________________
[ ૧૮૪ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
ત્રિક કહે છે તેમાં એકસો વિમાનો છે. આ રીતે નવરૈવેયકમાં કુલ મળીને ૩૧૮ વિમાનો છે. ત્યાંના દેવો અહમિન્દ્ર હોવાથી ત્યાં ઈન્દ્રક વિમાન નથી. અનુત્તર વિમાનઃ- સમપૃથ્વીથી લગભગ સાત રજ્જુની ઊંચાઈએ ચૌદ રજુ પ્રમાણ લોકના અંતિમ રજૂના ક્ષેત્રમાં પાંચ અનુત્તર વિમાન, સિદ્ધશિલા અને સિદ્ધક્ષેત્રનો સમાવેશ થાય છે. તેમાં નવ રૈવેયક વિમાનોથી દૂર ઊંચે મધ્યમાં એક લાખ યોજન લાંબુ-પહોળું સર્વાર્થસિદ્ધ વિમાન છે અને તેની ચારે દિશામાં અસંખ્યાત યોજન લાંબા-પહોળા ચાર અનુત્તર વિમાનો છે. તેમાં અન્ય પ્રતિરો કે અન્ય વિમાનો નથી.
આ રીતે પ્રથમ દેવલોકથી અનુત્તર વિમાન પર્યંતના દેવલોકમાં ક્રમશઃ ૩ર લાખ + ૨૮ લાખ + ૧૨ લાખ+ ૮ લાખ + ૪ લાખ + ૫0,000+૪૦,૦૦૦+000+૪00 + 300 + ૩૧૮ + ૫ = ૮૪, ૯૭, ૦ર૩(ચોરાસી લાખ, સત્તાણ હજાર, ત્રેવીસ) વૈમાનિક દેવોના વિમાનો છે. તેમાંથી કેટલાક વિમાનો સંખ્યાત યોજન અને કેટલાક વિમાનો અસંખ્યાત યોજન વિસ્તૃત છે. તે વિમાનોમાં વૈમાનિક દેવો નિવાસ કરે છે. વૈમાનિક દેવોના સ્થાન :- તેના સ્વસ્થાન, ઉપપાસ્થાન અને સમુદ્યાતસ્થાન લોકના અસંખ્યાતમા ભાગમાં છે. સ્વસ્થાન :- ઉપરોક્ત દેવલોકમાં સવાર્થસિદ્ધવિમાનને છોડીને સર્વ દેવલોક અસંખ્યાત યોજન વિસ્તૃત છે. સર્વાર્થસિદ્ધ વિમાન સંખ્યાત યોજન વિસ્તૃત છે, તે ૧૪ રજુ પ્રમાણ લોકનો અસંખ્યાતમો ભાગ થાય છે. તેથી વૈમાનિક દેવોના સ્વસ્થાન લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ઉપપાત :- સંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્ય જ વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે. તેનું ઉપપાતક્ષેત્ર લોકનો અસંખ્યાતમો ભાગ થાય છે. સમદઘાત – પ્રથમ બે દેવલોકના દેવો બાદર પૃથ્વી, પાણી, વનસ્પતિમાં ઉત્પન્ન થઈ શકે છે. તે સિવાય સર્વ દેવો સંજ્ઞી તિર્યંચ અને મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. તેથી તે મારણાંતિક સમુઘાતની અપેક્ષાએ પણ લોકના અસંખ્યાતમા ભાગમાં જ હોય છે. વૈમાનિક ઈન્દ્રો :- વૈમાનિક જાતિના દેવોમાં દશ ઇન્દ્રો છે. પ્રથમ આઠ દેવલોકમાં એક-એક ઇન્દ્ર છે, તે આઠ ઇન્દ્ર. નવમા-દશમા દેવલોક વચ્ચે એક ઇન્દ્ર તથા અગિયારમા-બારમા દેવલોક વચ્ચે એક ઇન્દ્ર છે; આ રીતે કુલ ૧૦ ઇન્દ્રો વૈમાનિક દેવોમાં છે. પ્રથમ દેવલોકના ઇન્દ્રનું નામ શક્રેન્દ્ર છે. તેના મુગટમાં મૃગનું ચિહ્ન હોય છે. ત્યાર પછી પણ વિમાનના નામ અનુસાર જ તેના ઇન્દ્રના નામ છે. જેમ કે– ઈશાન દેવલોકના ઈશાને વગેરે. પ્રત્યેક ઇન્દ્રના મુગટમાં એક વિશેષ પ્રકારનું ચિહ્ન હોય છે. તેનાથી તેની ઓળખ થાય છે. ઈશાનેન્દ્રના મુગટમાં મહિષ, સનસ્કુમારેન્દ્રના મુગટમાં વરાહ, માહેન્દ્રના મુગટમાં સિંહ, બ્રહ્મલોકેન્દ્રના મુગટમાં બકરો, લાન્તકેન્દ્રના મુગટમાં દર્દૂ, મહાશુકેન્દ્રના મુગટમાં અશ્વ અને સહસારેન્દ્રના મુગટમાં ગજરાજનું ચિહ્ન હોય છે. તે તે દેવલોકના સર્વ દેવોના મુગટમાં પણ તે તે ચિહ્ન હોય છે. નવમા અને દશમા દેવલોકના પ્રાણતેન્દ્રના મુગટમાં ભુજંગ-સર્પનું ચિહ્ન હોય છે અને અગિયારમા અને બારમા દેવલોકના અચ્યતેન્દ્રના મુગટમાં ગેંડાનું ચિહ્ન હોય છે. તેમ છતાં સામાન્ય દેવોના આ ચારે ય દેવલોકમાં મુકુટ ચિહ્ન જુદા-જુદા હોય છે.
નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનોના દેવોમાં સ્વામી-સેવકનો ભેદ નથી. ત્યાં ઇન્દ્ર, સામાનિક, ત્રાયસ્વિંશક આદિ દેવોની દશ પ્રકારની જાતિ નથી. બધા જ દેવો એક સમાન, સમાન ઋદ્ધિના ધારક, સમાન પ્રભાવશાળી છે. તેઓ સ્વયં પોતાના માલિક છે, તેથી તેમને અહમિન્દ્ર કહે છે.