________________
| ત્રીજુ પદઃ બહુવક્તવ્યતા [અલ્પબહુર્તી]
[ ૨૨૫ ]
ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા ત્રસકાયિક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા પર્યાપ્તા ત્રસકાયિક છે, તેનાથી અપર્યાપ્તા ત્રસકાયિક અસંખ્યાતગુણા છે. ६१ एएसिणं भंते !सकाइयाणं पुढविकाइयाणं आउकाइयाणं तेउकाइयाणं वाउकाइयाणं वणस्सइकाइयाणं तसकाइयाणं पज्जत्ताअपज्जत्ताणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवा तसकाइया पज्जत्तगा, तसकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, तेउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, पुढविकाइया अपज्जत्तगा विसेसाहिया, आउकाइया अपज्जत्तगा विसेसाहिया, वाउकाइया अपज्जत्तगा विसेसाहिया, तेउकाइया पज्जत्तगा संखेज्जगुणा, पुढविकाइया पज्जत्तगा विसेसाहिया, आउकाइया पज्जत्तगा विसेसाहिया, वाउकाइया पज्जत्तगा विसेसाहिया, वणस्सइकाइया अपज्जत्तगा अणंतगुणा, सकाइया अपज्जत्तगा विसेसाहिया, वणस्सइकाइया पज्जत्तगा संखेज्जगुणा, सकाइया पज्जत्तगा विसेसाहिया, सकाइया विसेसाहिया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સકાયિક, પૃથ્વીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, અને ત્રસકાયિકના પર્યાપ્તા અને અપર્યાપ્તા જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડા પર્યાપ્તા ત્રસકાયિક છે, (૨) તેનાથી અપર્યાપ્તા ત્રસકાયિક અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી અપર્યાપ્તા તેજસ્કાયિક અસંખ્યાતગુણા છે, (૪) તેનાથી અપર્યાપ્તા પૃથ્વીકાયિકવિશેષાધિક, (૫) તેનાથી અપર્યાપ્તા અપ્લાયિક વિશેષાધિક, (૬) તેનાથી અપર્યાપ્તા વાયુકાયિક વિશેષાધિક, (૭) તેનાથી પર્યાપ્તા તેજસ્કાયિક સંખ્યાતગુણા છે, (૮) તેનાથી પર્યાપ્તા પૃથ્વીકાયિક વિશેષાધિક, (૯) તેનાથી પર્યાપ્તા અપ્લાયિક વિશેષાધિક, (૧૦) તેનાથી પર્યાપ્તા વાયુકાયિક વિશેષાધિક, (૧૧) તેનાથી અપર્યાપ્તા વનસ્પતિકાયિક અનંતગુણા છે, (૧૨) તેનાથી અપર્યાપ્તા સકાયિક વિશેષાધિક છે, (૧૩) તેનાથી પર્યાપ્તા વનસ્પતિકાયિક સંખ્યાતગુણા છે, (૧૪) તેનાથી પર્યાપ્તા સકાયિક વિશેષાધિક છે અને (૧૫) તેનાથી સકાયિક વિશેષાધિક છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં કાયની અપેક્ષાએ સકાયિક, અકાયિક અને ષકાયિક જીવોના અલ્પબદુત્વનું કથન છે. સમુચ્ચય કાયના બોલોમાં અકાયિક ભેદ હોય છે. જ્યારે અપર્યાપ્તા પર્યાપ્તાની પૃચ્છા હોય ત્યારે અકાયિકનો બોલ હોતો નથી. કારણ કે સિદ્ધોમાં અપર્યાપ્ત પર્યાપ્ત ભેદ સંભવિત નથી. કાયની અપેક્ષાએ સમર્થ્ય જીવોને અલ્પબહત્વઃ- (૧) સર્વથી થોડાત્ર કાયિક છે કારણ કે ત્રસકાયિકમાં બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોનો સમાવેશ થાય છે. તે જીવો પૃથ્વી આદિ અન્ય સ્થાવરકાયોની અપેક્ષાએ અલ્પ છે. (૨) તેનાથી તેજસ્કાયિક અસંખ્યાતગુણા છે, કારણ કે સ્થાવરકાયમાં અગ્નિના જીવો સર્વથી અલ્પ છે અને તે ત્રસ જીવોથી વધુ છે. (૩) તેનાથી પૃથ્વીકાયિક વિશેષાધિક છે, કારણ કે અગ્નિના જીવોથી પૃથ્વીના જીવો વધુ છે. (૪) તેનાથી અષ્કાયિક વિશેષાધિક છે, કારણ કે પૃથ્વીથી પાણીના સ્થાનો લોકમાં