________________
ત્રીજું પદ : બહુવક્તવ્યતા [અલ્પબહુત્વ]
અસંખ્યાતગુણા છે, (૧૬) તેનાથી સૂક્ષ્મ પૃથ્વીકાય અપર્યાપ્તા વિશેષાધિક છે, (૧૭) તેનાથી સૂક્ષ્મ અપ્લાયિક અપર્યાપ્તા વિશેષાધિક છે, (૧૮) તેનાથી સૂક્ષ્મ વાયુકાયિક અપર્યાપ્તા વિશેષાધિક છે, (૧૯) તેનાથી સૂક્ષ્મ તેજસ્કાયિક પર્યાપ્તા સંખ્યાતગુણા છે, (૨૦) તેનાથી સૂક્ષ્મ પૃથ્વીકાયિક પર્યાપ્તા વિશેષાધિક છે, (૨૧) તેનાથી સૂક્ષ્મ અપ્લાયિક પર્યાપ્તા વિશેષાધિક છે, (૨૨) તેનાથી સૂક્ષ્મ વાયુકાયિક પર્યાપ્તા વિશેષાધિક છે, (૨૩) તેનાથી સૂક્ષ્મનિગોદ(શરીર) અપર્યાપ્તા અસંખ્યાતગુણા, (૨૪) તેનાથી સૂક્ષ્મનિગોદ(શરીર) પર્યાપ્તા સંખ્યાતગુણા, (૨૫) તેનાથી બાદર વનસ્પતિકાયના પર્યાપ્તા અનંતગુણા, (૨૬) તેનાથી બાદર પર્યાપ્તા વિશેષાધિક, (૨૭) તેનાથી બાદર વનસ્પતિકાયિક અપર્યાપ્તા અસંખ્યાતગુણા, (૨૮) તેનાથી બાદર અપર્યાપ્તા વિશેષાધિક, (૨૯) તેનાથી સમુચ્ચય બાદર જીવો વિશેષાધિક, (૩૦) તેનાથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક અપર્યાપ્તા અસંખ્યાતગણા (૩૧) તેનાથી સૂક્ષ્મ અપર્યાપ્તા વિશેષાધિક, (૩ર) તેનાથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક પર્યાપ્તા સંખ્યાતગુણા (૩૩) તેનાથી સૂક્ષ્મ પર્યાપ્તા વિશેષાધિક અને (૩૪) તેનાથી સમુચ્ચય સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે. II ચતુર્થ દ્વાર સંપૂર્ણ II
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સમુચ્ચય સૂક્ષ્મ અને બાદર જીવોના સંયુક્ત અલ્પબહુત્વનું પાંચ પ્રકારે કથન છે. સૂક્ષ્મ જીવો પાંચ સ્થાવરકાયના સૂક્ષ્મજીવો આખા લોકમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. તેની સાથે જ સૂત્રકારે સૂક્ષ્મ નિગોદ(શરીર)ની પણ ગણના કરી છે.સૂક્ષ્મ નિગોદ(શરીર) પણ આખા લોકમાં ભરેલા છે. જીવોના ભેદની અપેક્ષાએ ૫૩ ભેદમાંથી સૂક્ષ્મ પાંચ સ્થાવરના પર્યાપ્તા અને અપર્યાપ્તા તે દશ ભેદ છે.
૪૫
સુક્ષ્મ જીવોમાં પર્યાપ્તા જીવો વધુ છે અને અપર્યાપ્તા જીવો ઓછા છે કારણ કે અપર્યાપ્તા જીવોથી પર્યાપ્તાની સ્થિતિ વધુ છે તેથી હંમેશાં સૂક્ષ્મ પર્યાપ્તા જીવો અધિક સંખ્યામાં મળે છે.
બાદર જીવો— જીવના પ૩ ભેદમાંથી સૂક્ષ્મના દશ ભેદ સિવાયના જીવના ૫૫૩ ભેદ બાદર જીવો છે. બાદર જીવો લોકના દેશભાગમાં જ હોય છે. બેઇન્દ્રિયાદિ સર્વ ત્રસ જીવો બાદર જ હોય છે. તેમાં કેટલાય જીવોની અવગાહના પણ મોટી હોય છે. તેથી બાદર જીવોની સંખ્યા સૂક્ષ્મની અપેક્ષાએ અલ્પ હોય છે. બાદર જીવોના પર્યાપ્તા-અપર્યાપ્તામાં પર્યાપ્તા જેવો ઓછા છે અને અપર્યાપ્તા જીવો અધિક હોય છે. સકાય – સકાયમાં એ કાયના પર્યાપ્તા અપર્યાપ્તા, સૂક્ષ્મ, બાદર, તે તમામ ભેદોનો સમાવેશ થઈ જાય છે. અકાય ઃ— અકાયમાં સિદ્ધ ભગવાનનું ગ્રહણ થાય છે. તેથી તેનો બોલ માત્ર સમુચ્ચયમાં જ આવે છે. સૂક્ષ્મ, બાદર, અપર્યાપ્તા કે પર્યાપ્તાના બોલમાં સિદ્ધ ભગવાનની ગણના થતી નથી કારણ કે સિદ્ધ ભગવાન નોસૂક્ષ્મ-નોબાદર, નોપર્યાપ્તા-નોઅપર્યાપ્તા છે.
સમુચ્ચય અને અપર્યાપ્ત સૂક્ષ્મ—બાદર જીવોનું અહપ બહુત્વ ઃ
ક્રમ
સૂક્ષ્મ-બાદરાય
૧
ર
૩
૪
બાદર ત્રસકાય
બાદર તેઉકાય
બાદર પ્રત્યેક વનસ્પતિ
બાદર નિગોદ(શરીર)
પ્રમાણ
કારણ
સર્વથી ઘોડા પૃથ્વીકાયાદિથી ત્રસ જીવો અલ્પ છે.
અસંખ્યગુણા | ત્રસથી એકેન્દ્રિય અસંખ્યગુણા છે. અસંખ્યગુણા તેઉકાય કરતાં ક્ષેત્ર વધુ છે.
અસંખ્યગુણા નિગોદ શરીર અત્યંત સુમ(નાના) હોય છે.