________________
[ ૧૪૦ ]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૧
दिव्वेणं फासेणं दिव्वेणं संघयणेणं दिव्वेणं संठाणेणं दिव्वाए इड्डीए दिव्वाए जुत्तीए दिव्वाए पभाए दिव्वाए छायाएदिव्वाए अच्चीए दिव्वेणंतेएणं दिव्वाए लेसाएदस दिसाओ उज्जोवेमाणा पभासेमाणा ।
तेणंतत्थ साणं साणं भवणावाससयसहस्साणं साणं साणं सामाणिय साहस्सीणं साणं साणं तायत्तीसगाणं साणं साणं लोगपालाणं साणं साणं अग्गमहिसीणं साणं साणं परिसाणं साणं साणं अणियाणं साणं साणं अणियाहिवईणं साणं साणं आयरक्खदेवसाहस्सीणं अण्णेसि च बहूणं भवणवासीणं देवाण य देवीण य आहेवच्चं पोरेवच्चं सामित्तं भट्टितं महत्तरगत्तं आणाईसरसेणावच्चं कारेमाणा पालेमाणा महयाहयणट्ट-गीय-वाइयतंती-तल-ताल तुडियघणमुयंगपडुप्पवाइयरवेण दिव्वाइं भोगभोगाई भुंजमाणा विहरति । ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા ભવનવાસી દેવોનાં સ્થાન ક્યાં છે? ભવનવાસી દેવો ક્યાં નિવાસ કરે છે? ઉત્તર- હે ગૌતમ! એક લાખ એંશી હજાર(૧,૮0,000) યોજન જાડાઈવાળી આ રત્નપ્રભાપૃથ્વીની ઉપર એક હજાર યોજનાનું અને નીચે એક હજાર યોજનાનું ક્ષેત્ર છોડીને, વચ્ચેના એક લાખ અડ્યોત્તર હજાર(૧,૭૮,૦૦૦) યોજનાના મધ્યભાગમાં ભવનવાસી દેવોના સાત કરોડ, બોત્તેર લાખ (૭,૭૨,00,000) ભવનાવાય છે. એમ શ્રી ભગવંતોએ કહ્યું છે.
તે ભવનો બહારથી ગોળ અંદરથી સમચોરસ તથા નીચે પુષ્કર-કમળ કર્ણિકાના આકારે છે. તે ભવનોની ચારે બાજુ જાણે કોતરેલ હોય તેવી સ્પષ્ટ અંતરવાળી ઊંડી અને વિશાળ ખાઈઓ અને પરિણાઓ છે, તેમાં ચારે તરફ કિલ્લા, અટ્ટાલક–ઝરુખા, કમાડો, તોરણો અને નાની બારીઓ છે, યંત્રો, શતક્નીઓ, મૂશળ, મુસુઢી નામક શસ્ત્રો છે. તે ભવનો શત્રુઓ દ્વારા અયોધ્ય- યુદ્ધ ન કરી શકાય તેવા, હંમેશાં વિજય પ્રાપ્ત, સદા સુરક્ષિત તથા અડતાલીશ કોઠા-ઓરડાથી યુક્ત, અડતાલીશ વનમાળાઓથી સુસજ્જિત, પરકૃત ઉપદ્રવરહિત, કલ્યાણમય, કિંકર દેવોના દંડોથી ઉપરક્ષિત છે. તે ભવનો અત્યધિક ચમકતા અને સુશોભિત દેખાય છે, તેના પર ગોશીષચંદન તથા રક્તચંદનથી પાંચ આંગળીઓ યુક્ત હાથના થાપાઓ છે, યથાસ્થાને ચંદન કળશો સ્થાપેલા છે, તેના લઘુદ્ધાર-બારીઓનો દેશભાગ ચંદન કળ શોના તોરણોથી સુશોભિત છે, ઉપરથી નીચે સુધી લટકતી લાંબી વિપુલ અને ગોળાકાર ઝુમખાવાળી પુષ્પમાળા તથા પંચવર્ણી તાજા સરસ સુગંધી પુષ્પોના ઢગલાઓથી સુવાસિત છે, કાલાગુરુ, શ્રેષ્ઠ ચંદન, લોબાન તથા ધૂપની મહેંકથી મઘમઘાયમાન, રમણીય, ઉત્તમ અને સુગંધિત હોવાથી સુગંધની ગુટિકા સમાન લાગે છે. તે ભવનો અપ્સરાગણના સમુદાયથી વ્યાખ, દિવ્ય વાંજિત્રોના શબ્દોથી ગુંજાયમાન, સર્વ રત્નમય, સ્વચ્છ, સુંવાળા-સ્નિગ્ધ, કોમળ, ઘસેલા, પોંછેલા, સ્વભાવિક રજરહિત, નિર્મળ(આગંતુક મલરહિત), નિષ્પક, નિરાવરણ કાંતિ(છાયા) યુક્ત, પ્રભાયુક્ત, શ્રીસંપન્ન, કિરણોથી યુક્ત, શીતળ પ્રકાશ યુક્ત, મનને પ્રસન્ન કરનારા, દર્શનીય-જોવા યોગ્ય, અત્યંત રમણીય અને મનોહર હોય છે. આ પ્રકારની વિશેષતાઓથી યુક્ત ભવનોમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત ભવનવાસી દેવોના સ્થાન છે.
તે ઉપપાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં; સમુઘાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા ભવનવાસી દેવો નિવાસ કરે છે. તે આ પ્રમાણે