________________
| ૨૮૪]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
અધિક છે. તે સિવાયના ક્ષેત્રોમાં દેવો તીર્થકરના કલ્યાણકોની ઉજવણી માટે વગેરે વિશિષ્ટ કારણસર ગમનાગમન કરે છે. ત્યારે તે તે ક્ષેત્રોની સ્પર્શના કરે છે. મારણાંતિક સમુદ્યાત દ્વારા આત્મપ્રદેશોને ફેલાવે ત્યારે સ્વસ્થાન સિવાયના ક્ષેત્રોનો સ્પર્શ કરે છે. વિગ્રહગતિમાં પણ અન્ય ક્ષેત્રોનો સ્પર્શ કરે છે. આ રીતે તે દેવ-દેવીઓની સ્પર્શના લોકના છ એ વિભાગમાં થાય છે. તેનું અલ્પબદુત્વ ભાવાર્થથી સ્પષ્ટ છે. ક્ષેત્રની અપેક્ષાએ વૈમાનિક દેવ-દેવીઓનું અલ્પબદ્ભુત્વઃક્રિમ ક્ષેત્રના જીવો | પ્રમાણ
કારણ ૧ |ઊર્ધ્વલોક-તિરછાલોક સર્વથી થોડા | વિગ્રહગતિ, મારણાંતિક સમુદ્યાત અને ગમનાગમન સમયે સ્પર્શે
છે. તેની સંખ્યા અસંખ્ય હોવા છતાં પણ અલ્પ છે. ૨ | ત્રણલોક સ્પર્શી | સંખ્યાતગુણા | મારણાંતિક સમુઘાત અને વિગ્રહગતિની અપેક્ષાએ. ૩ | અધોલોક-તિરછાલોક| સંખ્યાતગુણા | અધોલૌકિક બેવિજયમાં કે અધોલોકમાં ભવનપતિ દેવ-દેવી પાસે
જવાની અપેક્ષાએ વધુ હોય. અધોલોક સંખ્યાતગુણા | અધોલૌકિક બે વિજયમાં અને ભવનપતિના ભવનોમાં
ગમનાગમન અપેક્ષાએ. તિરછાલોક | સંખ્યાતગુણા ઘણા તીર્થકરોના સમવસરણમાં અને પોતાની રાજધાનીઓમાં
ગમનાગમન કરતા હોવાથી વધારે હોય છે. ઊર્ધ્વલોક અસંખ્યાતગુણા સ્વસ્થાન છે. નોંધઃ- શ્રી ભગવતી સૂત્ર શતક–૨૪ અનુસાર એક સાથે અસંખ્ય તિર્યંચ પંચેન્દ્રિય જીવો વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી ક્ષેત્રની અપેક્ષાએ વૈમાનિક દેવોના અલ્પબહુત્વના પહેલા અને બીજા બોલમાં ઊર્ધ્વલોક-તિરછાલોક અને ત્રણે લોકને સ્પર્શતા વૈમાનિક દેવો વિગ્રહ ગતિની અપેક્ષાએ અસંખ્યાતા હોય શકે છે, તેમ સ્પષ્ટ થાય છે.
ત્યારપછી ત્રીજા, ચોથા અને પાંચમા બોલમાં અર્થાત્ અધોલોક-તિરછાલોક, અધોલોક અને તિરછાલોકમાં વૈમાનિક દેવો ક્યારેક ગમનાગમન કરે તે અપેક્ષાએ હોય છે. તેવા વૈમાનિક દેવોની સંખ્યા અલ્પ હોવાથી વધુમાં વધુ સંખ્યાતા જ હોય છે. તે પહેલા અને બીજા અસંખ્યાતાના બોલથી સંખ્યાતગુણા અધિક કેવી રીતે થાય તે વિચારણીય છે. માટે અલ્પબદુત્વના કારણોને સમગ્ર રીતે ઊંડાણથી વિચાર કરતાં ક્ષેત્રની અપેક્ષાએ વૈમાનિક દેવોનું અલ્પબહુત આ રીતે થાય છે–
(૧) સર્વથી થોડા વૈમાનિક દેવો અધોલોક-તિરછાલોકમાં હોય છે. અધોલોકમાં ગમનાગમન કરતા દેવો તે બે પ્રતરનો સ્પર્શ કરે છે. તે વૈમાનિક દેવોની સંખ્યા અલ્પ છે. (૨) તેનાથી અધોલોકમાં સંખ્યાતગુણા છે. કારણ કે તેનો ક્ષેત્ર વિસ્તાર અધિક છે. તેથી ગમનાગમનની અપેક્ષાએ અધિક દેવો હોય શકે છે. (૩) તેનાથી તિરછાલોકમાં સંખ્યાતગુણા છે કારણ કે તીર્થકરોના સમવસરણમાં, તેમજ જન્મોત્સવ વગેરે પ્રસંગોમાં ઘણા દેવોનું ગમનાગમન થાય છે તેમજ કેટલાક દેવોની તિરછાલોકમાં રાજધાની પણ છે. (૪) તેનાથી ત્રણે લોક સ્પર્શી દેવો અસંખ્યાતગુણા છે. કારણ કે ઊર્ધ્વલોકમાંથી અધોલોકમાં મારણતિક સમુઘાત કરીને ઉત્પન્ન થતા વૈમાનિક દેવો તથા અધોલોકમાંથી ઊર્ધ્વલોકમાં વૈમાનિક દેવપણે ઉત્પન્ન થતાં તિર્યંચ પંચેન્દ્રિય કે મનુષ્યો વિગ્રહગતિ દ્વારા ત્રણલોકનો સ્પર્શ કરે છે તે અસંખ્યાતા હોય છે. (૫) તેનાથી ઊર્ધ્વલોક-તિરછાલોકમાં સંખ્યાતગુણા છે. ઉપપાત અને સમુઠ્ઠાતની અપેક્ષાએ વિશેષ હોય છે. (૨) તેનાથી ઊર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, કારણ કે તેનું સ્વસ્થાન છે. આ જ રીતે જ્યોતિષી દેવોનું અલ્પબદુત્વ પણ વિચારણીય છે.