે પ્રકાર છે. જઘન્ય એટલે તે-તે સ્થાનની ઓછામાં ઓછી સ્થિતિ અને ઉત્કૃષ્ટ એટલે તે-તે સ્થાનની વધારેમાં વધારે સ્થિતિ.
આ પદમાં સ્થિતિ નિરૂપણનો ક્રમ આ પ્રમાણે છે- સર્વ પ્રથમ કોઈપણ સ્થાનના જીવોની સમુચ્ચય જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું કથન છે, ત્યાર પછી તેના પર્યાપ્તા અને અપર્યાપ્તાની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું કથન છે અને તે સિવાય તે સ્થાનના જેટલા ભેદ-પ્રભેદ થાય, તેની જઘન્ય અને ઉત્કૃષ્ટસ્થિતિનું કથન છે.
મુખ્ય રીતે ૨૪ દંડકના ક્રમથી જીવોની સ્થિતિનું કથન કર્યું છે, યથા– (૧) નારક (૨) દશ ભવનપતિ દેવ (૩) પાંચ સ્થાવર (૪) ત્રણ વિકસેન્દ્રિય (૫) તિર્યંચ પંચેન્દ્રિય (૬) મનુષ્ય (૮) વ્યંતર દેવ (૯) જ્યોતિષી દેવ અને (૧૦) વૈમાનિક દેવ. તેમાં પણ વિવિધ ભેદ-પ્રભેદ સાથે સ્થિતિનું કથન છે.
આ સ્થિતિ પદના વર્ણન અનુસાર ચાર જાતિના દેવોમાં, દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ કરતાં દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ અલ્પ છે. જેમ કે– અસુરકુમારમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક એક સાગરોપમ છે જ્યારે દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સાડા ચાર પલ્યોપમની છે. વૈમાનિક દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની છે જ્યારે દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ૫૫ પલ્યોપમની છે. જઘન્ય સ્થિતિ દેવ-દેવીઓની સર્વત્ર સમાન હોય છે.