________________
[ ૨૭૮ |
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૧
ક્ષેત્રની અપેક્ષાએ દેવગતિનું અલ્પબદુત્વઃ१३२ खेत्ताणुवाएणंसव्वत्थोवा देवा उड्डलोए, उड्डलोयतिरियलोए असंखेज्जगुणा, तेलोक्के संखेज्जगुणा, अहोलोय-तिरियलोए संखेज्जगुणा, अहोलोए संखेज्जगुणा, तिरियलोए સંજ્ઞાળા | ભાવાર્થ:- ક્ષેત્રની અપેક્ષાએ (૧) સર્વથી થોડા દેવો ઊર્ધ્વલોકમાં છે, (૨) તેનાથી ઊર્ધ્વલોક-તિરછાલોકમાં અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી ત્રણલોકમાં સંખ્યાતગુણા છે, (૪) તેનાથી અધોલોક-તિરછાલોકમાં સંખ્યાતગુણા છે. (૫) તેનાથી અધોલોકમાં સંખ્યાતગુણા છે અને (૬) તેનાથી પણ તિરછાલોકમાં સંખ્યાતગુણા છે. १३३ खेत्ताणुवाएणं सव्वत्थोवाओ देवीओ उड्डलोए, उड्डलोयतिरियलोए असंखेज्जगुणाओ, तेलोक्के संखेज्जगुणाओ, अहोलोयतिरियलोएसंखेज्जगुणाओ, अहोलोए संखेज्जगुणाओ, तिरियलोए संखेज्जगुणाओ। ભાવાર્થ :- ક્ષેત્રની અપેક્ષાએ (૧) સર્વથી થોડી દેવીઓ ઊર્ધ્વલોકમાં છે, (૨) તેનાથી ઊર્ધ્વલોકતિરછાલોકમાં અસંખ્યાતગુણી છે, (૩) તેનાથી ત્રણલોકમાં સંખ્યાતણી છે, (૪) તેનાથી અધોલોકતિરછાલોકમાં સંખ્યાતગુણી છે, (૫) તેનાથી અધોલોકમાં સંખ્યાતગુણી છે અને (૬) તેનાથી પણ તિરછાલોકમાં સંખ્યાતગુણી છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ક્ષેત્રની અપેક્ષાએ ક્રમશઃ દેવ અને દેવીઓના અલ્પબદુત્વનું કથન છે. સમુચ્ચય દેવો તથા દેવીઓનું અલ્પબદુત્વઃ- (૧) સર્વથી થોડા દેવો ઊર્ધ્વલોકમાં છે કારણ કે ત્યાં માત્ર વૈમાનિક જાતિના દેવો જ રહે છે અને તેઓ અન્ય જાતિના દેવોથી થોડા છે. તે સિવાય ભવનપતિ આદિ ત્રણેય પ્રકારના દેવો તીર્થકરોના જન્મ મહોત્સવાદિના સમયે મેરુ પર્વત પર જાય છે પરંતુ તે બહુ થોડા હોય છે. તેથી ઊર્ધ્વલોકમાં દેવો સર્વથી થોડા છે. (૨) તેનાથી ઉર્ધ્વલોક-તિરછાલોકમાં અસંખ્યાતગુણા દેવો છે. કારણ કે આ બંને પ્રતરો જ્યોતિષીદેવોની નિકટવર્તી છે અને તે પ્રતરોમાં તેઓના સ્વસ્થાન પણ છે. તે સિવાય ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષીદેવો મેરુપર્વત આદિ પર ગમનાગમન કરે અને સૌધર્મ આદિ કલ્પોના દેવો તિરછાલોકથી પોતાના સ્થાનમાં જાય ત્યારે આ બે પ્રતરોને સ્પર્શે છે. મનુષ્ય કે તિર્યંચ સૌધર્માદિ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય ત્યારે વિગ્રહગતિમાં અને સૌધર્માદિ દેવલોકના દેવો મનુષ્ય, તિર્યંચમાં ઉત્પન્ન થાય ત્યારે મારણાંતિક સમુઘાત વડે આ બંને પ્રતરોનો સ્પર્શ કરે છે, તેથી ઊર્ધ્વલોક-તિરછાલોકને સ્પર્શનારા દેવો અસંખ્યાતગુણા છે. (૩) તેનાથી ત્રણલોકમાં સંખ્યાતગુણા છે. જ્યારે જીવો ઊર્ધ્વલોકથી અધોલોકમાં અને અધોલોકથી ઊર્ધ્વલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય ત્યારે વિગ્રહગતિમાં ત્રણલોકનો સ્પર્શ કરે છે અને જ્યારે કોઈપણ દેવો ઊર્ધ્વલોકથી અધોલોકમાં અને અધોલોકથી ઊર્ધ્વલોકમાં મનુષ્ય કે તિર્યચપણે ઉત્પન્ન થવાના હોય ત્યારે મૃત્યુ સમયે મારણાંતિક સમુદ્યાત કરતાં ત્રણે લોકનો સ્પર્શ કરે છે. તે જીવો પૂર્વાપેક્ષયા સંખ્યાતગુણા થાય છે. (૪) તેનાથી અધોલોક-તિરછાલોકમાં દેવો સંખ્યાતગુણા અધિક છે કારણ કે આ બંને પ્રતિરો વાણવ્યંતર દેવોના સ્થાનોથી નજીક હોવાથી તેઓના સ્વસ્થાન છે. ઘણા ભવનપતિદેવો તિરછાલોકમાં ગમનાગમન કરે