________________
૨૯૬
गुणा, तिरियलोए असंखेज्जगुणा ।
ભાવાર્થ :- ક્ષેત્રની અપેક્ષાએ (૧) સર્વથી થોડા ત્રસકાયિક અપર્યાપ્તા જીવો ત્રણલોકમાં છે, (૨) તેનાથી ઊર્ધ્વલોક-તિરછાલોકમાં સંખ્યાતગુણા છે, (૩) તેનાથી અધોલોક-તિરછાલોકમાં સંખ્યાતગુણા છે, (૪) તેનાથી ઊર્ધ્વલોકમાં સંખ્યાતગુણા છે, (૫) તેનાથી અધોલોકમાં સંખ્યાતગુણા છે અને (૬) તેનાથી તિરછાલોકમાં અસંખ્યાતગુણા છે.
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૧
| १७४ खेत्ताणुवाएणं सव्वत्थोवा तसकाइया पज्जत्तया तेलोक्के, उड्डलोय तिरियलोए असंखेज्जगुणा, अहोलोय तिरियलोए संखेज्जगुणा, उड्डलोए संखेज्जगुणा, अहोलोए संखेज्जगुणा, तिरियलोए संखेज्जगुणा ।
ભાવાર્થ :– ક્ષેત્રની અપેક્ષાએ (૧) સર્વથી થોડા પર્યાપ્તા ત્રસકાયિક જીવો ત્રણલોકમાં છે, (૨) તેનાથી ઊર્ધ્વલોક-તિરછાલોકમાં અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી અધોલોક-તિરછાલોકમાં સંખ્યાતગુણા છે, (૪) તેનાથી ઊર્ધ્વલોકમાં સંખ્યાતગુણા છે, (૫) તેનાથી અધોલોકમાં સંખ્યાતગુણા છે અને (૬) તેનાથી તિરછાલોકમાં સંખ્યાતગુણા છે. ।। ચોવીસમું દ્વાર સંપૂર્ણ ॥
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં છકાય જીવોના તથા તેના અપર્યાપ્તા અને પર્યાપ્તાના અલ્પબહુત્વનું કથન છે. તેમાં પાંચ સ્થાવર જીવો એકેન્દ્રિય હોવાથી તેના અલ્પબહુત્વનું સ્પષ્ટીકરણ પૂર્વોક્ત એકેન્દ્રિય સૂત્રાનુસાર સમજી લેવું જોઈએ. ત્રસકાયિકના અલ્પબહુત્વનું સ્પષ્ટીકરણ સમુચ્ચય પંચેન્દ્રિયના સૂત્રાનુસાર સમજી લેવું જોઈએ.
ક્ષેત્રની અપેક્ષાએ સમસ્ત જીવોના અલ્પબહુત્વને કોષ્ટક દ્વારા જાણવા કેટલીક બાબતોનો ખ્યાલ રાખવો જરૂરી છે. યથા− ઊર્ધ્વલોક–તિરછાલોક – તિરછાલોકનું ઉપરનું અંતિમ પ્રતર અને ઊર્ધ્વલોકનું પ્રથમ પ્રતર, આ બે પ્રતર રૂપ ક્ષેત્રને ઊર્ધ્વલોક–તિરછાલોક કહે છે. અધોલોક–તિરછાલોક-તિરછાલોકનું નીચેનું અંતિમ પ્રતર અને અધોલોકનું પ્રથમ પ્રતર, આ બે પ્રતર રૂપ ક્ષેત્રને અધોલોક–તિરછાલોક કહે છે. ત્રણલોક— ઊર્ધ્વ અને અધોલોકનો કેટલોક ભાગ અને સંપૂર્ણ તિર્યઞ્લોકની સ્પર્શના થાય તેને ત્રૈલોકય કહે છે. જીવોની વિદ્યમાનતા સ્વસ્થાન, ઉપપાત કે સમુદ્દાતની અપેક્ષાએ લોકના વિવિધ વિભાગોમાં હોય છે. ક્ષેત્રની અપેક્ષાએ સર્વ જીવોનું અલ્પબહુત્વ ઃ
જીવ ઊર્ધ્વલોક | અધોલોક | તિરછાલોક | ઊર્ધ્વલોક અધોલોક ત્રણલોક તિરછાલોક |તિરછાલોક
સમુચ્ચય જીવ
નૈયિકો
સમુચ્ચય તિર્યંચો
૫
૩
૧
ર
૪
અસં ગુણા | વિશેષાધિક | અસં॰ ગુણા | સર્વથી થોડા | વિશેષાધિક | અસં ગુણા
૩
૨
૧
અસં ગુણા
અસં ગુણા | સર્વથી થોડા
૫
S
૩
૧
૨
૪
અસં ગુણા | વિશેષાધિક | અસં ગુણા | સર્વથી થોડા | વિશેષાધિક | અસં ગુણા