________________
| દ્વિતીય પદ: સ્થાન
[ ૧૮૩ ]
વર્ણન માટે જુઓ શ્રી જીવાભિગમસૂત્ર. પ્રથમ સૌધર્મ દેવલોકમાં ૩ર લાખ અને બીજા ઈશાન દેવલોકમાં ૨૮ લાખ વિમાનો છે. તે વિમાનોનું સ્વરૂપ ભાવાર્થથી સ્પષ્ટ છે.
તે વિમાનોની મધ્યમાં પાંચ અવતંસક એટલે મુખ્ય પ્રાસાદ હોય છે. ચારે દિશામાં ચાર અને મધ્યમાં એક મુખ્ય પ્રાસાદ હોય છે. તે મધ્યના પ્રાસાદમાં ઇન્દ્ર અથવા તે તે વિમાનના અધિપતિ દેવ રહે છે. સનમાર અને મહેન્દ્ર દેવલોક - સમપૃથ્વીથી લગભગ બે રજૂની ઊંચાઈએ પ્રથમ અને બીજા દેવલોકથી અસંખ્યાત કોટાકોટિ યોજન ઊંચે, બરોબર તેની ઉપર દક્ષિણદિશામાં સનસ્કુમાર અને ઉત્તરદિશામાં માહેન્દ્ર દેવલોક છે. તે બંને અર્ધચંદ્રાકારે સંસ્થિત છે. તે બંને મળીને પૂર્ણચંદ્રાકાર થાય છે. તે દેવલોકમાં બાર પ્રસ્તટ–પ્રતિરો છે. તેમાં પણ મધ્યમાં ઇન્દ્રક વિમાન છે, તેની ચારે દિશામાં પંક્તિબદ્ધ વિમાનો અને પ્રકીર્ણક વિમાનો છે. તે સર્વ મળીને ત્રીજા દેવલોકમાં બાર લાખ વિમાનો અને ચોથા દેવલોકમાં આઠ લાખ વિમાનો છે. બ્રહલોક-લાજક-મહાશક-સહસાર દેવલોક – ત્યાંથી ક્રમશઃ અસંખ્યાત-અસંખ્યાત કોટાકોટિ યોજનની ઊંચાઈએ અને સમપથ્વીથી લગભગ ત્રણ રજૂની ઊંચાઈએ ત્રીજા અને ચોથા દેવલોકની બરોબર સીધી લાઈનમાં પાંચમો બ્રહ્મલોક દેવલોક છે. તેની ઉપર અર્થાત્ સમપૃથ્વીથી ચોથા રજ્જુમાં ક્રમશઃ છઠ્ઠો લાન્તક, સાતમો મહાશુક્ર અને આઠમો સહસાર દેવલોક છે. તે દેવલોક પૂર્ણ ચંદ્રાકારે સંસ્થિત છે. તેમાં ક્રમશઃ છે, પાંચ, ચાર અને ચાર પ્રતરો છે. તેની મધ્યમાં ઇન્દ્રક વિમાન છે. પંક્તિબદ્ધ અને પુષ્પાવકીર્ણ વિમાનો પાંચમા દેવલોકમાં ચાર લાખ છે, છઠ્ઠા દેવલોકમાં પચ્ચાસ હજાર, સાતમા મહાશુક્ર દેવલોકમાં ચાલીશ હજાર, આઠમા સહસાર દેવલોકમાં છ હજાર વિમાનો છે. નવ લોકાત્તિક દેવોના સ્થાન :- પાંચમા દેવલોકમાં છ પ્રસ્તટ છે. તેમાં ત્રીજા રિષ્ટ નામના પ્રસ્તટમાં નવ લોકાત્તિક દેવોના સ્થાન છે. ત્રણ કિલ્વિષીના સ્થાન - ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા પહેલા કિલ્વીષી દેવોના સ્થાન પહેલા અને બીજા દેવલોકના નીચેના પ્રસ્તટમાં છે. ત્રણ સાગરોપમની સ્થિતિવાળા બીજા કિલ્વીષીદેવોના સ્થાન ત્રીજા અને ચોથા દેવલોકના નીચેના પ્રસ્તટમાં અને તેર સાગરોપમની સ્થિતિવાળા ત્રીજા કિલ્વીષી દેવોના સ્થાન છઠ્ઠા દેવલોકના નીચેના પ્રતટમાં છે. આણત-પ્રાણત-આરણ-અય્યત દેવલોક :- સમપૃથ્વીથી લગભગ પાંચ રજુની ઊંચાઈએ અને સહસાર દેવલોકથી અસંખ્યાત ક્રોડાક્રોડ યોજનની ઊંચાઈએ દક્ષિણદિશામાં નવમો આણત અને ઉત્તર દિશામાં દશમો પ્રાણત દેવલોક છે. તે બંને દેવલોક સમાન સપાટીએ, અર્ધચંદ્રાકારે સંસ્થિત છે. બંને મળીને પૂર્ણ ચંદ્રાકાર થાય છે. તેમાં ચાર પ્રતરો છે. તેની મધ્યમાં ઈન્દ્રક વિમાન છે, પંક્તિબદ્ધ તથા પુષ્પાવકીર્ણ વિમાનો તે બંને દેવલોકના મળીને ૪૦૦ છે. ત્યાંથી અસંખ્યાત ક્રોડાક્રોડ યોજનની ઊંચાઈએ આણત-પ્રાણત દેવલોકની બરોબર ઉપર દક્ષિણદિશામાં અગિયારમો આરણ અને ઉત્તરદિશામાં બારમો અય્યત દેવલોક છે. તેમાં પણ ચાર પ્રતર છે, તેની મધ્યમાં ઈન્દ્રક વિમાન છે. પુષ્પાવકીર્ણ અને પંક્તિબદ્ધ વિમાનો બંને દેવલોકના મળીને 300 છે. આ રીતે સમપૃથ્વીથી પાંચ રજુ પ્રમાણ ઊંચાઈમાં બાર દેવલોક સ્થિત છે. નવ શૈવેયક વિમાન - અય્યત દેવલોકથી અસંખ્યાત ક્રોડાકોડી યોજનની ઊંચાઈએ અને સમપૃથ્વીથી છઠ્ઠા રજૂની ઊંચાઈએ ત્રણ-ત્રિકમાં નવ રૈવેયક વિમાન છે. પ્રત્યેક રૈવેયક એક-એક પ્રતર રૂપ છે. તેથી ત્રણે ત્રિકમાં ત્રણ-ત્રણ પ્રતર છે, તેમાં અન્ય પ્રતિરો નથી. પ્રથમ ત્રિકને અધસ્તન ત્રિક કહે છે. તેમાં એકસો અગિયાર વિમાનો, બીજી ત્રિકને મધ્યમ ત્રિક કહે છે તેમાં એકસો સાત વિમાનો, ત્રીજી ત્રિકને ઉપરિસ્તન