________________
| દ્વિતીય પદ: સ્થાન
છે.
૧૪૫ |
કલ્યાણકારી શ્રેષ્ઠ વસ્ત્ર પહેરેલા, કલ્યાણકારી શ્રેષ્ઠમાળા અને વિલેપનના ધારક, દેદીપ્યમાન શરીરયુક્ત, લાંબી વનમાળાના ધારક, દિવ્યવર્ણથી, દિવ્યગંધથી, દિવ્યસ્પર્શથી, દિવ્યસંહનનથી, દિવ્યસંસ્થાનથી, દિવ્યઋદ્ધિથી, દિવ્યધુતિથી, દિવ્યપ્રભાથી, દિવ્યછાયાથી, દિવ્યઅર્ચિથી, દિવ્યતેજથી અને દિવ્યલેશ્યાથી દશે દિશાઓને પ્રકાશિત અને સુશોભિત કરતા ચમરેન્દ્ર તથા બલીન્દ્ર પોત પોતાના લાખો ભવનાવાસોનું, હજારો સામાનિક દેવોનું, ત્રાયસ્ત્રિક દેવોનું, લોકપાલદેવોનું, અગ્રમહિષીઓનું, પરિષદોનું, સેનાઓનું, સેનાધિપતિઓનું, આત્મરક્ષક દેવોનું તથા અન્ય ઘણા ભવનવાસી દેવ-દેવીઓનું આધિપત્ય, અગ્રેસરત્વ, સ્વામિત્વ, ભર્તૃત્વ, મહત્તરકત્વ, આશૈશ્વરત્વ તથા સેનાપતિત્વ કરતાં, કરાવતાં, પાલન કરતાં-કરાવતાં, કુશલ પુરુષો દ્વારા નિરંતર થતાં નાટય, ગીત, વાદિત, તંત્રી, તલ, તાલ, ત્રુટિત અને ઘનમૃદંગ આદિ વાજિંત્રો વગાડવાથી ઉત્પન્ન થતા દિવ્ય મહાધ્વનિ સાથે દિવ્ય ભોગોપભોગોને અનુભવતા રહે છે. ३३ कहि णं भंते ! दाहिणिल्लाणं असुरकुमाराणं देवाणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता ? कहि णं भंते ! दाहिणिल्ला असुरकुमारा देवा परिवसंति?
गोयमा ! जंबुद्दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं इमीसे रयणप्पभाए पुढवीए असीउत्तरजोयणसयसहस्सबाहल्लाए उवरि एगं जोयणसहस्सं ओगाहित्ता हेट्ठा वेगं जोयण- सहस्सं वज्जित्ता मज्झे अट्ठहत्तरे जोयणसयसहस्से, एत्थ णं दाहिणिल्लाणं असुरकुमाराणं देवाणं चोत्तीसं भवणावाससयसहस्सा भवंतीति मक्खायं ।
ते णं भवणा बाहिं वट्टा, अंतो चउरंसा, सो चेव वण्णओ जाव पडिरूवा एत्थ णं दाहिणिल्लाणं असुरकुमाराणं देवाणं पज्जत्ताअपज्जत्ताणं ठाणा पण्णत्ता। तिसु वि लोगस्स असंखेज्जइभागे । तत्थ णं बहवे दाहिणिल्ला असुरकुमारा देवा य देवीओ य परिवसंति- काला लोहियक्खा बिंबोट्ठा तहेव जाव भुंजमाणा विहरंति । एतेसि णं तहेव तायत्तीसग-लोगपाला भवंति । एवं सव्वं भाणियव्वं भवणवासीणं । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત અને અપર્યાપ્ત દક્ષિણ દિશાના અસુરકુમાર દેવોનાં સ્થાન કયાં છે? દક્ષિણ દિશાના અસુરકુમાર દેવો ક્યાં નિવાસ કરે છે?
ઉત્તર- હે ગૌતમ! જંબુદ્વીપ નામના દ્વીપમાં, સુમેરુપર્વતની દક્ષિણમાં, એક લાખ એંશી હજાર યોજન પ્રમાણ જાડાઈવાળી આ રત્નપ્રભાપૃથ્વીની ઉપર એક હજાર યોજન અને નીચે એક હજાર યોજનનો ક્ષેત્ર છોડીને વચ્ચેના એક લાખ અઠ્યોતેર હજાર યોજન ક્ષેત્રમાં દક્ષિણ દિશાના અસુરકુમાર દેવોના એક લાખ ચોત્રીસ હજાર ભવનાવાસો કહ્યા છે.
તે ભવનો બહારથી ગોળ અને અંદરથી સમચોરસ છે યાવતુ તે પ્રતિરૂપ છે, ત્યાં સુધીનું સમસ્ત વર્ણન પૂર્વવત્ જાણવું. ત્યાં પર્યાપ્ત અને અપર્યાપ્ત દક્ષિણ દિશાના અસુરકુમાર દેવોનાં સ્વસ્થાનો છે. તે ઉપપાત, સમુદ્યાત અને સ્વસ્થાનની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં દક્ષિણ દિશાના અસુરકુમાર દેવો અને દેવીઓ નિવાસ કરે છે. તે દેવો કાળા, લોહિતાક્ષ રત્નની સમાન લાલ હોઠવાળા છે. ઇત્યાદિ સંપૂર્ણ વર્ણન પૂર્વવતુ જાણવું યાવતું દિવ્યભોગ ભોગવતા રહે છે. તે દેવોમાં ત્રાયસ્વિંશક અને લોકપાલ આદિ દેવો હોય છે. આ રીતે સર્વ ભવનપતિ દેવોનું પૂર્વે કરેલું વર્ણન અહીં કરવું જોઈએ.