________________
| ૨૩૦ |
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
७१ एएसिणं भंते ! सुहुमणिगोदाणं पज्जत्ताअपज्जत्तगाणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा ! सव्वत्थोवा सुहमणिगोदा अपज्जत्तगा, सुहमणिगोदा पज्जत्तगा संखेज्जगुणा । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા સૂક્ષ્મ નિગોદ(શરીર)માં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર– હે ગૌતમ! સર્વથી થોડા સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તા છે, તેનાથી સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તા સંખ્યાતગુણા છે. ७२ एएसिणं भंते ! सुहुमाणंसुहुमपुढविकाइयाणं सुहुमआउकाइयाणं सुहुमतेउकाइयाणं सुहमवाउकाइयाणं सुहमवणस्सइकाइयाणं सुहमणिगोदाण य पज्जत्ताअपज्जत्तगाणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? ____ गोयमा ! सव्वत्थोवा सुहुमतेउकाइया अपज्जत्तगा, सुहुमपुढविकाइया अपज्जत्तगा विसेसाहिया, सुहुमआउकाइया अपज्जत्तगा विसेसाहिया, सुहुमवाउकाइया अपज्जत्तगा विसेसाहिया. सहमतेउकाइया पज्जत्तगा संखेज्जगुणा, सहमपुढविकाइया पज्जत्तगा विसेसाहिया, सहमआउकाइया पज्जत्तगा विसेसाहिया, सहमवाउकाइया पज्जत्तगा विसेसाहिया, सुहुमणिगोदा अपज्जत्तगा असंखेज्जगुणा, सुहुमणिगोदा पज्जत्तगा संखेज्जगुणा, सुहुमवणस्सइकाइया अपज्जत्तगा अणंतगुणा, सुहमा अपज्जत्तगा विसेसाहिया, सुहुमवणस्सइकाइया पज्जत्तगा संखेज्जगुणा, सुहुमा पज्जत्तगा विसेसाहिया, सुहमा વિતેલારિયા .. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૂક્ષ્મ જીવો, સૂક્ષ્મ પૃથ્વીકાયિક, સૂક્ષ્મ અપૂકાયિક, સૂક્ષ્મ તેજસ્કાયિક, સૂક્ષ્મ વાયુકાયિક, સૂક્ષ્મ વનસ્પતિકાયિક અને સૂક્ષ્મ નિગોદોના પર્યાપ્તા અને અપર્યાપ્તા જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! (૧) સર્વથી થોડા સૂક્ષ્મ તેજસ્કાયિક અપર્યાપ્તા છે, (૨) તેનાથી સૂક્ષ્મ પૃથ્વીકાયિક અપર્યાપ્તા વિશેષાધિક, (૩) તેનાથી સૂક્ષ્મ અપૂકાયિક અપર્યાપ્તા વિશેષાધિક, (૪) તેનાથી સૂક્ષ્મ વાયુકાયિક અપર્યાપ્તાવિશેષાધિક (૫) તેનાથી સૂક્ષ્મ તેજસ્કાયિક પર્યાપ્તા સંખ્યાતગુણા, (૬) તેનાથી સૂક્ષ્મ પૃથ્વીકાયિક પર્યાપ્તા વિશેષાધિક, (૭) તેનાથી સૂક્ષ્મ અપુકાયિક પર્યાપ્તા વિશેષાધિક, (૮) તેનાથી સૂક્ષ્મ વાયુકાયિક પર્યાપ્તા વિશેષાધિક, (૯) તેનાથી સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે, (૧૦) તેનાથી સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તા સંખ્યાતગુણા છે. (૧૧) તેનાથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક અપર્યાપ્તા અનંતગુણા છે, (૧૨) તેનાથી સૂક્ષ્મ અપર્યાપ્તા જીવો વિશેષાધિક છે, (૧૩) તેનાથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક પર્યાપ્તા સંખ્યાતગુણા છે, (૧૪) તેનાથી સૂક્ષ્મ પર્યાપ્તા જીવો વિશેષાધિકછે અને (૧૫) તેનાથી સૂક્ષ્મજીવો વિશેષાધિક છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સૂક્ષ્મ જીવોના અલ્પબદુત્વનું નિરૂપણ છે. પાંચે સ્થાવરના સુક્ષ્મ જીવો આખા લોકમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. તે દરેક જીવોની અવગાહના