________________
દ્વિતીય પદ : સ્થાન
ત્રણેય અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા અનુત્તરોપપાતિક દેવો નિવાસ કરે છે. આયુષ્યમાન શ્રમણો ! તેઓ બધા સમાન ઋદ્ધિસંપન્ન, સમાન બળસંપન્ન, સમાન પ્રભાવશાળી, મહાસુખી, ઇન્દ્ર રહિત, દાસરહિત, પુરોહિત રહિત છે. તે દેવગણો અમિન્દ્રના નામે ઓળખાય છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં વૈમાનિક દેવોના સ્થાનો, તેના આવાસરૂપ વિમાનો, તેની સંખ્યા, સ્વરૂપ, તેના ઇન્દ્રો, ઋદ્ધિ આદિનું નિરૂપણ છે.
વૈમાનિક દેવોના ભેદ :– બાર દેવલોક, ત્રણ કિલ્વીપી, નવ લોકાંતિક, નવ શૈવેયક અને પાંચ અનુત્તર વિમાન, કુલ ૩૮ ભેદ થાય છે. ત્રણ ક્વિીધી અને નવ લોકાન્તિક દેવોના સ્થાનો ખાર દેવલોકની અંતર્ગત આવી જતા હોવાથી પ્રસ્તુત પ્રસંગમાં તેનું અલગ કથન નથી.
વૈમાનિક દેવોના સ્થાન – વૈમાનિકદેવોના આવાસરૂપ વિમાનો ઊર્ધ્વલોકમાં છે. સમપૃથ્વીથી ૯૦૦ યોજનની ઊંચાઈ પર્યંત નિર્કાલોકનું ક્ષેત્ર છે. ત્યાં સુધીમાં જ્યોતિષી દેવોના વિમાનો છે. ઊર્ધ્વલોક કંઈક ન્યૂન સાત રજ્જુ પ્રમાણ છે. તેમાં વૈમાનિક દેવોના વિમાનો, સિદ્ધશિલા અને સિદ્ધક્ષેત્ર છે. ઊર્ધ્વો વૈમાનિક દેવોના સ્થાન ઃ–
પાચ વિમાન
અનુત
૯ શૈવેયક –
લાક
03
ના૨
વાલ્લાક તત્વો
૩
દ
સિદ્ધક્ષેત્ર -સિદ્ધશિલા
૧૮૧
→ મેરુ પર્વત
→ હીપ-મૂડી
૯ લોકાંતિક
ત્રણ કિલિી