________________
વિજ્ઞાન જગતનો મહાન વૈજ્ઞાનિક આઈનસ્ટાઈન પણ આ જ વાત કહે છે કે વિશ્વના બધા ભાવો એકાંત રૂપે કહી શકાય તેમ નથી. આ સિદ્ધાંતનું નામ ‘રિયાલિટી ઓફ ટુથ’
સમસ્ત આગમો પણ ભારોભાર સાપેક્ષવાદથી ભરેલા છે. છતાં આશ્ચર્ય એ છે કે જૈન જગતમાં વ્યવહારિક ક્ષેત્રમાં આગ્રહવાદ અને એકાંતવાદ ચૌદ આના પ્રવેશી ગયો છે. આ શાસ્ત્રોના પ્રકાશનથી વ્યવહારિકક્ષેત્રમાં આગ્રહવાદ લય પામે તો સમાજને ઘણું જ સુફળ પ્રાપ્ત થશે. સ્વાદુવાદ, અનેકાંતવાદ, અપેક્ષાવાદ, નયવાદ અને ભિન્ન દૃષ્ટિકોણવાદ, એ જૈન ધર્મના સુદર્શન ચક્રના એક-એક “આરા” છે. અસ્તુ...
વિદ્વાન લેખક, સંપાદકવૃંદ સ્થાને-સ્થાને અનેકાંતવાદનો પ્રકાશ પણ પાથરી રહ્યા છે, તે શુભ લક્ષણ છે. આગમ સંપાદનનું કાર્ય જેમ-જેમ આગળ વધતું જાય છે તેમ-તેમ ગંભીર મહાશાસ્ત્રોના સ્પર્શથી વધારે શ્રમસાધ્ય બનતું જાય છે. અહીં અમે એ જ પ્રાર્થના કરીએ છીએ કે– પ્રજ્ઞવ-પ્રજ્ઞાપના જેવા મહાગંભીર શાસ્ત્રનું સંપાદન સોળે કળાએ સંપન્ન થાય અને ત્રિલોકઋષિ જેવા મનીષી મુનિ અને લીલમબાઈ જેવા કર્ણધાર મહાસતીજીનું પૂરું માર્ગદર્શન મળતું રહે અને બધા સાનુકૂળ સંયોગ સહાયક બની રહે, એવી ભાવના સાથે..
જયંતિ મુનિ પેટરબાર