________________
સંપાદકીય
અપૂર્વ મૃતઆરાધક ભાવયોગિની બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ.
પ્રજ્ઞા પ્રદીપ પ્રગટાવનારા પ્રભુને પ્રણામ છે મારા, અજ્ઞાન વિનાશકારી, વહાવી જેમણે પ્રવચન ધારા, સ્વરૂપાનુસંધાન કરાવવા, સિંચ્યા તપ સંયમ ક્યારા,
ત્રિવિધ તાપનાશક ત્રિલોકીનાથ જગથી શોભે ન્યારા. પ્રિયપાઠક સાધકગણ, આગમ જિજ્ઞાસુ વર્ગ!
આપ સહુની સમક્ષ પ્રજ્ઞાપના સૂત્રનો પ્રથમ ભાગ પ્રગટ કરતાં અત્યંત આનંદ અનુભવીએ છીએ. કારણ કે અમારા પ્રગટ થયેલા આગમ અનુવાદના પચ્ચીસ આગમરત્નોને આપ સહુએ આવકાર્યા છે.
પ્રભુની વાસ્તવિક દેશનાને સમજણના સથવારે આત્માના ઊંડાણમાં લઈ જઈને, કૃત્રિમતાનું ભાન કરી, કાલ્પનિક સુખભાસની લાગણી છોડી, દેખાતી દુનિયાથી દૂર ખસી, ચેતનાની અનંતગુણથી યુક્ત સુખ સાગરની છલછલતી સહ્યબી ભોગવવા સ્વ સન્મુખ થવાની કોશીશ કરી રહ્યા છો, તેનો અમને ભારોભાર આનંદ છે.
આજે અમે પ્રાણ આગમ બત્રીસીનું રમું આગમ રત્ન શ્રી પ્રજ્ઞાપના સૂત્ર આપના કરકમળમાં અર્પણ કરીએ છીએ. અસ્તુ...પ્રજ્ઞાને પ્રવીણ બનાવવા સાવધાન બની એકાગ્રચિત્તે વાંચનરૂપી જ્ઞાનામૃતનું ભોજન કરો.
પ્રસ્તુત સૂત્રના રચયિતા શ્રી શ્યામાચાર્ય છે. પૂ. શ્રી શ્યામાચાર્યે કલિયુગમાં પણ સતયુગ સર્યો છે. તેઓશ્રીની મેધા અત્યંત તીક્ષ્ણ હતી. તેઓશ્રીનું નામ ત્રિલોકીનાથ શ્રી સીમંધરસ્વામીના શ્રીમુખે વિદેહ ક્ષેત્રમાં ગવાયું છે. તેની વાર્તા ગ્રંથોમાં આ પ્રમાણે જોવા મળે છે કે સીમંધરસ્વામી પરિષદમાં દેશના આપી રહ્યા હતા. તેમાં સુક્ષ્મ-સુક્ષ્મતમ જીવોનું વર્ણન કરી લોકોને તે જીવોની દયા પાળવાનો ઉપદેશ હતો. તે સાંભળ્યા પછી શક્રેન્દ્ર મહારાજે વિનયપૂર્વક ઊભા થઈ પ્રભુ પાસે જઈને, વંદન કરી પ્રશ્ન કર્યો– હે પ્રભો! આપે જે સૂક્ષ્મ જીવોનું વર્ણન કર્યું છે, તેવું જ વર્ણન કરી શકે એવા જ્ઞાની મહાત્મા ભરતક્ષેત્રમાં કોઈ છે ખરા?
ભગવાને જવાબ આપતા કહ્યું, હે દેવેન્દ્ર દેવરાજ! આજે ભરતક્ષેત્રમાં શ્યામાચાર્ય
28