________________
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૧
દક્ષિણ દિશાના અસુરકુમારાદિના ભવનોની સંખ્યા આ પ્રમાણે છે– (૧) અસુરકુમારોના ચોત્રીશ લાખ, (૨) નાગકુમારોના ચુમ્માલીશ લાખ, (૩) સુવર્ણકુમારના આડત્રીશ લાખ, (૪) વાયુકુમારોના પચાસ લાખ(૫ થી ૧૦) શેષ છએ દેવોમાં પ્રત્યેકના ચાળીશ-ચાળીશ લાખ ભવનાવાસ છે. II ૮ ॥
૧૫૨
ઉત્તર દિશાના અસુરકુમારાદિના ભવનાવાસની સંખ્યા આ પ્રમાણે છે– (૧) અસુરકુમારોના ત્રીસ લાખ, (૨) નાગકુમારોના ચાળીશ લાખ, (૩) સુવર્ણકુમારોના ચોત્રીશ લાખ, (૪) વાયુકુમારોના છેતાલીશ લાખ (૫ થી ૧૦) શેષ છએ દેવોમાં પ્રત્યેકના છત્રીશ-છત્રીશ લાખ ભવનાવાસ છે. I॥ ૯ ॥
સામાનિકદેવો અને આત્મરક્ષકદેવોની સંખ્યા આ પ્રમાણે છે– (૧) દક્ષિણ દિશાના અસુરેન્દ્રના ચોસઠ હજાર અને ઉત્તર દિશાના અસુરેન્દ્રના સાંઠ હજાર છે; અસુરેન્દ્રને છોડીને શેષ સર્વ ૨ થી ૧૦ દક્ષિણ-ઉત્તર દિશાના ભવનપતિ ઇન્દ્રોના પ્રત્યેકના છ-છ હજાર સામાનિક દેવો છે. પ્રત્યેક ઇન્દ્રના સામાનિક દેવોથી આત્મરક્ષકદેવો ચાર-ચાર ગુણા હોય છે. II ૧૦ II
દક્ષિણદિશાના ઇન્દ્રોનાં નામ– (૧) અસુરકુમારોના ઇન્દ્ર ચમરેન્દ્ર, (૨) નાગકુમારોના ધરણેન્દ્ર, (૩) સુવર્ણકુમારોના વેણુદેવેન્દ્ર, (૪) વિધુત્કુમારોના હરિકાંત, (૫) અગ્નિકુમારોના અગ્નિસિંહ, (૬) દ્વીપકુમારોના પૂર્ણેન્દ્ર, (૭) ઉદઘિકુમારોના જલકાંત, (૮) દિશાકુમારોના અમિત, (૯) વાયુકુમારોના વેલમ્બ અને (૧૦) સ્તનિત કુમારોના ઘોષ છે. II ૧૧ ||
ઉત્તર દિશાના ઇન્દ્રોનાં નામ– (૧) અસુરકુમારોના ઇન્દ્ર બલીન્દ્ર, (૨) નાગકુમારોના ઇન્દ્ર ભૂતાનંદ, (૩) સુવર્ણકુમારોના ઇન્દ્ર વેણુદાલિ, (૪) વિધુત્કુમારોના ઇન્દ્ર હરિમ્સહ, (૫) અગ્નિકુમારોના ઇન્દ્ર અગ્નિમાણવ, (૬) દ્વીપકુમારોના ઇન્દ્ર વશિષ્ઠ, (૭) ઉદધિકુમારોના ઇન્દ્ર જલપ્રભ, (૮) દિશાકુમારોના ઇન્દ્ર અમિતવાહન, (૯) વાયુકુમારોના ઇન્દ્ર પ્રભંજન અને (૧૦) સ્તનિતકુમારોના ઇન્દ્ર મહાઘોષ છે. II ૧૨ ॥ વર્ણ :– બધા અસુરકુમારો કાળા વર્ણના હોય છે, નાગકુમારો અને ઉદધિકુમારોનો વર્ણ શુક્લ હોય છે, સુવર્ણકુમારો, દિશાકુમારો અને સ્તનિતકુમારો શ્રેષ્ઠ સુવર્ણની કસોટી ઉપરની રેખા જેવા ગૌર (રાતાપીળા) વર્ણના છે. વિદ્યુત્ક્રુમારો, અગ્નિકુમારો, દ્વીપકુમારો તપાવેલા સુવર્ણના જેવા કંઈક રક્તવર્ણના છે. વાયુકુમારો પ્રિયંગુ વૃક્ષના વર્ણ જેવા શ્યામ વર્ણના હોય છે. II ૧૩–૧૪ ॥
વસ્ત્રોના વર્ણ :– અસુરકુમારનાં વસ્ત્રો લાલ, નાગકુમારો અને ઉદઘિકુમારોના વસ્ત્રો શિલિન્દ્ર વૃક્ષના પુષ્પ જેવા નીલવર્ણના હોય છે, સુવર્ણકુમારો, દિશાકુમારો અને સ્તનિતકુમારોનાં વસ્ત્રો અશ્વના મુખના ફીણ સમાન અતિશ્વેત હોય છે. II ૧૫ II વિદ્યુત્ક્રુમારો, અગ્નિકુમારો અને દ્વીપકુમારોના વસ્ત્ર નીલવર્ણના હોય છે અને વાયુકુમારોના વસ્ત્રો સંધ્યાની લાલિમાના રંગ જેવા હોય છે. II ૧૬ ॥
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં દશ ભવનપતિ દેવોના સ્થાન, સંખ્યા, ભવનોનું સ્વરૂપ અને તે દેવોના ઇન્દ્રો વગેરેનું વિસ્તૃત વર્ણન છે.
સ્થાન :– પ્રથમ નરક પૃથ્વીમાં તેર પ્રસ્તર(પાથડા) અને બાર આંતરા છે. તે બાર આંતરામાંથી ઉપરના બે આંતરાને છોડીને શેષ દશ આંતરામાં ક્રમશઃ દશ પ્રકારના ભવનપતિ દેવોના ભવનો છે. દિશાની અપેક્ષાએ દશે ભવનપતિ દેવોના બે-બે પ્રકાર થાય છે. તેથી બંને દિશાના ઇન્દ્રો પણ ભિન્ન ભિન્ન છે. ઉત્તર–દિશાના ઇન્દ્રો અને તેનો પરિવાર મેરુપર્વતથી ઉત્તર દિશાના ભવનોમાં અને દક્ષિણ દિશાના ઇન્દ્રો