________________
હર
શ્રી પન્નવણા સુa: ભાગ-૧
શાશ્વતા આદિ | | કુલ બોલ
વિવરણ શાશ્વતા
| ૨૪, ૯૫, ૯૭ તે ત્રણ બોલ વર્જિને શેષ ૯૫ બોલ. અશાશ્વતા
| | ૨૪, ૯૫, ૯૭. ૯૮
૯૫
નોધઃ- સિદ્ધ જીવોની સંખ્યા પાંચમા અનંત પ્રમાણ છે તેવી પરંપરા છે. પરંતુ અનુયોગદ્વાર સૂત્રમાં અનંતના આઠ પ્રકારનું વિસ્તૃત વર્ણન છે. તેમાં સંખ્યાનું સ્વરૂપ જોતાં જણાય છે કે સિદ્ધોને આઠમા અનંત પ્રમાણ માનવા ઉપયુક્ત છે. શ્રી ચંદ્રર્ષિ રચિત પંચસંગ્રહ ગ્રંથમાં પણ સિદ્ધોની સંખ્યા મધ્યમ અનંતાનંત અર્થાત્ આઠમા અનંત પ્રમાણ કહી છે. શાશ્વત-અશાશ્વતા બોલ :- આ ૯૮ બોલોમાં ૯૫ બોલ લોકમાં સદા પ્રાપ્ત થાય છે અને ત્રણ બોલ ક્યારેક હોય અને ક્યારેક હોતા નથી. તે ત્રણ બોલ આ પ્રમાણે છે
(૧) ચોવીસમો બોલ સંમશ્કેિમ મનુષ્ય– સંમૂર્છાિમ મનુષ્યોની ઉત્પત્તિનો ઉત્કૃષ્ટ વિરહકાલ ૨૪ મુહૂર્તનો છે અર્થાત્ ક્યારેક ૨૪ મુહૂર્ત સુધી લોકમાં એક પણ સંમૂર્છાિમ મનુષ્યની ઉત્પત્તિ થતી નથી અને તે જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની એટલે કે ૧-૨ મિનીટની જ હોય છે. તેથી જ્યારે ૨૪ મુહૂર્ત સુધી તે જીવો ઉત્પન્ન ન થાય અને પૂર્વે ઉત્પન્ન થયેલા જીવો પોતાનું આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ પામે છે ત્યારે તેટલા સમય સુધી લોકમાં કોઈપણ સંમૂર્છાિમ મનુષ્ય રહેતા નથી, તે જીવોનો પૂર્ણ રીતે અભાવ થઈ જાય છે. માટે આ ૯૮ બોલના અલ્પબદુત્વનો ૨૪મો બોલ અશાશ્વત છે.
સંસારના અન્ય જીવોની ઉત્પત્તિનો પણ વિરહકાલ તો હોય જ છે પરંતુ તે જીવોની સ્થિતિ દીર્ઘકાલની હોવાથી તે જીવો હંમેશા હોય છે. જેમ કે ગર્ભજ મનુષ્યોનો વિરહકાલ ૧૨ મુહૂર્તનો છે, અર્થાતુ ૧૨ મુહુર્ત પર્યત નવા ગર્ભજ મનુષ્યોનો જન્મ થતો નથી, પરંતુ પૂર્વે ઉત્પન્ન થયેલા મનુષ્યોની સ્થિતિ ૧ મુહૂર્તથી લઈને કરોડ પૂર્વ વર્ષ સુધીની હોય છે અને યુગલિક મનુષ્યોની સ્થિતિ ત્રણ પલ્યોપમની હોય છે. તેથી ગર્ભજ મનુષ્યોનો અભાવ થતો નથી.
તાત્પર્ય એ છે કે જે જીવોની ઉત્પત્તિનો વિરહકાલ તેની સ્થિતિથી અધિક હોય, તે વિરહકાલમાં તે જીવોનો અભાવ થઈ જાય, તેથી તે બોલ અશાશ્વત થાય પરંતુ જે જીવોની ઉત્પત્તિનો વિરહકાલ તેની સ્થિતિથી અલ્પ હોય, તે જીવોનો અભાવ કદાપિ થતો નથી, તેથી તે બોલ શાશ્વત જ રહે છે.
(૨) પંચાણુમો બોલ છવસ્થ મનુષ્યો– આ બોલ અગિયારમા અને બારમા ગુણસ્થાનવર્તી જીવોના સંયોગથી થાય છે, તે બંને ગુણસ્થાન અશાશ્વત છે. તેથી તે ગુણસ્થાનવર્તી એકપણ જીવ જ્યારે ન હોય ત્યારે આ પંચાણુમો બોલ થતો નથી. તેથી આ બોલ અશાશ્વત કહેવાય છે. (૩) ૯૭ મો બોલ–સંસારી જીવો– આ બોલ ૧૪મા ગુણસ્થાનવર્તી જીવોના સંયોગથી થાય છે અને ચૌદમું ગુણસ્થાન અશાશ્વત છે. તેથી જ્યારે ચૌદમા ગુણસ્થાનવર્તી જીવો ન હોય ત્યારે ૯૭ મો બોલ બનતો નથી. તેથી તે અશાશ્વત છે.
આ ત્રણ બોલ સિવાય ૯૫ બોલના જીવોનો કોઈપણ રીતે લોકમાં અભાવ થતો નથી. તેથી તે બોલ સદા શાશ્વત છે.
છે તૃતીય પદ સંપૂર્ણ |